મનોરંજન

સલમાનની હિરોઈને કાસ્ટિંગ કાઉચ ભાંડો ફોડ્યો, કહ્યું- કિસિંગ સીનના બહાને ડાયરેક્ટરે મને…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બૉલીવુડ એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તો ઘણી એક્ટ્રેસે #MeToo અભિયાન અને કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો છે.

જે તેને તેની કરિયર દરમિયાન ભોગવવી પડી હતી. ત્યારે વધુ એક એક્ટ્રેસ સામે આવી છે જે ને તેની સાથે થયેલા એવા વ્યવહારને લઈને વાત કરી ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાને પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતની કરિયર દરમિયાન તેની સાથે ઘણા લોકોએ આ રીતની હરકત કરવાની કોશિશ કરી હતી. ઝરીન ખાન એક વાર નહીં પરંતુ 2 વાર કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી.

ઝરીન ખાને આ બાબતે જણાવ્યું હતું કે એક ફિલ્મમાં કિસિંગ સીન હતો. ફિલ્મના નિર્દેશકે કહ્યું કે તેની સાથે કિસિંગ સીનનું રિહર્સલ કરવા માંગે છે. ઝરીને આગળ જણાવ્યું હતું કે, એ આ વાત શોક થઇ ગઈ હતી. બાદમાં તેને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

🔷🔵🔷🔵🔷 #HappySunday #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીન ખાને જણાવ્યું હતું કે, હું કોઈનું નામ લેવા નથી ઇચ્છતી. પરંતુ ત્યારે હું ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી. ત્યારે નિર્દેશકે મને કહ્યું હતું કે, તારે તારા ખુદને ખુલ્લું છોડવું પડશે. અને તારી અંદર જે બીક છે તેને દૂર કરવી પડશે. આપણે કિસિંગ સીનનું રિહર્સલ કરીશું. મેં કીધું શું ? હું કોઈ કિસિંગ સીનનું રિહર્સલ નહિ કરું.

ઝરીને અન્ય અનુભવ જણાવતા કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝમાં એક વ્યક્તિએ તેને કહ્યું હતું કે, જો તે દોસ્તી આગળ વધારે તો તે આગામી પ્રોજેક્ટમાં તેની મદદ કરી શકે છે. ત્યારે આ શખ્સને જવાબ આપતા કહ્યું હતું કે, તે ઈન્ડસ્ટ્રીઝમાં તેના દમ અને ટેલેન્ટના બળ પર કામ કરીને હાંસિલ કરવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે, ઝરીન ખાન એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ઝરીન ખાણે સલમાન ખાનની ફિલ્મ ‘ વીર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ વધારે ઉખાડી શકી ના હતી. તેને કરિયરમાં લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

🎬 #NoirEtBlanc #ZareenKhan

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીન ખાનના કામની વાત કરવામાં આવે તો તે જલ્દી જ પંજાબી ફિલ્મ ‘ડાકા’ માં નજરે આવશે. બૉલીવુડ કિરદારો મોટાભાગે પોતાની સ્ટાઇલ, ફેશન કે ફિગરને લઈને આલોચનાનો શિકાર થતા રહે છે. એવામાં સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મથી ડેબ્યુ કરનારી હિરોઈન ઝરીન ખાન પણ મોટાભાગે પોતાના શરીરને લીધે આલોચનાનો શિકાર થતી રહે છે.

સલમાનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી હોટ એક્ટ્રેસે ઝરીન ખાનને બધા જ લોકો જાણે છે. ઝરીન ખાનનો લુક ઇન્ટરનેટ પર વાયરલ થતો રહે છે. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ઝરીન ખાનનો વિડીયો બહુજ વાયરલ થયો છે. ઝરીન ખાનના ફેન્સ તેને બોલ્ડ અબે લુકમાં ઇન્ટરનેટ પર લોકો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Yayyy … 6th October 2017 it is ! 💃🏼 #Aksar2 #ReleaseDate #ComingSoon

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીન ખાને અમુક દિવસો પહેલા પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરમાં ઝરીન ખાનના કમર પર સ્ટ્રેચ માર્ક સ્પષ્ટ દેખાઈ રહયા હતા. બસ એવામાં લોકોંને તેને ટ્રોલ કરવાનો મૌકો મળી ગયો.લોકોએ આ સ્ટ્રેચ માર્કને લઇને ખુબ મજાક બનાવ્યો અને આડા-અવળી વાતો પણ લખી હતી. એવામાં ઝરીન ખાને આવા લોકોને કરારો જવાબ આપતા તેઓની બોલતી બંધ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

Mauritius loving with @rodegautam & @chiragnb 🌊☀️🌴 #Aksar2

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

ઝરીને કહ્યું કે,”જે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે આખરે મારા પેટને શું થયું છે તો કહી દઉં કે આ એક એવા વ્યક્તિનું વાસ્તવિક પેટ છે જેણે 50 કિલોથી પણ વધારે વજન ઘટાડ્યો છે. તે એવું જ દેખાય છે, જ્યારે તેને ન તો ફોટોશોપ કરવામાં આવ્યું છે કે ન તો કોઈપણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે”.