150 વર્ષ જૂની આ બંગડીની દુકાન માંથી અંબાણી સહિતના ધનિક સેલિબ્રિટીઓ ખરીદી કરે છે, વાંચો આ જગ્યા વિશે…

0

રાજસ્થાન પોતાના આર્ટ અને કલા માટે ખુબ જ પ્રસિદ્ધ છે. પેઢી દર પેઢી અહીંના લોકો પોતાના પારંપરિક કાર્યો કરતા આવ્યા છે. આજ કારણ છે કે રાજસ્થાન આવનારા લોકો માટે અહીંની કલાકૃતિઓ ખુબ જ પસંદ માં આવે છે.દેશના જાણીતા અને સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન અજય પીરામીલ ના દીકરા આનંદ પીરામીલ સાથે ધામધૂમ થી 12 ડિસેમ્બર ના રોજ થયેલા છે. આ ભવ્ય લગ્ન માં ઉદ્યોગ જગત થી લઈને ખેલ જગત તથા બૉલીવુડ જગત થી લઈને ઘણા નામચીન લોકો શામિલ થયા હતા. આ સિવાય વિદેશ થી પણ અમુક જાણીતી હસ્તીઓએ આ ભવ્ય લગ્ન માં પોતાની હાજરી આપી હતી. જણાવી દઈએ કે ઈશા અને આનંદ એ એક સરખા રંગ ના જ ડ્રેસ પહેરી રાખ્યા હતા. જેમાં ઈશા એ ઓફ વ્હાઇટ કલર નો લહેંગો અને આનંદ એ ઓફ વ્હાઇટ કલર ની શેરવાની પહેરી રાખી હતી.
પણ જણાવી દઈએ કે આ લગ્ન માટે બંગળી ની ખરીદારી એક ખાસ દુકાન માંથી કરવામાં આવેલી છે. જે રાજસ્થાન ના જોધપુર માં જ આવેલી છે જેનું નામ બીબીજી બેંગલ્સ છે.
જણાવી દઈએ કે પુરી દુનિયાના ઘણા એવા ફેમસ લોકો આ 150 વર્ષ જૂની દુકાન ના ગ્રાહકો છે. જેમાં જોધપુર નો શાહી પરિવાર, અંબાણી, કબીર બેદી, અભિનેત્રી જુહી ચાવલા જેવા લોકો ના નામ પણ શામિલ છે. મીડિયા સાથે વાત કરતા દુકાનના માલિક અબ્દુલ સતાર એ જણાવ્યું કે કેવી રીતે 150 વર્ષ થી આ દુકાન નો વ્યવસાય હજી પણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, ”મારી દાદી માં, જે બીબીજી ના નામથી ઓળખવામાં આવતી હતી, તે એક જમાનામાં રાજાઓ અને રાણીઓને બંગળી ઓ વહેંચવા માટે જાતી હતી. ત્યાથીજ આ વ્યવસાય ની શરૂઆત થઇ હતી. જયારે તે વૃદ્ધ થઇ ગઈ અને કામ કરવા માટે લાયક ના રહી તો મારા પિતાએ સાઇકલ પર બંગળીઓ વહેંચવાનું શરૂ કરી દીધું. મેં ખુદ પણ સાઇકલ પર બંગળીઓ વહેંચી છે. જેના પછી મેં દુકાન ની શરૂઆત કરી હતી”.
”પોતાની આ યાત્રાની શરૂઆત વર્ષ 1970 થી શરૂ થઇ હતી. તે કહે છે કે ક્રિસ્ટલ બંગળીઓ ની આજના સમયમાં સૌથી વધુ માંગ છે. તેને બનાવાની શરૂઆત 20 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ દુકાન પર ઈનેમલ, સ્ટોન જડિત, કાંચ ના કટિંગ વાળી બંગળીઓ સહીત દરેક પ્રકારની ડિઝાઇન મળે છે. આ દુકાન શહેર ના સૌથી વ્યસ્ત વિસ્તાર માં સ્થિત છે. પણ દુકાન ના મલિક પોતાના ગ્રાહકો ના પસંદ માટે અલગ અલગ સાઈઝ અને ડિઝાઇન માટે હોટેલ ના રૂમ સુધી બંગળીઓ મોકલાવે છે. આ સિવાય બીબીજી ના માલિક કહે છે કે તે હંમેશા બંગળીઓ માં કઈક નવું કરવા વિશે વિચારવાની જરૂર રહે છે.
ઈશા અંબાણી ના લગ્ન માં અંબાણી પરિવારે રાજસ્થાન ની આ ખાસ દુકાન માંથી જ બંગળીઓ ની ખરીદારી કરી હતી.આ સિવાય બૉલીવુડ ની ઘણી અભિનેત્રી તથા ઘણા એવા ધનિક લોકો અબ્દુલ ની દુકાન પર જ બંગળીઓ માટે નો ઓર્ડર આપે છે, જે તેઓને પહોંચાડવામાં આવે છે.

અબ્દુલ સતાર કહે છે કે તેમણે ઉદયપુર માં થયેલા ઈશા ના પ્રિ-વેડિંગ સમારોહ માં મહેમાનો એ અને દેશ વિદેશ થી આવેલ મહેમાનોએ તેમની પારંપરિક બંગળીઓ ખરીદી હતી.

કરન જોહર ની સાથે અબ્દુલ:જ્હાન્વી કપૂર અબ્દુલ જી ની બંગળીઓ ખરીદી રહેલી.ફેમસ અભિનેત્રી રવીના ટંડન એ પણ અબ્દુલ જી ની બંગળીઓ ખરીદી હતી.અભિનેત્રી રવીના ની સાથે અબ્દુલ જી અને મોહમ્મ્દ ઇરફાન
ઐશ્વર્યા રાઈ, અભિષેક અને આરાધ્યા ની સાથે અબ્દુલ જી:
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ની પત્ની અંજલિ અને અબ્દુકલ જી:
ફેમસ અભિનેત્રી શબાના આઝમી ને બંગળી પહેરાવી રહેલા અબ્દુલ જી:
શબાના આઝમી પતિ જાવેદ અખ્તર અને અબ્દુલ જી:
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ની સાથે અબ્દુલ સતાર:
રિલાયન્સ ફાઉન્ડેશન સ્વદેશ બજાર ના તરફથી બીબીજી ને આપવામાં આવ્યો બંગળીઓ નો ઓર્ડર:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here