વાયરલ

વાયરલ થઈ રહેલી આ જોડીને જોઈને તમે પણ વિચારવા લાગશો, કે ભણવું કેટલું જરૂરી છે ?

દૂધ જેવી રૂપાળી દુલ્હન: આ નવ દંપતિની થઇ રહી છે ચારેકોર ચર્ચાઓ, લગ્નની વાયરલ તસ્વીરો જોઈને યુઝર્સએ કહ્યું, ‘પ્રેમ અને પૈસા હોય તો શું શક્ય નથી ?’

આપણા માતા-પિતા અને વડીલો આપણને હંમેશા સારું ભણવા માટે કહેતા હોય છે, જેના કારણે આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ, પરંતુ ઘણા લોકો ભણવાની ઉંમરમાં મોજ શોખ કરવા લાગે છે અને જીવનમાં એક એવી ઉંમરે આવીને ઉભા રહે છે ત્યારે તેમને ભણવાનું સાચું મહત્વ સમજાય છે. (તમામ તસ્વીરો : ટ્વિટર )

આપણા દેશની અંદર સરકારી નોકરીનું પણ અલગ જ મહત્વ છે. જો સરકારી નોકરી હોય તો શું ના થઇ શકે, એનું ઉદાહરણ તમને આ તસ્વીર જોતા જ સમજાઈ જશે. સરકારી નોકરી અને સારી કમાણી તમારા જીવનમાં કેવા બદલાવ લાવે છે, એના માટે કઈ કહેવાની જરૂર નથી.

આ જોડીને જોઈને તમને પણ થશે કે સાલું…ભણવું કેટલું જરૂરી છે. આજે ઘણા લોકો બેકાર ફરી રહ્યા છે, તો ઘણા લોકો સિંગલ પણ છે. ત્યારે આ તસવીરો તમારા દિલમાં આગ ચોક્કસ લગાવશે.સોશિયલ મીડિયામાં રોજ કંઈક નવું નવું વાયરલ થતું રહે છે.

હાલ આ તસવીરોએ આગ લગાવી છે. જેને જોઈને ઘણા લોકોનો જીવ બળી શકે છે.જો કે હજુ સુધી એ વાત સામે નથી આવી કે આ તસવીરો ક્યાંની છે અને આ ખરેખર સરકારી નોકરીનો જ કમાલ છે કે બીજું કઈ. પરંતુ ઘણા લોકો આ તસ્વીરોને વાયરલ કરી રહ્યા છે.

એક વ્યક્તિએ તો ટ્વીટર ઉપર આ તસવીરો પોસ્ટ કરવાની સાથે લખી દીધું છે કે “મિત્રો, મન લગાવીને અભ્યાસ કરો.. આનાથી વધારે હું તમને કઈ નહિ કહું !!” તમને પણ આ તસવીરો જોઈને જીવ તો બળી જ ગયો હશે, તો ભલે તમે જે નથી કરી શક્યા તે તમારા બાળક સાથે ના થાય તેનું ધ્યાન રાખજો, તેને સારું ભણાવજો. બસ અમે તો એટલું જ કહીશું.