દુનિયામાં કારના શોખીનોની કમી નથી. બાઈક, કાર, વિન્ટેજ, ઓટોમેટિક કાર અને કેટલીય ગાડીઓ હોય છે. આપણી આસપાસ પણ કેટલાય લોકો એવા હશે કે એ જે ગાડીઓને ખૂબ જ પસંદ કરતા હશે અને તેમના સપનાની ગાડી કોઈ મોંઘી ગાડી જ હશે. પણ વિશ્વમાં એવી કેટલીક ગાડીઓ પણ છે કે જે આપણે ઇચ્છવા છતાંય ખરીદી નથી શકતા. આપણે ઘણી ગાડીઓ જોઈ હશે જેની કિંમત આપણને હેરાન કરી દેતી હશે, પણ આજે આપણે વાત કરીશું એવી ગાડીઓ વિશે કે જેની કિંમત જાણીને તમને વિશ્વાસ નહિ આવે. આ છે વિશ્વની સૌથી મોંઘી ગાડીઓ –
Bugatti La Voiture Noire

Bugattiની La Voiture Noireનો ફ્રેન્ચમાં અર્થ થાય છે કાળી કાર. La Voiture Noire એ અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પોર્ટ્સ કાર છે, અને કંપનીએ ફક્ત એક જ કાર બનાવી છે. આ એક લક્ઝરી લિમોઝિન સાથે આરામદાયક કૂપે છે અને તેમાં હાઇપર સ્પોર્ટ્સ કારનો પાવર છે. આ કારની કિંમત આશરે 87.6 કરોડ રૂપિયા છે, અને ટેક્સ લગાવ્યા બાદ આ કારની ઓન રોડ કિંમત વધીને 133 કરોડ થઈ જાય છે. આ ભાવમાં આશરે 45 કરોડનો ટેક્સ સામેલ છે.
Pagani Zonda HP Barchetta

આ કાર ખૂબ જ ખાસ છે કારણ કે આ કારણે બનાવનારના ઇનિશિયલ HP (Horacio Pagani) પર આ કાર પર અંકિત છે. ઇટાલિયન કંપની Pagani ની આ કારની કિંમત 121 કરોડ રૂપિયા છે અને આખા વિશ્વમાં માત્ર આ ત્રણ જ કાર છે. એક આ ગાડીને બનાવનાર વ્યક્તિ પાસે અને બાકીની બંને વેચી નાખવામાં આવી છે. આ ગાડી દેખાવમાં ખૂબ જ સરસ છે, પણ આ ગાડીમાં છત નથી, ખૂબ જ મોંઘી છે અને મોસમનો માર ઝીલવામાં અસમર્થ છે. આ ગાડીની વિન્ડશીલ્ડ અર્ધગોળાકાર બનાવવામાં આવી છે.
Rolls Royce Sweptail

Rolls Royce Sweptail ની કિંમત 90.4 કરોડ રૂપિયા છે. વર્ષ 2017 માં આ કારણે વિશ્વની સૌથી મોંઘી કારનો ખિતાબ મળ્યો હતો. આ કાર 2013માં બનાવવામાં આવી હતી અને આને એક એરક્રાફ્ટ સ્પેશિયાલિસ્ટ ડિઝાઇન કરી હતી. 6.75 લિટરના V12 એન્જીન સાથે આમ 453 બ્રેક હોર્સ પવારની તાકાત છે.
Mercedes-Maybach Exelero

જર્મન કંપની Maybach-Motorenbau GmbH દ્વારા બનાવવામાં આવેલી આ Mercedes-Maybach Exelero સૌથી શ્રેષ્ઠ કારોમાંથી એક છે. આ કારની કિંમત 55.65 કરોડ રૂપિયા છે. આ કારનું આખા વિશ્વમાં માત્ર એક જ યુનિટ છે. આનું એન્જીન 690 બ્રેક હોર્સ પાવરની શક્તિવાળું V12 એન્જીન છે અને આ ગાડી 0-100 કિલોમીટરની સ્પીડ માત્ર 4.4 સેંકડમાં જ પકડી લે છે.
Koenigsegg CCXR Trevita

CCXR Trevita સ્વીડિશ ઓટોમેકરની Koenigsegg ગાડી મોંઘી ગાડીઓમાંથી એક છે જેની કિંમત 35 કરોડ રૂપિયા છે. CCX સિરીઝની માત્ર 49 Trevita ગાડીઓ 2006 થી 2010 માં બનાવવામાં આવી હતી. (30 CCX, 9 CCXR, 6 CCX/CCXR Edition, 2 CCXR Special Edition અને 2 CCXR Trevita). આ કારની ખાસિયત છે કે આમાં ડાયમંડ વીવ કાર્બન ફાયબર ફિનિશ આપવામાં આવી છે. આ કારનું બોડી એટલું શ્રેષ્ઠ છે કે આને જોઈને જ લોકો દીવાના થઇ જાય છે.
Lamborghini Veneno

આ કાર 2013 માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારના માત્ર 14 જ યુનિટ બનાવવામાં આવ્યા હતા. 2013માં જેનેવા મોટર શોમાં પહેલીવાર Lamborghini Veneno કાર બતાવવામાં આવી હતી. આ કારની કિંમત 45 કરોડ હતી અને આમાં 6.5 લિટરનું 740 બ્રેક હોર્સ પાવરનું V12 એન્જીન હતું. આ ગાડી 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી 3 સેકન્ડમાં જ પહોંચી શકે છે. આ વિશ્વની સૌથી વધુ તાકાતવર કાર છે.
Bugatti Veyron

જો સુપરકારની વાત જ કરવામાં આવે તો Bugatti Veyronની વાત કરવામાં આવે જ છે. આ ગાડી સૌથી પહેલા 2005 માં બની હતી. આ કારની ટક્કરની કાર અત્યાર સુધીમાં એક પણ નથી બની. ભલે પવારના મામલે 1500 હોર્સ પાવરની Chiron એ માટે આપી હોય, પણ આજે પણ આ લોકોની ફેવરેટ કારમાંથી એક છે. આના ઓરીજનલ 16.4 વેરિયંટના માત્ર 270 યુનિટ જ બન્યા છે. Bugatti Veyron નું એક્સક્લુઝિવ એડિશન Mansory Vivere માત્ર 30 કરોડનું છે. આ કારમાં 1200 હોર્સ પાવરનું એન્જીન લાગ્યું છે અને 406 કિલિમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.