આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ મહિલાને ઝીડોયા બાળકો થયા હોય, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક મહિલાએ એક જ સમયે એક, બે, ત્રણ નહીં પણ 6 બાળકોને જન્મ આપ્યો હોય? કહેવાય છે ને કે કુદરત પણ જયારે પોતાનો ખેલ બતાવે છે ત્યારે એની આગળ કોઈનું જોર નથી ચાલતું. આવું જ થયું આ એક સાથે 6 બાળકોને જન્મ આપનાર સ્ત્રી સાથે. સ્ત્રીની ડિલિવરી થઇ ગયા પછી બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે બાળકોએ દમ તોડી દીધો.

વાત એમ છે કે મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મૂર્તિબાઈ ડિલિવરી માટે પહોંચી. અહીં ડોકટરે તાપસ દરમ્યાન તેના ગર્ભાશયમાં 6 બાળકોને એક સાથે જોયા. આ જોઈને ડોક્તરોતો ચોંકી ગયા પણ ડોક્ટરોના આ ખુલાસા બાદ તેના પરિવારના સભ્યો પણ ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. ડોકટરોનો પ્રયાસ બાદ સ્ત્રીએ 6 બાળકોને જન્મ આપ્યો.

પહેલા તો કોઈને આ વાત પર વિશ્વાસ જ ન બેઠો, પણ પછી સ્ત્રીએ વારાફરતી છ બાળકોને જન્મ આપ્યો. સ્ત્રીને જન્મેલા 6 નવજાત બાળકોમાંથી બધા બાળકોનું વજન સામાન્ય કરતા ઓછું જોવા મળ્યું. ત્યારે શારીરિક ખામીઓને કારણે બે બાળકોનું જન્મતાની સાથે જ મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય ચાર બાળકોને એસએનસીયુમાં દાખલ કરાયા હતા. એસએનસીયુમાં દાખલ 4 નવજાત બાળકોમાંથી મોડી રાત્રે સારવાર દરમિયાન 3 બાળકોએ દમ તોડી દીધો હતો. હવે 6 માંથી માત્ર એક બાળક જીવંત છે. ડોકટરો આ બાળક પર સતત નજર રાખીને બેઠા છે. ડોકટરોનું કહેવું છે કે આ અત્યાર સુધીનો અત્યંત દુર્લભ કેસ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.