ખબર

પોલીસને નિંદા કરતા લોકો દેશની આ દીકરીને જુઓ, વિડીયો જોઈને આંખમાં આંસુ આવી જશે

પોલીસના મામલે લોકો કહેતા હોય છે કે પોલીસ સાથે દૉસ્તી પણ સારી નથી પરંતુ ના દુશમની. લોકોને હમેંશા પોલીસનો ડર હોય છે કે તે ખરાબ જહોય છે પરંતુ એવું નથી પોલીસ બનતા પહેલા એક માણસ છે. ક્યારેક પોલીસમાં પણ માનવતાની મહેક ઉઠે છે.

આપણા સમાજમાં પોલીસની અલગ જ છાપ મગજમાં જ હોય છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક મહિલા પોલીસની માનવતા જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશના દમોહ મગરોન પોલિસ સ્ટેશન શ્રદ્ધા શુકલએ એક વૃદ્ધ અને અસહાય મહિલાને નવા કપડાં પહેરાવ્યા હતા. બસસ્ટેન્ડ પર બસેલા વૃદ્ધાને કપડાં પહેરાવી સાથે ચંપલ આપ્યા હતા. આ વૃદ્ધા નવા કપડાં જોઈને તેની આંખમાં આંસુ આવી ગયા હતા.

આ મહિલા પોલીસની દરિયાદિલી જોઈને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ઘણી તારીફ કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે આ વિડીયો શેર કર્યો હતો. તેને કેપ્સનમાં લખ્યું હતું કે, શ્રદ્ધા શુકલા જેવી દીકરીઓ પર મધ્યપ્રદેશને ગર્વ છે. દીકરીઓ બધાનું દુઃખ સમજે છે. તે બધાના ઘરમાં અજવાળું લાવે છે.આનાથી સુષ્ટિ ધન્ય થાય છે. આ જ સંસારની ખુશીઓને સમૃદ્ધ કરશે. દીકરી શ્રદ્ધાને સ્નેહ, આશીર્વાદ અને શુભકામના.

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ વીડિયોને 26 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. આ લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને 24 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.