ખેલ જગત દિલધડક સ્ટોરી

વિરાટ કોહલીની અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ટિમ જાણો આજે છે કઈ હાલતમાં, વાંચીને હોશ ઉડી જશે

ભારતીય કપ્તાન વિરાટ કોહલીના આજે દુનિયાભરમાં ચાહકો છે. પોતાની ક્ષમતાથી તેને વિશ્વભરમાં પોતાનું અને દેશનું નામ ઊંચું કર્યું છે. 2008ના અંડર-19 વર્લ્ડકપમાં વિજેતા બની ચમકી આવેલા વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમની પણ આજે ચમક વધારી છે.

પરંતુ સૌ કોઈ જાણે છે કે એકલા હાથે ક્યારેય જીત નથી મળતી, જો સમગ્ર ટીમનો સાથ હોય તો કોઈપણ મુશ્કેલીનો સામનો કરી જીત મેળવી શકાય છે. 2008માં ભારતીય અંડર-19 ટિમ દક્ષિણ આફ્રિકાને 12 રને હરાવી બીજી વખત વિશ્વ વિજેતા બની હતી.

Image Source

આ જીત બાદ વિરાટ કોહલીનું કદ વધતું ગયું આને આજે તે ભારતીય ક્રિકેટ ટીમની શાન બની ગયો છે. પરંતુ તેની સાથે રહેલા ઘણા ખેલાડીઓને વિરાટ કોહલી જેવી સફળતા નથી મળી, તે આજે પણ ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનવવા મથી રહ્યા છે તો કેટલાક ખેલાડીઓએ તો ક્રિકેટને હંમેશા માટે દીધું છે.

Image Source

ચાલો આજે 2008ની એ અંડર-19 વર્લ્ડકપની ટીમના ખેલાડીઓ વિશે જાણીએ.

Image Source
 1. વિરાટ કોહલી:
  વિરાટ કોહલીનો પરિચય આપવાની જરૂર તો છે જ નહીં છતાં પણ તમને જણાવીએ કે વિરાટ અંડર-19 ટીમનો પણ કપ્તાન હતો જે આજે ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન છે. સચિન બાદ વિશ્વમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. વને-ડેમાં પહેલા અને ટેસ્ટ રેન્કિંગમાં કોહલી બીજા નંબરે છે.

  Image Source
 2. રવિન્દ્ર જાડેજા:
  રવિન્દ્ર જાડેજા પણ આજે ભારતીય ટીમનું મહત્વનું પાસું છે. 2019ના વર્લ્ડકપની સેમી ફાઇનલમાં જીતની કગાર સુધી લઈ જનાર રવિન્દ્ર જાડેજા એક ઓલ-રાઉન્ડર તરીકેની મહત્વની ભૂમિકા ભારતીય ટીમમાં બજાવી રહ્યો છે.

  Image Source
 3. મનીષ પાંડે:
  2008 ના અંડર-19 વર્લ્ડકપનો ભાગ મનીષ પાંડે પણ હતો. પોતાના સારા અને ખરાબ પ્રદર્શનના કારણે તે ભારતીય ટીમનો હિસ્સો બને છે તો ક્યારેક તે પડતો પણ મુકાય છે.

  Image Source
 4. અભિનવ મુકુંદ:
  અભિનવ મુકુંદને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી. વર્ષ 2011માં  વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો એક ભાગ બન્યો પણ આ દરમિયાન તેનું પ્રદર્શન યોગ્ય ના હોવાના કારણે તે પોતાની જગ્યા બનાવી શક્યો નહીં. 2017માં શ્રીલંકા સામે તેને વધુ એક ચાન્સ આપવામાં આવ્યો જેમાં એક મેચમાં શ્રીલંકા સામે તેને 81 રન બનવ્યા હતા.

  Image Source
 5. સૌરભ તિવારી:
  સૌરભ તિવારીને પણ ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા આપવામાં આવી પરંતુ તેનું પ્રદર્શન એટલું યોગ્ય ના હોવાના કારણે તે પોતાની જગ્યા બનાવી શક્યો નહિ. IPLની એક સીઝનમાં સૌરભ સૌથી મોંઘો ખેલાડી પણ બન્યો હતો.

  Image Source
 6. શ્રીવત્સ ગોસ્વામી (વિકેટ કીપર):
  શ્રીવત્સ ગોસ્વામી હજુ સુધી ભારતીય ટીમમાં જગ્યા નથી બનાવી શક્યો તે IPLમાં સનરાઈઝ હૈદરાબાદ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમનો એક ભાગ બની ગયો છે. શ્રીવત્સ વિકેટ કીપર અને બેટ્સમેન છે.

  Image Source
 7. પ્રદીપ સાંગવાન:
  2008ના અંડર-19 વર્લ્ડકપનો પ્રમુખ ફાસ્ટ બોલર પ્રદીપ હતો. જેને ભારતીય ટીમનું ભવિષ્ય પણ માનવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2013માં ડ્રગ્સનું સેવન કરવા માટે પ્રદીપને 18 મહિનાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. પ્રદીપ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકત્તા નાઈટ રરાઇડર્સ માટે રમી ચુક્યો છે.

  Image Source
 8. તન્મય શ્રીવાસ્તવ:
  અંડર-19 ટીમના મહત્વના બેટ્સમેન તન્મય ટીમનો કપ્તાન પણ હતો, જેના પાસેથી કપ્તાની છીનવાઈને વિરાટને મળી હતી. તન્મય અત્યારે ઉત્તરાખંડ રણજી ટીમનો એક સદસ્ય છે.

  Image Source
 9. તરુવર કોહલી:
  તરુવર કોહલી પણ હજુ સુધી ભારતીય ટીમમાં સ્થાન નથી મેળવી શક્યો. તરુવર IPLની રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં રમી ચુક્યો છે. આજે તે પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે.

  Image Source
 10. ઇકબાલ અબ્દુલ્લા:
  ઇકબાલને પણ હજુ સુધી ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું. અંડર-19 ના વર્લ્ડકપમાં એક સ્પિનર બોલર તરીકેની તેને મહત્વની ભૂમિકા ભજવી હતી. IPLમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર માટે તે રમી ચુક્યો છે.

  Image Source
 11. સિદ્ધાર્થ કોલ:
  સિદ્ધાર્થ કોલ IPLમાં વધુ છવાયેલો જોવા મળે છે. તેને ભારતીય ટીમમાં જગ્યા તો મળી પરંતુ તે પોતાનું સ્થાન કાયમી કરવામાં હજુ સુધી સફળ નથી રહ્યો. સિદ્ધાર્થ IPLમાં દિલ્હી ડેરડેવિલસ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઈઝ હૈદરાબાદ માટે રમી ચુક્યો છે.

  Image Source
 12. અજીતેશ અર્ગલ:
  અજીતેશ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં “મેન ઓફ ધ મેચ” બન્યો હતો. આ મેચમાં તેણે 5 ઓવરમાં 7 રણ આપી અને 2 વિકેટ ઝડપી હતી. પરંતુ આજે અજીતેશે ક્રિકેટને હંમેશને માટે અલવિદા કહી દીધું છે. અજીતેશ આજે વડોદરા આયકર વિભાગમાં નિરીક્ષક તરીકે કામ કરે છે.

  Image Source
 13. દુવારવપુ શિવકુમાર:
  અંડર-19 વર્લ્ડ કપમાં શિવકુમાર ઓલ-રાઉન્ડરની ભૂમિકાથી રમ્યો હતો. તે અત્યારે આંધ્રપ્રદેશ માટે ઘરેલુ ક્રિકકેટ રમી રહ્યો છે.

  Image Source
 14. નેપોલિયન આઈન્સ્ટાઈન :
  2008ના અંડર-19 વર્લ્ડકપ બાદ નેપોલિયનને IPLમાં ચેન્નાઇની ટીમે ખરીદ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ક્રિકેટની દુનિયામાં ક્યાંય નજરે આવ્યો નહીં. થોડા સમય પહેલા મળેલા સમાચારમાં જણવા મળ્યું કે તે ક્રિકેટને હંમેશા માટે છોડી ચુક્યો છે.

  Image Source
 15. પેરી ગોયલ:
  પેરી અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો વિકેટકીપર અને બલ્લેબાજના રૂપમાં એક ભાગ જરૂર રહ્યો છે પરંતુ તે એકપણ મેચ રમી શક્યો નહોતો. પોતાના આભ્યાસને આગળ વધારવા માટે પેરીએ ક્રિકેટ છોડી દીધી. અત્યારે તે “RSG પ્રોપર્ટીઝ” નામની એક કંપનીમાં નિર્દેશકનું કામ કરે છે.

  Image Source

તો હતી વિશ્વ વિજેતા અંડર-19ની ટિમ. ઘણા ક્રિકેટરો ક્રિકેટની દુનિયાને સદાય માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે અને ઘણા હજુ ભારતીય ટીમમાં જગ્યા મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે. દરેકની કિસ્મત કોહલી અને જાડેજા જેવી પણ નથી હોતી। મહેનત,ધગસ અને પોતાનું પ્રદર્શન જ તમને આગળ લઇ જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.