મશહૂર કૂલ્હડ પીઝા કપલ ફરી એકવાર આવ્યા લાઇમલાઇટમાં

પંજાબનું મશહૂર કૂલ્હડ પિઝા કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, તેમના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. થોડા સમય પહેલા જ આ કપલનો એમએમએસ વાયરલ થયો હતો, જે બાદ બંને થોડા સમય માટે લાઈમલાઈટથી દૂર થઇ ગયા હતા, પરંતુ હવે તેઓ ફરીથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા છે.

સહજ અરોરા અને ગુરપ્રીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને પુષ્પા ફિલ્મના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કપલે લખ્યું, “ઝુકેગા નહીં…” થોડા જ સમયમાં આ વીડિયોને હજારો લાઈક્સ મળી અને ઘણા લોકો વીડિયો જોયો. જણાવી દઇએ કે, સહજ અરોરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટા પર તેના 1.2 મિલિયન ફોલોઅર્સ છે.

ગયા વર્ષે જ જલંધરના રહેવાસી કૂલ્હડ પિઝાના નામથી જાણીતા કપલનો વાંધાજનક વીડિયો (MMS) ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. શરૂઆતમાં યુઝર્સે કપલને ખૂબ ટ્રોલ કર્યા પણ બાદમાં આ કપલને ઘણો સપોર્ટ મળ્યો. સહજ અરોરાએ વીડિયોને ફેક ગણાવ્યો હતો અને બ્લેકમેલિંગનો આરોપ પણ લગાવ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરાઇ હતી.

Shah Jina