જ્યોતિષ શાસ્ત્ર

જાણો વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે? કઈ રાશિ માથે આવી રહી છે મુશ્કેલીઓ? અને કઈ રાશિને થશે લાભ? ક્લિક કરીને વાંચો

થોડા જ દિવસોમાં  શરૂઆત થઇ રહી છે. તો વર્ષ 2020નું વાર્ષિક રાશિફળ પ્રમાણે કેટલીક રાશિઓ માટે આવનાર નવું વર્ષ લાભદાયક રહેશે તો કેટલીક રાશિઓને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.  જોઈએ નવા વર્ષે 12 રાશિઓનું વર્ષ કેવું રહેશે.

1. મેષ – અ,લ ,ઈ (Aries):
વર્ષ 2020 આ રાશિઓ માટે આર્થિક રીતે સારું છે. સાથે જ સંતાનપક્ષ તરફથી પણ આ વર્ષે તમને ખુશી મળશે.  તમારા માટે નિરાશાજનક રહી શકે છે કારણ કે શનિદેવ તમારા કર્મના ભાવમાં બિરાજમાન રહેશે। જેના લીધે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવવાનો ખ્યાલ તમને આવી શકે છે હે તમારા માટે સારું રહેશે. આ વર્ષે તમારું ક્યાંક અટવાયેલું ધન તમને પાછું મળી શકે છે. વૈવાહિક અને પારિવારિક જીવન તમારા માટે આ વર્ષે સારું રહેશે. પ્રેમ વિશે જો વાત કરવા જઈએ તો આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે.
ઉપાય: શનિવારના દિવસે શનિદેવનું પૂજન કરવું અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જેનાથી તમારી નજીક આવનારી નકારાત્મક શક્તિઓ દૂર રહેશે.


2.વૃષભ – બ, વ, ઉ (Taurus):

વૃષભ રાશિ માટે આ વર્ષ સામાન્ય રહેશે. શનિદેવની પનોતીના કારણે ગયા વર્ષે ચાલી આવતી કેટલીક સમસ્યાઓ આ વર્ષે પણ તમને હેરાન કરી શકે છે. જોકે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી આ સમસ્યાઓ દૂર જરૂર થશે. આ વર્ષે બૃહસ્પતિ દેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જરૂર આવશે સાથે ઘરમાં કોઈ સારું કાર્ય પણ થઇ શકશે. આ વર્ષે તમે તમારી જાતને આધ્યાત્મ તરફ લઇ જશો અને જેના કારણે તમને વડીલોના આશીર્વાદ પણ મળશે. આ વર્ષે આ રાશિના જાતકોને સંતાન સુખ પ્રાપ્ત થઇ શકે છે. નવા વર્ષનો છેલ્લો સમય તમારા માટે સુખદ હોવાની પૂર્ણ શક્યતા છે.
ઉપાય: બૃહસ્પતિના મંત્રનો નિયમિત જાપ કરવો અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા.


3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ વર્ષ મિથુન રાશિ માટે મધ્યમ ફળદાયી રહેશે. કારણ કે વર્ષની શરૂઆતમાં જ શનિ તમારા સાતમા સ્થાનમાં બિરાજમાન રહશે અને જાન્યુઆરીના અંતથી આખું વર્ષ આઠમા ભાવમાં રહેશે માટે તમે માનિસક તાણના શિકાર બની શકો છો અને સાથે જ કોઈ લાંબી યાત્રા ઉપર પણ જઈ શકો છો. આ વર્ષે તમારા જીવન સાથીની સંભાળ રાખવી કારણ કે આ વર્ષે તેમની તબિયત બગડી શકે છે. કાયર્ક્ષેત્રની અંદર કોઈ સાથે અણબનાવ બની શકે છે માટે જેમ બને તેમ પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરવો. આ વર્ષે સંતાનોનું સ્વાસ્થ્ય અને શિક્ષણ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ વર્ષે તમને કોઈપણ રોકાણ કરતા પહેલા ઊંડું ચિંતન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય: શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે કીડીઓ માટે ખાંડ મુકવી અને બુદ્ધ મંત્રનો જાપ કરવો.
4. કર્ક – ડ, હ (Cancer):
આ વર્ષ કર્ક રાશિ માટે સારું રહેશે. આ વર્ષે તમારા શત્રુઓનો પરાજય થશે, કોર્ટ કચેરીના મામલામાં પણ તમને સફળતા મળશે. વર્ષના માધ્યમ આવકના નવા રસ્તા ઉઘડવાની પૂર્ણ શક્યતા છે. આ વર્ષે કોઈ લાંબી યાત્રા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કોઈ દુર્ઘટના પણ થઇ શકે છે. આ વર્ષે ક્યાંક રોકાયેલું ધન પણ તમને પ્રાપ્ત થવાની સંભાવના છે. આ રાશિના જે જાતકો લગ્ન યોગ્ય થઇ ગયા છે તે લોકો પણ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે આ વર્ષ તમારા માટે એકંદરે સારું જ રહેશે છતાં પણ કેટલાક નિર્ણયો વિચારીને લેવાની જરૂર છે.
ઉપાય: શનિવારના દિવસે અડદની દાળનું ડેન કરવું અને પૂનમના દિવસે ચંદ્રની ઉપાસના કરવી.
5. સિંહ – મ, ટ (Lio):
નવું વર્ષ સિંહ રાશિના જાતકો માટે ફળદાયી નિવળશે. આ વર્ષે તમારા રોકાયેલા કામ પૂર્ણ થવા લાગશે સાથે જ જીવનમાં આવનાર કેટલીક મુશ્કેલીઓ પણ આ વર્ષે દૂર થઇ જશે. સિંહ રાશિના જાતકો માટે આ વર્ષે લગ્ન માટે સારા માંગા આવી શકે છે. વ્યાપાર ક્ષેત્રમાં પણ આ વર્ષે આ રાશિના જાતકો કમાલ કરી શકે છે. જે લોકો નોકરીમાં જોડાયેલા છે તેમને પણ પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ આ વર્ષ સારું રહેશે. વૈવાહિક જીવનમાં થોડી સમસ્યાઓ આવી શકે છે.
ઉપાય: સવારે ઉઠી અને સૂર્યદેવને પાણી ચઢાવવું તેમજ બજરંગ બાણનો પાઠ કરવો.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
કન્યા રાશિ માટે વર્ષની શરૂઆતના સમયમાં માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કામના કારણે ક્યાંક બહાર જવાનું પણ થઇ શકે છે. આ વર્ષે તમારા દુશ્મનો પણ વધી શકે છે. આ વર્ષે [પારિવારિક જીવનમાં પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે તમે જેટલું કામ કરશો તેના અનુરૂપ તમને ફળ પ્રાપ્ત નહીં થાય. વર્ષના મધ્યમાં તમારી તબિયત બગડી શકે છે માટે પોતાનું ધ્યાન રાખવું. તમારા જીવનસાથી સાથે વાળ વિવાદ ના કરવો.
ઉપાય: શુભફળની પ્રાપ્તિ માટે સુંદરકાંડનો પાઠ કાવો અને કુંવારીકાઓને વસ્ત્રોનું દાન પણ કરવું.
7. તુલા – ર, ત (Libra):
વર્ષ 2020 તુલા રાશિ માટે શુભ રહેશે. ખાસ કરીને તમારા કાર્યક્ષેત્રમાં તમને સારીસફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ આ વર્ષે મધુરતા બનેલી રહેશે અને તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશો. વર્ષના માધ્યમ શનિદેવની પનોતીના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શેક છે માટે આ સમય દરમિયાન લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે નહિતર નુકશાન થવાનો ખતરો રહે છે.વાહન ચલાવતી વખતે પણ સાવધાન રહેવું, આ વર્ષે કોઈ જુના મિત્ર સાથે પણ મુલાકત થઇ શકે છે. વૈવાહિક જીવન આ સમય દરમિયાન સારું રહેશે કારણ કે તમારું જીવનસાથી તમને સમજી શકશે.
ઉપાય:  ગાયને ઘાસ ખવડાવું તેમજ તમારા કુળદેવીની પૂજા કરવી.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
પરાવિરિક દૃષ્ટિથી જોવા જઈએ તો વર્ષ 2020 વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રહેશે. એક તરફ જ્યાં તમે પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા ઉપર જઈ શકો છો ત્યારે બીજી તરફ તમને પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ આ વર્ષ તમારા માટે શુભ રહેશે.  બસ વર્ષના મધ્યમાં તમારે તમારા સ્વાસ્થ્ય માટે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આ વર્ષે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવવાની સંભાવના છે અને જીવનસાથીનો પણ પૂરતો સહકાર મળશે.
ઉપાય: 107 બખત ચંદ્ર મન્ત્રનો જાપ કરવો.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ વર્ષની શરૂઆત ધન રાશિ માટે માનિસક તાણ સાથ રહેશે કારણ કે આ વર્ષે શનિની પનોતી આ રાશિના ના જાતકોને હેરાન કરશે. પરિવારમાં ઝગડા પણ થઇ શકે છે. જોકે નવું કામ શોધતા વ્યક્તિઓને આ વર્ષે સફળતા મળી શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ આ વર્ષ સારું નથી. માટે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું. જે લોકો વિદેશ જવાની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પુરી થવાની સંભાવના છે. આ વર્ષે પ્રમોશન થવાની પણ પૂર્ણ સંભાવના છે.
ઉપાય: મુશ્કેલીઓથી દૂર રહેવા માટે નિયમિત રૂપથી હનુમાન અષ્ટકનો પાઠ કરવો. મંગળવારના દિવસે હનુમાનદાદાના મંદિરે જઈને 3 કેળા ચઢાવવા.
10. મકર – જ, ખ (Capricorn):
મકર રાશિ માટે નવું વર્ષ હળતુ ભળતું રહેશે. આ વર્ષે તમને કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળી શકે છે પરંતુ તેના કારણે પૈસાનો પણ ખર્ચો થતો રહેશે જેના કારણે પણ તમે માનસિક તણાવમાં રહેશો. આ વર્ષે વાહન ચલાવતી વખતે તમારે ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. પરીવર્ક જીવનમાં પણ પૈસાના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. આ વર્ષે કોઈપણ નિર્ણય લેતા પહેલા કોઈ સમજદાર માણસ પાસે સલાહ અવશ્ય લેવી નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને પાછળથી અફસોસ કરવાનો પણ થઇ શકે છે.
ઉપાય: શનિમંદિરમાં જઈને તેલ ચઢાવવું અને શનિદેવની પૂજા કરવી.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
કુમ્ભ રાશિના જાતકો માટે આ વર્ષ બહુ જ સુંદર રહેશે. આ રાશિના જાતકોને આ વર્ષે મકાન, જમીન અને માલ મિલ્કતના કેસમાં સફળતા મળી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પણ બઢતી મળી શકે છે. શનિની સાડાસાતી તમારા ઉપર હોવાના કારણે તમારું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો આ વર્ષ તમને સારો અનુભવ આપશે. પરિવારની સ્થિત પણ સારી રહેવાની આશા છે.
ઉપાય: શનિદેવના 108 મંત્રનો જાપ કરવો અને પીપળાના ઝાડ નીચે પાણી ચઢાવવું.
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
મીન રાશિ માટે નવું વર્ષ શુભ ફળદાયક રહેશે. આ વર્ષે તમને ઈચ્છીત નોકરી પણ મળી શકે છે સાથે જ તમારા જીવનમાં પ્રેમનું આગમન પણ થઇ શકે છે. આ વર્ષે તમને સ્ત્રીઓનો વિશેષ સહયોગ મળશે જેના કારણે તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો. જો કે આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે આ વર્ષે તમારો તાલમેલ ખુબ જ સારો રહેશે. તમારું સાથી દરેક પરિસ્થિતિમાં તમારો સાથ આપશે.
ઉપાય: બૃહસ્પતિ દેવના મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ ભગવાનને રોજ  મીઠાઈ અર્પણ કરવી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.