વાહ શું સંસ્કાર છે ! બૉલીવુડ અભિનેત્રી યામી ગૌતમે પોતાના બાળકનું રાખ્યું એવું નામ કે ચાહકો પણ કરવા લાગ્યા સલામ.. જુઓ તસવીરો
Yami Gautam Welcomed Their First Kid : બોલીવુડના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમના ઘરમાં કોઈ ખુશ ખબરી આવે તો ચાહકો પણ એટલા જ ખુશ થઇ જતા હોય છે. ત્યારે હાલ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. યામીએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. યામીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. યામીએ જણાવ્યું કે તેમના ઘરે લડ્ડુ ગોપાલનો જન્મ થયો હતો. એટલું જ નહીં યામીએ પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.
યામીએ ઈન્સ્ટાગ્રામ પર ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસવીર શેર કરી છે. આ તસવીર પર લખ્યું, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે. વેદવિદ, જેમણે અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મ લઈને અમને ગૌરવ અપાવ્યું છે, પ્લીઝ તેને તમારા આશીર્વાદ અને પ્રેમ આપો.” દંપતીએ તેમના પુત્રને ખૂબ જ ખાસ નામ આપ્યું છે. નામ વાંચીને સમજાય છે કે નામ નક્કી કરતા પહેલા બંનેએ ઘણું વિચાર્યું છે.
તમને જણાવી દઈએ કે, હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામનો અર્થ છે, ‘વેદોમાં પારંગત વ્યક્તિ.’ લોકો આ કપલના વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે બંનેએ તેમના પુત્રનું નામ ખૂબ જ સુંદર રાખ્યું છે. એકે લખ્યું, ‘વેદવિદ- વેદ (સંસ્કૃત)નું જ્ઞાન ધરાવનાર. સુંદર નામ, કપલને અભિનંદન.’ બીજાએ લખ્યું, ‘આ લોકો તેમની સંસ્કૃતિ સાથે કેટલા જોડાયેલા છે. ખૂબ જ ખુશ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવા છતાં તેમનામાં સારા સંસ્કાર છે. અભિનંદન!’ ચાહકોની સાથે સેલેબ્સ પણ કપલને અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram