વિંગ કમાન્ડર અભિનંદનનો નવો વિડિઓ આવ્યો, તેના ચાહકોને આપ્યો ખાસ સંદેશો…

0

બાલાકોટા એરસ્ટ્રાઇકમાં પાકિસ્તાનની સીમામાં જઈને F-૧૬ લડાકુ વિમાનને પાડી દેનાર અભિમાન વર્તમાનની ચર્ચા પુરા દેશમાં થઇ હતી. તેઓ પાકીસ્તાનના કબ્જામાં હતા આ વાત જાણીને ભારત દરેક લોકો ચોકી ગયા હતા અને તેમના માટે લોકો પ્રાર્થના કરતા હતા. વિંગ કમાન્ડર હવે પોતાની ડ્યૂટીમાં પાછા આવી ગયા છે. સોશ્યિલ મીડિયામાં તેમનો એક વિડિઓ પણ આવ્યો છે.

Image Source

આ વિડિઓમાં અભિનંદન મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે. હોસ્પિટલથી છૂટ્યા પછી તેમનો પહેલો વિડિઓ બહાર આવ્યો છે. માનવામાં આવે છે કે આ વિડિઓ થોડા દિવસનો છે અને અભિનંદન વિડિઓમાં તંદુરસ્ત જોવા મળે છે.

Image Source

બે મિનિટના આ વિડિઓમાં કમાન્ડરના સાથી તેને ઘેરીને ઉભા જોવા મળે છે. અભિનંદન સાથી ઓફિસર સાથે પહેલા ફોટો પડાવે છે. પછી સાથી ઓફિસરો અભિનંદનની સાથે સેલ્ફી લેવા માટે લાઈન લગાડી હતી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આ વિડિઓ જમ્મુ કાશ્મીરનો છે.

અભિનંદને સેલ્ફી લેતા સમયે કહ્યું કે, ‘આ ફોટા તમારા પરિવારજનને બતાવજો. મેં આ ફોટા ખાલી તમારા પરિવાર માટે પડાવ્યા છે કેમકે હું તમારા પરિવારને મળી શકતો નથી. મારી તરફથી તેમને ઓલ ધ બેસ્ટ બોલજો. ઘણા બધા લોકોની પ્રાર્થનાથી હું ઠીક થયો છું અને તેમાંથી તમારા પરિવારની પ્રાર્થના પણ હતી. આટલું કહેતા સાથી ઓફિસરો અભિનંદને તાળીઓથી વધાવવા લાગે છે. તેની સાથે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા

ટ્વીટર પર લોકો અભિનંદન માટે હૃદયસ્પર્શી  મેસેજ લખે છે. કેટલાક લોકો અભિનંદનને વિમાન ઉડાવતા જોવા માંગે છે. કેટલાક લોકો એવા પણ છે જે કહે છે ભારતીય સેનામાં અભિનંદન જેવા બીજા પણ કેટલાક હીરો છે અને તેમની પણ આવી રીતે વાહ-વહી થવી જોઈએ. વાત સાચી છે પણ અભિનંદન જ એવો ચહેરો છે જે સામે આવ્યો છે. સેનામાં લાખો જવાન રોજ પોતાની જાન જોખમમાં નાખે છે જેથી આપણે લોકો શાંતિથી સુઈ શકીએ. આ બહાદુર સિપાહીઓને નમન

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.