કોરોના વાયરસના કહેર વચ્ચે જયારે લોકડાઉન લંબાવાયું છે ત્યારે હવે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા IAS વિજય નહેરાની બદલી થઇ ગઈ છે. પણ બદલી થવાની સાથે જ અમદાવાદીઓએ તેમના સમર્થનમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે.
વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ છોડીને જતા પહેલા તેમને અમદાવાદીઓનો ટ્વીટર પર ટ્વીટ કરીને આભાર માન્યો હતો.

વિજય નહેરાએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે અમદાવાદનો આભાર, મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મારો કાર્યકાળનો સમય યાદગાર બનાવા માટે ઘણો આભાર. અંદાજે 2 વર્ષ જેટલા સમયમાં આપણે ઘણી સફળતા પ્રાપ્ત કરી. મેં જે આપ્યું છે તેના કરતાં વધારે મને મળ્યું છે. અમદાવાદ શહેર મારા જીવનથી ક્યારેય અલગ ન થઇ શકે તેવા અસ્તિત્વ સાથે અભિન્ન અંગ બની ગયું છે. બાય-બાય અમદાવાદ…
THANK YOU AHMEDABAD 🙏🙏 pic.twitter.com/ayo1Yk3sYm
— Vijay Nehra (@vnehra) May 18, 2020
છેલ્લા ઘણા વર્ષોમાં કદાચ વિજય નહેરા પહેલાં એવાં મ્યુનિસિપલ કમિશનર હશે કે જેઓને અમદાવાદીઓ દ્વારા આટલો અભૂતપુર્વ પ્રેમ અને સન્માન મળ્યા હોય. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અંદાજે 2 વર્ષ સુધી અધિકારી વિજય નેહરાએ કાર્યભાર સાંભળ્યો હતો અને હવે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.