શિયાળાની ઠંડીમાં આપણે શરીર સ્વસ્થ રાખવા માટે આપણે ઘણા પ્રકારના ખોરાક ઘરે બનાવવાનું વિચારીએ છીએ, અને એમાં પણ શરીરમાં ગરમી લાવતા ખોરાક ખાસ. શિયાળાની અંદર સૂપ પીવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, ગરમા ગરમ સૂપ પીવાથી શરીરમાં ગરમી તો આવે જ છે સાથે સાથે સ્ફૂર્તિ પણ મળે છે.

આજે અમે તમને એવો જ એક ગાજર કોર્ન સૂપ બનાવવા શીખવવાના છોએ, જે તમે ઘરે જ એકદમ ટેસ્ટી બનાવી શકશો.

સૂપ બનાવવાની સામગ્રી:
- અડધો કપ ફ્રોઝન સ્વીટ કોર્ન (મકાઈ)
- 1 નાગ તજ પત્તુ
- 5 લસણ (કચડી નાખવું)
- અડધી ચમચી જૈતૂનનું તેલ
- સ્વાદ પ્રમાણે કાળા મરી પાવડર
- 1 નંગ કાપેલું ગાજર
- 1 ડુંગળી (બારીક કાપેલી)
- 2 ચમચી માખણ
- 1 કપ પાણી
- મીઠું સ્વાદાનુસાર

સૂપ બનાવવાની રીત:
- એક કઢાઇની અંદર ધીમા તાપ ઉપર પાણી ગરમ કરી લેવું અને તેની અડનાર ગાજર અને કોર્ન નાખી ઉકાળવું.
થોડીવાર સુધી તેને રહેવા દેવું અને પછી ઉકળેલા ગાજર અને કોર્નની ગ્રેવી બનાવી લેવી. - ધીમી આંચ ઉપર ગેસ ચલાવી એક કઢાઇની અંદર તેલ અને માખણ નાખવું. માખણ બરાબર શેકાઈ ગયા બાદ લસણ, ડુંગળી, અને તજપત્તુ નાખી હલાવી દેવું. થોડીવાર સુધી તેને શેકાવવા દેવું અને ડુંગળીને નરમ થવા દેવી.
- બરાબર શેકાઈ ગયા બાદ તેની અંદર ગાજર અને કોર્નની ગ્રેવી ઉમેરી દેવી. તેની ઉપર સ્વાદાનુસાર મીઠું અને કાળા મેરિનો પાવડર ઉમેરી દેવો અને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું.
- ઉભરો આવી ગયા બાદ તેની થોડીવાર સુધી ધીમી આંચ ઉપર પકાવવા દેવું.
- તમને લાગે કે તે હવે સૂપની જેમ બરાબર ઘટ્ટ થઇ ગયું છે ત્યારે ઉતારી તેને એક બાઉલમાં કાઢી લેવું અને ધાણા નાખી તેને સજાવી ગરમ ગરમ પીરસવું.

આજે જ ઘરે બનાવવાનો પ્રયત્ન કરો અને અમને જણાવો કેવો ટેસ્ટ રહ્યો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.