ફિલ્મી દુનિયા

ફૂટપાથ પર વધુ એક ગીત ગાતી ‘રાનૂ મંડલ’ દેખાઈ, જોરદાર વાયરલ થયો આ વિડીયો- જુઓ ક્લિક કરીને

રેલવે સ્ટેશન પર લતા મંગેશ્કરનું ગીત ગાઈને ગુજરાન કરતી રાનુ મંડલ વાયરલ થયેલા વીડિયોના કારણે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે, અને હવે તો તેના લાખો ચાહકો પણ બની ગયા છે. એ અવાર-નવાર મીડિયામાં છવાયેલી રહે છે. છેલ્લા કેટલાક સમયથી તો લોકો તેને તેના મેકઅપ માટે અને તેના વર્તનમાં આવેલા બદલાવ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

#fan #india#love#support #instagram #tiktok #socialmedia #facebook #whatshapp #hello#tseries #sonytv

A post shared by Ranu Mondal⏺️ (@ranumondal.offical) on

તેના વાયરલ થયેલા વિડીયો બાદ તેના અવાજથી પ્રભાવિત થઈને હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની તક પણ આપી. હવે લોકોના દિલો પર છાપ છોડનારી રાનુ મંડલની એક ફેન સામે આવી છે. સોશિયલ મીડિયા પર રાનુ મંડલ જેવી જ દેખાતી એક મહિલાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી મહિલા રાનુ મંડલનું જ ગીત ગાતી દેખાઈ રહી છે. આસપાસ ઉભેલા લોકો તેને ગીત ગાવાનું કહી રહયા છે, જે પછી આ મહિલા ગીત ગાય છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરતા એક યુવકે જાણકારી આપી કે આ મહિલા ગુવાહાટીની રહેવાસી છે અને આ વિડીયો તનમેય દેબે રેકોર્ડ કર્યો છે. યુવકે આ વિડીયો શેર કરતા લખ્યું છે કે આ રાનુ મંડલ 2.0 છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.