ગાડીની વધતી સંખ્યા વચ્ચે ગાડીમાં ભૂલથી ખોટું ઇંધણ ભરાઈ જવાની ઘટનાઓ પણ સામાન્ય થઇ ગઈ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ડીઝલ ગાડીમાં ભૂલથી પેટ્રોલ ભરી નાખવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં શું કરવું જોઈએ એ વિશે આપણે આજે વાત કરીશું.

ગાડીઓના એન્જીન ખૂબ જ સેન્સિટિવ હોય છે એટલે જેવું ખોટું ઇંધણ ગાડીની અંદર પહોંચે છે કે એન્જીન રિએક્ટ કરે છે. જો તમને ગાડી સ્ટાર્ટ કરતા પહેલા એ વાતનો અહેસાસ થઇ જાય કે તમે ભૂલથી ખોટી ઇંધણ ભરાવી લીધું છે તો ગાડી સ્ટાર્ટ ન કરો. ગાડીને ધક્કો મારીને સાઈડમાં પાર્ક કરી દો અને મિકેનિકને બોલાવી લો. મિકેનિક ફ્યુલ ટેન્કને કાઢીને આસાનીથી આખી ટેન્કની સફાઈ કરીને ફરીથી લગાવી દેશે એનાથી તમારી ગાડીને કોઈ જ નુકશાન નહિ થાય.

પણ જો તમને ખ્યાલ નથી રહ્યો કે ગાડીમાં ખોટું ઇંધણ ભરાઈ ગયું છે અને તમે ગાડી શરુ કરી દીધી છે, તો તમને આ રીતે ખબર પડશે કે ગાડીમાં ખોટું ઇંધણ ભરાઈ ગયું છે. જયારે ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરાઈ ગયું હોય ત્યારે એ ગાડીમાં પેટ્રોલ ભરાઈ ગયા હોવાનો અહેસાસ તરત નથી થતો કારણ કે પેટ્રોલ સરળતાથી બળે છે. તમને ગાડી ચાલુ કરવામાં કોઈ તકલીફ નથી આવતી પણ કેટલાક કિલોમીટર ચાલ્યા બાદ જ તમને ખબર પડે છે કે ખોટું ઇંધણ ભરાઈ ગયું છે.

જો એવું થાય છે તો ગભરાયા વિના ગાડીને બંધ કરીને મિકેનિકની મદદથી ફ્યુલ ટેન્ક સાફ કરો અને જો પેટ્રોલ એન્જીન સુધી પહોંચી ગયું છે તો એન્જીનના પાર્ટ્સને ડ્રેન કરીને સાફ કરી શક્ય છે અને તમારી ગાડી પહેલા જેવી જ થઇ જાય છે.
પણ જો એવી સ્થિતિ છે કે મિકેનિક તમને તાત્કાલિક નથી મળી રહ્યો તો તમે આ જાતે પણ કરી શકો છો. એના માટે ગાડીના ફ્યુલ ટેન્કની નીચે એક બોલ્ટ આવેલો હોય છે તેને ખોલીને ફ્યુલ ટેન્ક ખાલી કરી દેવાની, જેને ખાલી કરવા માટે તેની નીચે એક વાસણ મૂકી દેવાનું.

બધું જ પેટ્રોલ ખાલી થઇ જાય એટલે બોલ્ટને બંધ કરી દેવાનો. આ પછી ગાડીમાં 1-2 લીટર ડીઝલ ભરવાનું અને ગાડીને હલાવવાની, એ પછી ફરીથી ફ્યુલ ટેન્કને ખાલી કરવા માટે બોલ્ટ ખોલી દેવાનો અને ડીઝલ બહાર કાઢી લેવાનું. ટેન્ક આખી ખાલી થઇ જાય એટલે બોલ્ટ ટાઈટ બંધ કરી દેવાનો.
હવે તમે ગાડીમાં ટેન્કમાં ડીઝલ ભરી શકો છો. પણ ગાડીને તરત સ્ટાર્ટ નથી કરવાની. ડીઝલ ભર્યા પછી ગાડીનું બોનેટ ખોલીને ફ્યુલ ફિલ્ટર પાસેના ફિલ્ડ પમ્પને થોડી વાર દબાવ રાખવાનો અને પછી છોડી દેવાનો.

પછી ગાડી સ્ટાર્ટ કરવાની અને સાથે જ એ પમ્પને દબાવીને રાખવાનો અને ધ્યાન રાખવાનું કે ગાડી સ્ટાર્ટ થાય ત્યારે હાથ રેડિયેટર પાસે ન હોય. જો ગાડી સ્ટાર્ટ થઇ જાય તો થોડી વાર સુધી એમ જ ચાલુ રાખવાની અને પછી બંધ કરીને ફરીથી સ્ટાર્ટ કરવાની, એ પછી એક્સિલેટર દબાવવાનું અને છોડવાનું, ગાડી પહેલાની જેમ જ થઇ જશે. આ સમયે એ વાત પર ધ્યાન આપવાનું કે એન્જીનનો અવાજ પહેલા જેવો નોર્મલ થઇ ગયો છે કે નહીં. કારણ કે ડીઝલ કારમાં પેટ્રોલ પડી જાય તો તે ગાડીના એન્જીનનો અવાજ બદલાઈ જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.