હોલીવુડની મશહૂર પૉપ ગાયિકા કૈટી પેરી આજકાલ ભારતની મુલાકાતે છે. કૈટીનું સ્વાગત કરવા માટે બોલીવુડના નિર્દેશક કરણ જોહરે પોતાના ઘરે એક વેલકમ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના ઘણા નાના-મોટા અભિનેતાઓએ હાજરી આપી હતી. આ હાજરી આપવાનું ખાસ કારણ કૈટી સાથે મુલાકાત કરવાનું હતું.

કૈટી મુંબઈના ડિવાઇ પાટીલ સ્ટેડિયમમાં યોજાનાર એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ભારત આવી છે. જેના આવવાની ખુશીમાં જ કારણ જોહરે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.

ફેસ્ટવિલના ચાર દિવસ પહેલા જ કૈટી ભારતમાં આવી ગઈ છે કારણ કે તને ભારતને માણવું છે. તે અહીંયા ખુબ જ મઝા કરવા ઈચ્છે છે. કરણ જોહરની વેલકમ પાર્ટી પહેલા કૈટીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે: “હું સાચે જ એક મઝાની પાર્ટીમાં જઈ રહી છું,
હું કેટલાક બૉલીવુડ સ્ટાર્સને મળીશ, કેટલાક શાનદાર બેન્ડને સાંભળીશ. મને ભારતમાં આવે ઘણો સમય થઇ ગયો છે. જયારે હું 2012માં આઇપીએલ દરમિયાન અહીંયા આવી હતી ત્યારે મને મારા પોતાના માટે એટલો સમય મળ્યો નહોતો. પરંતુ આ વખતે હું ખુબ જ મઝા કરવા માંગુ છું.”
કરણ જોહરની આ પાર્ટીમાં બોલીવુડના ઘણા સિતારાઓએ હાજરી આપી હતી જેમાં મલાઈકા અરોડા, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, અર્જુન કપૂર, ઐશ્વર્યા રાય જેવા નામી કલાકારો પાર્ટીની શાન બન્યા હતા. જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
આ વિડીઓમાં કૈટી પેરી એક શાનદાર દેખાવમાં પાર્ટીમાં આવી પહોંચેલી જોવા મળે છે.
કૈટી પેરીના ચહેરા ઉપર ભારતમાં આવવાની અને આ વેલકમ પાર્ટીમાં પહોંચવાની એક અલગ જ ખુશી પણ છલકાઈ આવે છે.
બોલીવુડની મશહૂર અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કરણ જોહરે આપેલ આ પાર્ટીમાં આવી હતી. તે પણ કૈટીને મળવા ખુબ જ ઉત્સાહિત જોવા મળી.
અજય દેવઘનની પત્ની કાજોલ દેવઘન પણ આ પાર્ટીમાં શામેલ થઇ હતી. જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
બોલીવુડની બીજી એક પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ પાર્ટીમાં આવી પહોંચી હતી.
અનન્યા પાંડેના ચહેરા ઉપર પણ આ પાર્ટીમાં આવવાની ખુશી ચોખ્ખી દેખાઈ આવે છે.
શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત સાથે કરણ જોહરની આ પાર્ટીમાં જોવા મળ્યો હતો.
આ પાર્ટીમાં મલાઈકા અરોરાએ પણ કૈટી પેરીની મુલાકાત લીધી હતી.
View this post on Instagram
“#AliaaBhatt, #KaranJohar and #VijayDeverakonda caught in conversation with #KatyPerry.”
બીજા એક વિડીઓમાં આલિયા ભટ્ટ અને કરણ જોહર કૈટી સાથે વાત કરતા પણ આ પાર્ટીમાં જોવા મળે છે.