કોરોનામાં છીનવાઈ ગયો રોજગાર તો મા-દીકરી કરવા લાગ્યા દેહ વિક્રયનું કામ, પોલીસે પકડ્યા તો જે કહ્યું તે સાંભળીને તમારું હૈયું પણ કંપી ઉઠશે

જીસ્મનો ધંધો કરતા રંગેહાથે પકડાઈ ગઈ તો રડતા રડતા કહ્યું કે…

કોરોના અને લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉનના કારણે ઘણા લોકોની નોકરીઓ છૂટી ગઈ છે, તો ઘણા લોકોના વેપાર ધંધા પણ બંધ થઇ ગયા છે, આવા સમયે ઘણા લોકો બેરોજગાર બન્યા છે અને તમેની પાસે કોઈ કામ નથી, જેના કારણે તેમની પાસે 2 ટંકના ખાવાના પણ પૈસા નથી હોતા. આ કારણના લીધે ઘણા લોકો ના ઇચ્છવા છતાં પણ એવા કામ કરતા હોય છે જે સમાજની અંદર ખરાબ માનવામાં આવે છે.

આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં કોરોનાના કારણે બેરોજગાર બનેલા મા-દીકરીએ પોતાના જ ઘરમાં વિક્રય કરવાનું શરૂ કર્યું હતું. તે બંને પોતાના જ ઘરમાં બે યુવકો સાથે હતા ત્યારે જ પોલીસે ત્યાં રેડ પાડી અને અચાનક આવેલી પોલીસને જોઈને મા-દીકરી બંનેના પરસેવા છૂટી ગયા હતા. ઘરમાં હાજર યુવકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યા.

આ મામલો સામે આવ્યો છે પંજાબના મુક્તસર જિલ્લામાંથી. જ્યાંના મલોટ ની નાનક નગરીમાં પોલીસે ગાઢ વસ્તીમાં રહેલા એક ઘરની અંદર છાપામારી કરી હતી. અહીંયા પોલીસે મા-દીકરીની ઉપર વિક્રય કરવાનો આરોપમાં ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ગોપનીય સૂચના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ હિરાસતમાં આવેલા આરોપીઓની પુછપરછ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે ઘણા દિવસોથી નાનક નગરીમાંથી સૂચના મળી રહી હતી. કે મા દીકરી દ્વારા દેહ વિક્રય કરવામાં આવી રહ્યું છે. ગીચ વસ્તીમાં ચાલી રહેલા આ ધંધાના કારણે બાળકો ઉપર ખરાબ અસર પડી રહી છે. આ સૂચના બાદ પોલીસે અહીંયા છાપામારી કરવાની યોજના બનાવી હતી. છાપામારી દરમિયાન મહિલાના ઘરમાંથી બે યુવકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

જો કે જણાવવામાં આવી રહ્યું છે કે મા-દીકરીને કોરોના કાળની અંદર કામ ધંધો બંધ થવાના કારણે આ ધંધામાં ઉતરવું પડ્યું હતું. કામ ના હોવાના કારણે પરિવારની આર્થિક હાલત પણ ખરાબ થઇ ગઈ હતી. જેના કારણે બંનેએ આ રસ્તો અપનાવવાનું નક્કી કર્યું હતું. તો આ બાબતે પોલીસનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવેલ મા દીકરી સાથે પુછપરછ ચાલી રહી છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેના બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel