હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ જરૂરી છે વિટામિન-C, આ 4 વસ્તુઓ છે ખુબ જ ફાયદાકારક

વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો અને લોકોને રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ સમજાઈ ગયું. જેના કારણે હવે મોટાભાગના લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માંગે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે  તે પ્રકારના આહાર પણ ખાવાનો આગ્રહ રાખે છે. ડોકટરોનું કહેવું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી ખુબ જ જરૂરી છે. આ વિટામિન સી અલગ અલગ ફળો અને શાકભાજી માંથી મળે છે. આજે અમે તમને એવી જ 4 વસ્તુઓ જણાવીશું જેના દ્વારા તમે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો.

Image Source

1. પાલક:
પાલકની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેની સાથે જ પાલકમાં વિટામિન સી પણ પર્યાપ્ત માત્રામાં રહેલું હોય છે. પાલકને તમારા ડાયટમાં ઉમેરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થઇ શકે છે. તેની સાથે જ કેન્સર, આર્ટરાઇટ્સ અને ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓએ પણ પાલકનું સેવન કરવું જોઈએ.

Image Source

2. સૂકી દ્રાક્ષ:
સૂકી દ્રાક્ષ પોષક તત્વો તો શરીરમાં આપે છે સાથે તે મિનરલના અવશોષણમાં પણ ખુબ જ મદદગાર રહે છે. સૂકી દ્રાક્ષ ખાવાથી પણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Image Source

3. પીળા સિમલા મરચા:
પીળા રંગના સિમલા મરચાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. જો તમે આ મરચાનો વપરાશ પોતાના દૈનિક જીવનમાં કરો છો તો ફક્ત 1 પીળું સિમલા મરચું તમારા વિટામિન સીની ઉણપને પૂર્ણ કરી શકે છે. એક રિસર્ચમાં મળી આવ્યું છે કે તેની અંદર લગભગ 341એમજી વિટામિન સી હોય છે.

Image Source

4. પપૈયું:
પપૈયાની અંદર વિટામિન સી હોવાની સાથે જ તેમાં ગ્લાયસેમિક ઇંડેક્સ પણ ઓછું થાય છે. જેના કારણે જે લોકોને ડાયાબિટીઝ છે કે પછી જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને રોજ પપૈયું ખાવું જોઈએ. તેની અંદર રહેલું ફાયબર અને પાણીની માત્ર પાચન તંત્રને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે.

Image Source

આ વસ્તુઓમાંથી પણ મળે છે વિટામિન સી:
જામફળ, નારંગી, કિવિ, સ્ટ્રોબેરી, આમળા, લિચી, કેરી, અનાનસ અને ચેરી જેવી વસ્તુઓમાં પણ વિટામિન સી રહેલું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.