જાણવા જેવું

વિશ્વના 10 સૌથી મોંઘા મોબાઈલ ફોન, જેની કિંમત છે કરોડોમાં

કોઈએ સાચું કહ્યું છે કે શોખ એક મોટી વસ્તુ છે. લોકો તેમના શોખ માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર રહેતા હોય છે. આજના યુગમાં, જયારે મોબાઇલ ફોન દરેક માટે જરૂરી બની ગયો છે. આવી સ્થિતિમાં, લોકો પોતાના માટે શ્રેષ્ઠ અને નવીનતમ ફોન લેવા માંગે છે. આજે, મોબાઈલ ફોન એ આપણી જરૂરિયાતોનો મહત્વપૂર્ણ ભાગ બની છે. જ્યાં એકથી ચઢિયાતા એક મોંઘા મોબાઈલ ફોન્સ આવી રહ્યા છે, બીજી તરફ, એક સસ્તો મોબાઇલ ફોન પણ બજારમાં ઉપલબ્ધ છે, ફોન એ આપણા રોજિંદા જીવનની મુખ્ય જરૂરિયાત છે.

Image Source

મોબાઈલ ફોન આપણા માટે ખૂબ ઉપયોગી છે આ એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ દુનિયામાં એવા મોબાઇલ પણ છે જે આપણા મોબાઈલ જેવું જ કામ કરે છે, પરંતુ તેનું મૂલ્ય કરોડોમાં છે. સામાન્ય લોકો તેને ખરીદવા વિશે વિચાર પણ કરી શકતા નથી. આ મોબાઇલ શ્રીમંત લોકો માટે બનાવવામાં આવે છે, અને મોટાભાગના ધનિક લોકો જ આ મોબાઈલો રાખે છે.

Image Source

ત્યારે વાત કરીએ આ વર્ષે જુલાઈ મહિનામાં જ ચાઈનીઝ કંપની શાઓમીએ ભારતમાં શુદ્ધ સોનાથી બનેલો ફોન રજૂ કર્યો હતો. જે Redmi K20 pro ની સિગ્નેચર એડિશન છે. આ સ્માર્ટફોનમાં હીરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આવા ફક્ત 20 સ્માર્ટફોન બનાવવામાં આવી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે આ ફોન બનાવવાની કિંમત 4.8 લાખ રૂપિયા છે. પરંતુ કંપનીએ હજી સુધી નક્કી કર્યું નથી કે તે કેટલી કિંમતે વેચવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત લાખોમાં રાખવામાં આવશે, ત્યારે આજે આજે જાણીએ એવા ફોન્સ વિશે કે જેની કિંમત કરોડોમાં છે –

1. Diamond Rose iPhone 4 32GB – કિંમત 56 કરોડ રૂપિયા

Image Source

વિશ્વનો સૌથી મોંઘો મોબાઇલ Diamond Rose iPhone 4 છે, જેને સ્ટુઅર્ટ હ્યુજીઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ફોનની કિંમત લગભગ 8 મિલિયન ડોલર છે એટલે કે 56 કરોડ રૂપિયા છે. આ ફોનમાં 100 કેરેટના 500 કિંમતી હીરા જડવામાં આવ્યા છે અને આ ફોન પાછળની બાજુએ રોઝ ગોલ્ડમાંથી બનાવવામાં આવેલો છે. એમાં એપલનો લોગો 53 હીરાથી બનેલો છે. આ સિવાય તેનું ફ્રન્ટ નેવિગેશન બટન પ્લેટિનમનું બનેલું છે, જેમાં 8 કેરેટનો ડાયમંડ લાગેલો છે. ફોનમાં 32 જીબી મેમરી છે. ફોનમાં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે. ફોનમાં 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો છે.

2. Supreme Goldstriker iPhone 3G 32GB – કિંમત 21 કરોડ રૂપિયા

Image Source

વિશ્વનો બીજો સૌથી મોંઘો મોબાઇલ ફોન Supreme Goldstriker iPhone 3G છે, જેની કિંમત 3,200,000 ડોલર એટલે કે 21 કરોડ રૂપિયા છે. આ મોબાઇલની સાઇડ અને બેકસાઇડ ગોલ્ડથી સજાવવામાં આવી છે, આ ઉપરાંત, ફ્રન્ટ સ્ક્રીનની આસપાસ ચારે તરફ 1 કેરેટ અને હોમ સ્ક્રીન બટન માટે 7 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ ફોનમાં 271 ગ્રામ 22 કેરેટ ગોલ્ડ છે. આમાં 53 હીરા પણ જડેલા છે.

3. iPhone 3G King’s Button – કિંમત 15 કરોડ રૂપિયા

Image Source

વિશ્વનો ત્રીજો સૌથી મોંઘો મોબાઇલ ફોન iPhone 3G King’s Button છે જેને ઓસ્ટ્રેલિયાના પીટર એલોઇસન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, આ મોબાઈલમાં 138 હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની સુંદરતાને વધારે છે. આ ઉપરાંત તેના હોમ સ્ક્રીન બટનમાં 6.6 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ મોબાઇલની કિંમત 2.4 મિલિયન ડોલર એટલે કે 15 કરોડ રૂપિયા છે.

4. GoldVish Le Million – કિંમત 8.97 કરોડ રૂપિયા

Image Source

આ મોબાઇલની ડિઝાઇન બાકીના મોબાઈલથી ખૂબ જ અલગ છે, આ મોબાઈલને ઇમેન્યુઅલ ગુએટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2006માં, તેને મોંઘા મોબાઈલ ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડ્સની સૂચિમાં પણ સામેલ થયો હતો. આ મોબાઇલમાં સફેદ ગોલ્ડ અને 20 કેરેટના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 1.3 મિલિયન ડોલર એટલે કે 8.97 કરોડ રૂપિયા છે.

5. Diamond Crypto Smartphone – કિંમત 8.97 કરોડ રૂપિયા

Image Source

આ સ્માર્ટ ફોનને લક્ઝરી ગૂડ્ઝ ઉત્પાદક પીટર એલોઇસન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે જે વિન્ડોઝ સીઇ પર આધારિત છે. આ મોબાઇલની ડિઝાઇન તેને વિશ્વના સૌથી મોંઘા મોબાઈલની સૂચિમાં સામેલ કરે છે. આ મોબાઇલના એક કવરમાં 50 હીરા છે, જેમાંથી 10 ભાગ્યે જ જોવા મળતા હીરા લગાવવાં આવ્યા છે. આ સિવાય તેમાં સોનાનો પણ ખૂબ ઉપયોગ થાય છે, તેનું મૂલ્ય આશરે $1.3 મિલિયન એટલે કે 8.97 કરોડ રૂપિયા છે. આ ફોનને પોલીસ સુરક્ષા પણ મળેલી છે. ફોનમાં 2.2 ઇંચનું ડિસ્પ્લે છે અને 64MB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

6. Gresso Luxor Las Vegas Jackpot – કિંમત 6.59 કરોડ રૂપિયા

Image Source

આ મોબાઇલને 2005 સ્વિટ્ઝરલેન્ડમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં 180 ગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની પાછળની બાજુ વિશ્વનું સૌથી મોંઘુ લાકડું વાપરવામાં આવ્યું છે અને આ લાકડું લગભગ 200 વર્ષ જૂનું છે જે આફ્રિકામાં મળે છે. આ મોબાઈલના નીલમ ક્રિસ્ટલથી બનેલા આ મોબાઇલની કિંમત 1 મિલિયન ડોલર એટલે કે 6.66 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

7. Vertu Signature Cobra – કિંમત 2.3 કરોડ રૂપિયા

Image Source

આ ફોનનું નામ જ કહી દે છે કે આ મોબાઇલ કોબ્રા સાપના લૂક સાથે બનાવવામાં આવ્યો છે. Vertu Signature Cobra વિશ્વના સૌથી મોંઘા મોબાઈલ ફોનમાં સાતમા ક્રમે આવે છે. આ મોબાઈલ ફ્રેન્ચ જવેલર દ્વારા બનાવવામાં આવ્યો છે, જો તમે તેની સુંદરતા વિશે વાત કરીએ તો તેમાં પિયરકટ ડાયમંડ, ગોળાકાર સફેદ ડાયમંડ અને 2 પન્ના આંખોની જગ્યા પર અને 439 રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 310,000 ડોલર એટલે કે 2.3 કરોડ રૂપિયા છે.

8. Black Diamond VIPN Smartphone – કિંમત 2.07 કરોડ રૂપિયા

Image Source

સોની એરિક્સનનો બ્લેક ડાયમંડ ફોન એ વિશ્વના સૌથી મોંઘા મોબાઇલ ફોનમાંથી એક છે. આ મોબાઈલમાં ફક્ત બે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એક ડાયમંડ નેવિગેશન બટન અને બીજા ડાયમંડને મોબાઇલની પાછળની બાજુએ લગાવવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 300,000 ડોલર એટલે કે 2.07 કરોડ રૂપિયા છે. તે મિરર ડિટેઇલિંગ, પોલીકાર્બોનેટ મિરર્સ અને ઓર્ગેનિક એલઇડી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. તેના માત્ર 5 યુનિટ્સ બનાવવામાં આવ્યા છે.

9. iPhone Princess Plus – કિંમત 1.25 કરોડ રૂપિયા

Image Source

આ મોબાઇલને ઓસ્ટ્રિયાના પ્રખ્યાત ડિઝાઇનર પીટર એલોઇસન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, પીટર એલોઇસનના જણાવ્યા મુજબ, આ મોબાઇલ ફોનમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ મોબાઇલ અને બાકીના આઇફોન મોબાઇલ વચ્ચે બહુ તફાવત નથી. આમાં હીરાનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, આ મોબાઇલની કિંમત 176,400 ડોલર એટલે કે 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનમાં 138 પ્રિન્સેસ કટ અને 180 બ્રિલિયન્ટ કટ ડાયમંડ છે.

10. Vertu Signature Diamond – કિંમત 58 લાખ રૂપિયા

Image Source

vertu તેના લક્ઝરી મોબાઇલ ફોન પ્રોડક્ટ્સ માટે ખૂબ પ્રખ્યાત છે. આ મોબાઇલ ફોન વિશ્વના સૌથી મોંઘા મોબાઇલ ફોનની સૂચિમાં સામેલ છે. આ ફોનમાં પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને બનાવવા માટે મશીનોનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે એક મોબાઇલ સુંદર હીરાના 200 ટુકડાઓ સજાવવામાં આવ્યો છે, આ ફોનની કિંમત 88,000 ડોલર એટલે કે 58 લાખ રૂપિયા છે. vertuએ આવા ફક્ત 200 ફોન્સ લોન્ચ કર્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.