ખબર

અમદાવાદની આ કંપનીએ કર્યો ચમત્કાર..કોરોનાની રસી તૈયાર કરી નાંખી! વાંચો અહેવાલ

હાલ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. ઘણા દેશો દ્વારા કોરોનાની રસી શોધવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ બધા જ દેશોનું લક્ષ્ય કોરોનાની રસી શોધવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. આ વચ્ચે ગુજરાતમાંથી એક સારા સમાચાર મળી રહ્યા છે.

Image source

અમદાવાદમાં ઝાયડસ કેડિલાને કોરોના વાયરસ માટે એક બાયોલોજિક ટ્રીટમેન્ટ Interferon Alpha-2b પર કામ કરી રહી છે. આ થેરાપીનો ઉપયોગ ચીન અને ક્યુબામાં દર્દીઓને સાજા કરવા માટે કરવામાં આવ્યો છે. અમદાવાદની ઝાયડસ કેડિલાને કોરોના રસીના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.

Image source

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાની એક વધુ વેક્સીનને હ્યુમન ટ્રાયલ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દેશમાં પાંચ દિવસમાં આ બીજી વેક્સીન છે જેને સરકારે ક્લીનિકલ મંજૂરી આપી છે. આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. આ પહેલા હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીને આ પરમિશન આપવામાં આવી છે.

Image source

પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ ક્લીનિકલ ટ્રાયલને પુરુ કરવામાં અંદાજે 3 મહીનાનો સમય લાગી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેક્સીનની પશુઓ પર કરવામાં આવેલી ટ્રાયલ સફળ રહી છે. જેના આધાર પર કંપનીને આગળના ફેઝમાં કામ કરવાની મંજૂરી મળી છે.

આ અગાઉ ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પહેલી Covid-19 વેક્સીન – Covaxin tm માનવ ક્લીનિકલ પરીક્ષણ પહેલા અને બીજા તબક્કા માટે DGCI ની મંજૂરી મળી હતી. આ પરીક્ષણ જુલાઇ 2020માં શરુ કરવામાં આવશે. જેથી હવે ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ ગઈ તો વિશ્વના અનેક દેશોમાં તેની મોટી માંગ રહેશે. અને ઈન્ડિયા સહિત ગુજરાતનો ડંકો વાગશે.

Image source

ગ્રુપનું વેક્સીન ટેક્નોલોજી સેન્ટર પ્લાઝમીડ ડીએનએ વેક્સીન બનાવવાનું કામ કરી રહ્યું છે. અહીં તમામ જરૂરી વિવિધ રસીઓ વિકસાવવા અને ઉત્પાદિત કરવાની વિશાળ ક્ષમતા છે. કેડિલાએ 2010માં ફાટી નીકળેલાં સ્વાઈન ફલૂની સૌપ્રથમ રસી બનાવી હતી. ગ્રુપનું બીજું રિસર્ચર યુનિટ એતના બાયોટેક રિવર્સ જિનેટિક્સ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.