કેએલ રાહુલ પાસેથી છીનવાઇ જશે કેપ્ટનશીપ ? શર્મનાક હાર બાદ ટીમ મેનેજમેન્ટ કરી શકે છે મોટો નિર્ણય

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લખનઉ સુપરજાયન્ટ્સની 10 વિકેટે કારમી હાર બાદ ટીમના કેપ્ટન કેએલ રાહુલની કેપ્ટનશીપ જોખમમાં છે. LSG આઈપીએલ પ્લેઓફની રેસમાં યથાવત છે પરંતુ છેલ્લી બે મેચોમાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ કેએલ રાહુલની કેપ્ટનશીપ અનિશ્ચિત લાગી રહી છે. તે લીગની બાકીની બે મેચોમાં કેપ્ટનશીપ છોડી શકે છે. તેની જગ્યાએ વાઈસ કેપ્ટનને કેપ્ટન બનાવી શકાય છે.

આ ઉપરાંત, હવે કેએલ રાહુલના આ ટીમ સાથે આગળ બન્યા રહેવા પર પણ શંકા છે, જે 2022ની હરાજીમાં રેકોર્ડ 17 કરોડ રૂપિયામાં લખનઉની ટીમમાં સામેલ થયો હતો, તે રાહુલ હવે 2025માં યોજાનારી મોટી હરાજી પહેલા ટીમમાં સામેલ નહીં થાય. કંપની દ્વારા કેએલને જાળવી રાખવાની શક્યતા ઘણી ઓછી છે.

જો કે, આ દરમિયાન, એવી અટકળો છે કે સુકાની પોતે પોતાનું પદ છોડીને આગામી બે મેચોમાં તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. લખનઉની હાર બાદ કેપ્ટન કેએલ રાહુલ અને ટીમના માલિક સંજીવ ગોએન્કાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સંજીવ કેપ્ટન રાહુલ સાથે કડક સ્વરમાં વાત કરતા જોવા મળ્યા હતા.

એવી અફવાઓ ચાલી રહી છે કે રાહુલને કેપ્ટન પદ પરથી હટાવવામાં આવશે. આઈપીએલ 2024માં કેએલ રાહુલના પ્રદર્શન પર નજર કરીએ તો ફ્રેન્ચાઈઝી તેની પાસેથી કેપ્ટનશિપ કદાચ ન છીનવે, તેણે 12 મેચમાં 460 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. રાહુલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 82 રન રહ્યો છે.

Shah Jina