ખબર

સીએમ યોગી આદિત્યનાથની સોશિયલ મીડિયા ટીમના કર્મચારીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જે લખ્યુ તે જાણીને તો…

સીએમ અને સરકારની સોશિયલ મીડિયાનું કામ દેખનારી કંપનીના કર્મચારીએ લખનઉમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. જો કે, અત્યાર સુધીઆ મામલે પોલિસ તરફથી કોઇ FIR નોંધવામાં આવી નથી.

ઇંદિરાનગર નિવાસી પાર્થ શ્રીવાસ્તવ બુધવારે સવારે તેમના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. બહેનનો દાવો છે કે તેણે મરતા પહેલા સુસાઇડ નોટ ટ્વીટ કરી છે, એ ટ્વીટને હવે ડિલીટ કરી દેવામાં આવી છે. પાર્થે સુસાઇડ નોટમાં કંપનીમાં કાર્યરત એક યુવતિ અને તેનો સાથે આપનાર અધિકારીને તેની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે સુસાઇડ નોટમાં લખ્યુ કે, મારી આત્મહત્યા એક હત્યા છે. બહેને ન્યાયની ગુહાર લગાવતા તપાસની માંગ કરી છે.

તેની બહેન શિવાની અનુસાર, પાર્થે બુધવારે સવારે લગભગ 4 વાગ્યે સુસાઇડ નોટ ટ્વીટ કરી. તેમના મિત્રએ ટ્વીટ જોઇ અને બહેન શિવાનીને 8 વાગ્યે ફોન કરી સુસાઇડ નોટ વિશે જણાવ્યુ. બહેને માતા-પિતાને ફોન કરી પાર્થનો રૂમ ચેક કરવા જણાવ્યુ, તેમના માતા-પિતાએ દરવાજો ખોલી જોયુ તો પાર્થ ફંદા પર લટકી રહ્યો હતો. તેમણે પાર્થને ઉતાર્યો અને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

તેની બહેનનું કહેવુ છે કે,. પોલિસ પાર્થનો મોબાઇલ અને અન્ય વસ્તુઓ લઇ ગઇ છે. તેનો આરોપ છે કે, પાર્થે જે ટ્વીટ કર્યુ હતુ તેને ડિલિટ કરવામાં આવ્યુ છે. બહેનના અનુસાર, પાર્થે સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, તેની કંપનીના અધિકારી પુષ્પેંદ્ર નાની નાની ભૂલ પર તેના પર નારાજ થતો હતો. તે કંપનીમાં કામ કરનાર એક યુવતિના ગુણ ગાતો રહેતો હતો જયારે પાર્થ ઘણી મહેનત કરતો તો પણ તેને નાકારો સાબિત કરવામાં આવ્યો.

Image Source

તેણે સુસાઇડ નોટમાં એ પણ લખ્યુ છે કે, તેની આત્મહત્યા એક હત્યા/ખૂન છે. જેની જવાબદાર સાથે કામ કરનાર યુવતિ અને તેનો સાથ આપનાર પુષ્પેંદ્ર સિંહ છે. તેની બહેનનુ કહેવુ છે કે, પાર્થ છેલ્લા કેટલાક દિવસથી પરેશાન હતો. તેને પ્રતાડિત કરવામાં આવતો હતો.