ખબર

આ યુરોપ નથી પરંતુ આપણા દેશનું એક એવું ગામડું છે જ્યાં બનેલો પાર્ક તમને યુરોપની યાદ અપાવી દેશે

સોશિયલ મીડિયામાં એક પાર્કની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. તસવીરો જોતા એવું લાગે કે આ કોઈ યુરોપની જગ્યા હશે, પરંતુ આ ભારતના એક ગામડામાં આવેલો પાર્ક છે, જેનું હાલમાં જ લોકાર્પણ થયું અને હવે તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. (તમામ તસવીરો : ટ્વિટર, ફેસબુક)

આ પાર્ક કેરળના કોઝિકોડ જિલ્લાના વડાકરાની પાસે આવેલા કારાકડ ગામની અંદર બનાવવામાં આવ્યો છે. આ પાર્કનું નામ વાગભટાનંદ પાર્ક રાખવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન કેરળના પર્યટન મંત્રી કડમકપલ્લી સુરેંદ્રન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પાર્કની તસવીરો વાયરલ થતા જ તેની તેલુના યુરોપના દેશોના રસ્તાઓ સાથે કરવામાં આવી રહી છે. આ પાર્કની અંદર પાક્કા રસ્તાઓ, તેની બાજુમાં ક્યારીઓ, ખુબ જ સુંદર યુરોપિયન ડિઝાઈનની લાઇટ્સ, આધુનિક ઇમારતો, ઓપન સ્ટેજ, ઓપન જિમ, બેડમિન્ટન કોર્ટ અને ચિલ્ડ્ર્ન પાર્ક બનાવવામાં આવ્યો છે.

પાર્કની બંને તરફ બનાવવામાં આવેલા શૌચાલયમાં દિવ્યાંગ લોકો પણ જઈ શકે છે. એટલું જ નહિ આ પાર્કની અંદર ટૈકટિકલ ટાઇલ્સ લગાવવામાં આવી છે. જેના કારણે દૃષ્ટિહીન લોકો પણ આ રસ્તાનો ભરપૂર આનંદ માણી શકે.

અહીંયા પહેલાથી જ પાર્ક હતો પરંતુ તેની હાલત ખુબ જ ખરાબ હતી. જયારે પ્રસાશન અને સરકાર દ્વારા નવો પાર્ક બનાવવાની યોજના કરવામાં આવી ત્યારે સ્થાનિક લોકોએ પણ તેમાં ભાગ લીધો.

ડિઝાઇન, રીનોવેશન અને પાર્કને બનવા સુધીમાં સ્થાનિક લોકોએ પણ આઈડ્યા આપ્યા. સાથે પાર્કના નિર્માણ સમયે પણ પોતાનો પૂરતો સમય આપ્યો જેના કારણે આ પાર્કની સુંદરતામાં કોઈ કમી ના આવે.

આ પાર્કને બનાવવામાં 2.80 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ પાર્કને બનવવામાં ઉરલુંગલ લેબર કોન્ટ્રાકટર્સ કોપરેટીવ સોસાયટીએ પણ મદદ કરી છે.

સોશિયલ મીડિયામાં આ પાર્કની તસવીરો સામે આવ્યા બાદ તેને જોવા માટે લોકો ઉત્સાહિત થઇ રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર તેની તસવીરો પણ પોસ્ટ કરી રહ્યા છે.