શ્રી રામાયણ કથામાં સીતાનો રોલ પ્લે કરશે ‘કાચા બદામ’ ગર્લ, રિયલ લાઇફમાં છે ખૂબ જ ફેશનેબલ

આ દિવસોમાં લોકોમાં નિતેશ તિવારીની રામાયણને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેમાં ચાહકો રણબીર કપૂરને શ્રી રામના રોલમાં અને સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીને સીતાના રોલમાં જોવા માટે આતુર છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયા સ્ટાર અને લોકઅપ ફેમ અભિનેત્રી અંજલિ અરોરા કે જે કાચા બદામ ગર્લ તરીકે જાણિતી છે તેની અભિષેક સિંહના નિર્દેશનમાં બની રહેલી શ્રી રામાયણ કથામાં સીતાની ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે.

આ ખબર સામે આવ્યા બાદથી અંજલી હેડલાઇન્સમાં છે. અંજલી હવે ફિલ્મી દુનિયામાં પગ મુકવા માટે તૈયાર છે. તે માતા સીતા તરીકે મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. અંજલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો તેમજ ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે. અંજલીની ફેશન સેન્સ પણ અદભૂત છે. લહેંગો હોય, સાડી હોય કે મિડી ડ્રેસ હોય અંજલિ દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.

જણાવી દઇએ કે, તાજેતરમાં જ અંજલિ અરોરાએ જાહેરાત કરી હતી કે તે ‘શ્રી રામાયણ કથા’થી તેનું ફિલ્મ ડેબ્યૂ કરવા જઈ રહી છે જેમાં તે માતા સીતાનું પાત્ર ભજવશે. આ પૌરાણિક ફિલ્મનું નિર્દેશન અભિષેક સિંહ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ પ્રકાશ મહોબિયા અને સંજય બુંદેલા કરી રહ્યા છે.

અંજલિ અરોરાએ ઇટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાં પોતાને ભાગ્યશાળી ગણાવી કારણ કે તેને સીતાની ભૂમિકા ભજવવાની તક મળી. એક્ટ્રેસને ડાયરેક્ટરે જણાવ્યુ હતુ કે અન્ય એક્ટ્રેસ પણ સીતાના રોલ માટેની દોડમાં સામેલ છે, જો કે મેકર્સે તેને પસંદ કરી છે. ગયા મહિને જ તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી.

હાલમાં તે વર્કશોપમાં ભાગ લઈ રહી છે અને પાત્રમાં આવવા માટે વિડીયો જોઈ રહી છે. તેણે કહ્યું, ‘જો મારી સરખામણી બોલિવૂડ અભિનેત્રી સાથે કરવામાં આવે તો મને ખુશી થશે.’ આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. અંજલિના ચાહકો પણ આ સમાચારથી ઘણા ખુશ છે અને તેને સીતા માના રોલમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Shah Jina