દેશમાં મહિલા સુરક્ષા વિષે વાતો થઇ રહી છે. ભારત મહિલા સુરક્ષિત હોવાના દવા પોકળ સાબિત થાય છે. દરરોજ સવારે જાગીને જોઈએ ત્યારે અખબારમાં હોય કે સોશિયલ મીડિયામાં બળાત્કારના કે પછી છેડતીના કે આત્મહત્યાના બનાવો હોય જ છે, હાલમાં જ એડક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો બેંગ્લોરનો છે. એક 21 વર્ષની યુવતી બેંગ્લોરથી હાસન જઈ રહી હતી ત્યારે કંડકટર તેની સાથે ગેરવર્તુળક કરતો હોય તે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કંડકટરની હરકતોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ યુવતીએ કંડકટરને ખબરના પડે તે રીતે વિડીયો ઉતારી લઇ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બાદ કંડકટરને ગેરવર્તન કરવું ભારે પડી ગયું છે.

આ વીડિયોમાં જોઈ શકો છો કે, કંઈ રીતે કંડકટર ખરાબ હરકતો કરી જ્યાં-તા હાથ નાખી રહ્યો છે. નિર્દોષ છોકરીએ કંડકટરને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે માન્યો ના હતો. બાદમાં આ યુવતીએ વિડીયો ઉતારી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવતીએ કંડકટરને જાહેરમાં એક લાફો મારી દીધો હતો. આ બાબતે ઉબરામનય નગર પોલીસે 33 વર્ષીય ઇસુબુ અલી તુલારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ વિડીયો
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.