અજબગજબ

પેટ ભરવા માટે ભીખ માંગતા ભિખારીને મહિલાએ રાખી લીધો નોકરી પર, પણ 2 અઠવાડિયા પછી…

અમેરિકાના મિનેસોટા સ્ટેટમાં કેફે ચલાવતી એક મહિલા સાથે એવી ઘટના ઘટી હતી કે જેને કારણે તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખરેખર, આ મહિલાએ એક માણસને નોકરીએ રાખ્યો હતો, અને પછી બે અઠવાડિયા પછી આ માણસે કંઈક એવું કર્યું જેણે આ સ્ત્રીને આશ્ચર્યચકિત કરી દીધી. આ ઘટના વર્ષ 2016ની છે. જેના વિશે આ મહિલાએ પોતાના ફેસબૂક પર પોસ્ટ લખી હતી.

Image Source

મિનિયાપોલિસ શહેરમાં રહેતી સેસિયા એબીગાલે નામની મહિલા એક કાફે ચલાવે છે જેમાં એક નાનો સ્ટાફ કામ કરે છે. સેસિયા નામની આ મહિલાનું કેફે બહુ મોટું નથી અને તેને વધારે પૈસા પણ પોસાય તેમ નથી, તેથી જ તેણે કામ પર એક નાનો સ્ટાફ રાખ્યો હતો. એક દિવસ એક બેઘર વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેની પાસેથી થોડા રૂપિયા માંગવા લાગ્યો અને કહ્યું કે તે બેઘર છે અને તેની ખાવા માટે પૈસા નથી. માર્કસ નામના આ શખ્સે સેસિયાને કહ્યું કે તેનું ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અને તને કારણે કોઈ તેને નોકરી પર નથી રાખતા અને આ કારણે તેની પાસે ખાવા અને રહેવા માટે પૈસા નથી.

Image Source

તેના જવાબમાં સેસિયાએ કહ્યું કે તે તેને પૈસા આપી નહિ શકે કારણ કે એ ખૂબ જ મહેનત કરીને આવે છે, પરંતુ સેસિયાએ તેને નોકરીની ઓફર કરી જેનાથી તે માણસ ખુશ થઈ ગયો અને કહ્યું કે તે ખાવા માટે કંઈ પણ કરી શકે છે. આ માણસનું ગુનાહિત બેકગ્રાઉન્ડહોવા છતાં પણ મહિલાએ તેને નોકરી પર રાખવાનું જોખમ લીધું હતું. કામના પહેલા દિવસે જ્યારે માર્કસ કેફેની અંદર ગયો, ત્યારે સેસિયાને થોડી તકલીફ થઇ. એ દિવસે તેની પાસે કામ વધુ હતું અને તેની પાસે માણસો ન હતા જેથી તેને પણ એક કામદારની જરૂર હતી. પરંતુ તેની આવક એટલી નહોતી કે તેને સરળતાથી પરવડી શકે.

Image Source

બે અઠવાડિયા માર્કસે સેસિયાના કેફે પર કામ કર્યું એ પછી સેસિયાએ તેને પૈસા ચૂકવવાનો પ્રયાસ કર્યો, ત્યારે માણસે કંઈક એવું કર્યું કે સેસિયા ચોંકી ગઈ. જયારે સેસિયાએ માર્કસને પૈસા આપ્યા, ત્યારે તે તરત જ સેસિયાના કેફેમાં ગયો અને તેને પૈસા આપીને ખાવાનું ખરીદ્યું, કારણ કે આનાથી તેને ખૂબ જ ખુશી મળી. આ જોઈને, સેસિયા ખૂબ ભાવુક થઈ ગઈ અને સમજી ગઈ કે તેનો નિર્ણય સાચો હતો. ખરેખર નવી નોકરીને કારણે માર્કસને નવો વિશ્વાસ મળ્યો હતો અને તે ઘણો બદલાઈ ગયો હતો.

Image Source

સેસિયાએ લખ્યું – હંમેશાં કોઈનું ને કોઈનું ભલું કરતા રહો. કોઈ પણ વિશે માત્ર ખરાબ એટલા માટે ન વિચારો એક એ બેઘર છે અને તમારા પાસેથી પૈસા માંગી રહયા છે. કારણ કે આપણે તેમના સંજોગો નથી જાણતા. બની શકે કે એને એક માત્ર તકની જરૂર હોય. જો ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે, તો પછી શા માટે આપણે તેને કોઈ બીજા સાથે શેર કરી શકતા નથી.