વેકેશન ક્યારનું પૂરું થઇ ગયું છે ને શાળાઓ શરુ થયેલો અઠવાડિયાઓ વીતી ચુક્યા છે. ત્યારે એવા ઘણા બાળકો હશે કે જેમણે શાળાએ જવાનું જોર આવતું હશે. પણ જો દરેક શાળામાં આવા શિક્ષક હોય તો કયા વિદ્યાર્થીને શાળાએ જવાનું જોર આવે!
હાલમાં જ કોઈ સરકારી શાળાના શિક્ષકનો એક મજાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીઓને અનોખી રીતે આવકારી રહયા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ એક પછી એક વારાફરતી આવીને શિક્ષકને જુદી જુદી રીતે મળીને અંદર જઈ રહયા છે. શિક્ષકે પણ બોર્ડ પર ચાર વિકલ્પો આપ્યા છે, જેમાંથી વિદ્યાર્થીઓ આવકાર માટેના વિકલ્પો પસંદ કરીને અંદર જઈ રહયા છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષકને ગળે લાગીને તો કેટલાક શિક્ષકને હાઈ-ફાઈવ આપીને અંદર જઈ રહયા છે. કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક સાથે મિલાવીને અને કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષકના ગાલે કિસ કરીને જઈ રહયા છે.
જો દરેક શાળામાં આ રીતે વિદ્યાર્થીઓને આવકારવામાં આવે તો કદાચ શાળાએ આવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે. જો કે હાલ એ વિશે કોઈ જાણકારી નથી કે આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે.
જુઓ વિડીયો:
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks