ફિલ્મોમાં પોતાના પ્રિય કલાકારોને આપણે એક્શનથી લઈને રોમાન્સ સુધી, દરેક રોલમાં જોઈએ છીએ. સ્ક્રીન પર આ સ્ટાર્સ પોતાના કિરદારને એટલી સારી રીતે નિભાવે છે કે આપણે એ વિચારવા મજબુર થઇ જઈએ છીએ કે આ કલાકારો પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આવી રીતે જ જીવતા હશે. પ્રેમી-પ્રેમિકાનો કિરદાર હોય કે પછી પતી-પત્નીનો, દરેક કિરદારમાં આ સ્ટાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલોને જીતી લે છે. શું તમે જાણો છો કે, સ્ક્રીન પર એક બેસ્ટ પતિ કે પત્નીનો કિરદાર નિભાવનારા આ કિરદારો વાસ્તવમાં અવિવાહિત છે. આજે અમે તમને એવાજ અમુક બૉલીવુડ કલાકારો વિશે જણાવિશુ જેઓ આટલી ઉંમરે પણ કુંવારા છે.

1. સલમાન ખાન:
બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન બોલીવુડના એક મહાન અને સફળ અભિનેતા છે. સલમાનના લગ્નનો વિષય પુરા દેશમાં એક ચર્ચાનો વિષય છે. સલમાનનું જો કે ઘણી અભિયનેત્રીઓ સાથે રિલેશન રહી ચૂક્યું છે પણ હજી સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. હાલ સલમાન 50 વર્ષના થઇ ગયા છે, અને હવે તો લાગી રહ્યું છે કે તે કદાચ લગ્ન નહિ કરે.

2.તબ્બુ:
તબ્બુ 90 ના દશકની શાનદાર અને બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. તબ્બુએ પોતાની અદાકારીથી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. આજે પણ તબ્બુ બોલીવુડમાં સક્રિય છે અને પોતાની દમદાર ઍક્ટિંગ દેખાડતી રહે છે. જો કે તબ્બુ ઘણા અભિનેતાઓ સાથે રિલેશનમાં રહી ચુકી છે પણ લગ્ન માટે નો નિર્ણય હજી સુધી નથી લીધો.હાલ તબ્બુની ઉંમર 47 વર્ષ છે છતાં પણ લગ્ન માટે તૈયાર નથી.

3.અક્ષય ખન્ના:
અક્ષય ખન્ના એક જમાનાના ફેમસ અભિનેતા વિનોદ ખન્નાના દીકરા છે. અક્ષય ખન્ના પણ અવિવાહિત કલાકારોની લિસ્ટમાં આવે છે. અક્ષય ખન્નાએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, પણ શરૂઆતની કામિયાબી પછી મોટાભાગની તેની ફિલ્મો ફ્લોપ જ રહી હતી. અક્ષય ખન્ના 43 વર્ષના થઇ ગયા છે, પણ હજી સુધી તેણે લગ્ન નથી કર્યા.

4. અમિષા પટેલ:
ઋત્વિક રોશનની સાથે ફિલ્મ કહો ના પ્યાર હે થી ડેબ્યુ કરનારી અમિષા પટેલના લુક અને ફીટ્નેસને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કિલ છે, હાલ તેની ઉંમર 42 વર્ષની છે. ફિલ્મોમા કઈ ખાસ સફળતા ન મળવા છતાં પણ તેણે હજી સુધી લગ્ન નથી કર્યા. જો કે તેણે પોતાના લગ્નને લઈને કોઈ ખાસ મંતવ્ય પણ આપ્યું નથી.

5.ઉદય ચોપરા:
ઉદય ચોપરા મહાન બૉલીવુડ ડાયરેક્ટર યશ ચોપરાના દીકરા છે. ઉદય ચોપરાને શરૂઆતના દિવસોમાં અમુક ફિલ્મોમાં સફળતા મળી, પણ પછી તેને ધીમે ધીમે કામ મળવાનું બંધ થઇ ગયું. જો કે ઉદય ચોપરાનું અમુક અભિનેત્રીઓ સાથે અફેયર પણ રહ્યું હતું, પણ કોઈ સાથે લગ્ન કર્યા નથી. ફિલ્મ ‘ધૂમ’ની સિરીઝમાં નજરમાં આવનારા ઉદયની ઉંમર 45 વર્ષ છે. ઉદય તે અભિનેતાઓમાંના એક છે જેને ફિલ્મી કેરિયરમાં કઈ ખાસ સાફકતા મળી નથી.

6. એકતા કપૂર:
ટીવી સિરિયલથી લઈને ફિલ્મોમાં નિર્માતાના સ્વરૂપે ખાસ મુકામ મેળવનારી એકતા કપૂર એ પણ હજી સુધી લગ્ન નથી કર્યા, હાલ તેની ઉંમર 43 વર્ષની છે. સિનેમા જગતમાં સારું એવું નામ હોવા છતાં પણ એકતા કપૂર હજી સુધી અવિવાહિત છે.

7.સંજય લીલા ભંસાલી:
બાજીરાવ મસ્તાની, રામલીલા અને પદ્માત જેવી શાનદાર ફિલ્મોના નિર્દેશનથી એક ખાસ મુકામ મેળવનારા નિર્દેશક સંજય લીલા ભંસાલી હાલ 55 વર્ષના થઇ ગયા છે. છતાં પણ તેણે લગ્ન નથી કર્યા.લાગે છે કે સંજય લીલાનો લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી.

8.દિવ્યા દત્તા:
વીર ઝારા,ઈરાદા અને બદલાપૂર જેવી શાનદાર ફિલ્મોમાં સપોર્ટિંગ કલાકાર સ્વરૂપે દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી દિવ્યા દત્તા એ પણ હજી સુધી લગ્ન નથી કર્યા, હાલ તેની ઉંમર 40 વર્ષ છે.

ભલે આપણને હજી સુધી આ સવાલનો જવાબ ન મળ્યો હોય કે, ‘સલમાન ખાન ક્યારે લગ્ન કરશે’ પણ આ સવાલ બોલીવુડની એ અભિનેત્રીઓને પણ પૂછવામાં આવવો જોઈએ જેઓ લગભગ 40 વર્ષની ઉંમર પર કર્યા બાદ પણ કુંવારી છે.
બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રી છે જે લગ્નની ઉમર થઇ ગયા બાદ પણ હજી સુધી કુંવારી છે. આજે અમે એવી જ અમુક અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
લગ્નની ઉમર પાર થઇ જવા છતાં કુંવારી બેઠી છે આ અભિનેત્રી:
બોલીવુડ અભિનેત્રીઓ હંમેશા જ પોતાની લાઈફ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેતી હોય છે. આ બોલીવુડ અભિનેત્રીઓએ પોતાની કારકિર્દીમાં એક અભિનેતા કરતા અધિક સફળતા અને પ્રસિદ્ધિ મેળવી છે.
“A clear face with a happy glow, toned stilts with high stilettos, a knowing smile & she’s good to go” ❤️💋😉💃🏻🎵#sharing #smiles #yourstruly have a happy day!!!💃🏻😁 pic.twitter.com/py46sFWE5D
— sushmita sen (@thesushmitasen) December 5, 2018
જેઓ હજી સુધી કુંવારી છે અને બધું જ પ્રાપ્ત કર્યા બાદ પણ તેઓનું આ રીતે કુંવારા રહેવું થોડું હેરાન કરી દેનારું છે. કદાચ તેઓએ પૂરી લાઈફ સિંગલ રહેવાનો વિકલ્પ જ પસંદ કર્યો છે.
1. સુષ્મિતા સેન:
ઐશ્વર્યા રાયના મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ તેનાથી એક કદમ આગળ નીકળતા મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુષ્મિતા સેન આજ સુધી સિંગલ છે. જો કે, સમયની સાથે સાથે સુષ્મિતા વધુ યુવાન દેખાતી જાય છે. સુસ્મિતાના સંબંધો ઘણા રહયા પણ કોઈની સાથે લગ્ન સુધી વાત પહોંચી ન હતી, સુસ્મિતા સેને બે દીકરીઓ દત્તક લીધી છે અને તે પોતાના જીવનમાં ખુશ છે. અત્યારે સુસ્મિતા મોડેલ રોહમન શૉને ડેટ કરી રહી છે, પણ તે તેની સાથે લગ્ન કરશે કે નહિ, એ એક સવાલ છે.
2. તબ્બુ:
View this post on Instagram
તબ્બુને તો દરેક લોકો જાણે જ છે. તે બોલીવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેતયરી માનવામાં આવે છે. તબ્બુ આજે પણ ઘણી ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી દરેકને હેરાન કરી ચુકી છે. હાલ માં જ તે ગોલમાલ ફિલ્મની સીરીજમાં નજરમાં આવી હતી. તેના બાદ તેની અજય દેવગણ સાથેની એક અન્ય ફિલ્મ પણ રીલીઝ થઇ છે.
Tabu: A film offer must be exciting to be aspirational for me#Tabu #Bollywood #MyAuskar pic.twitter.com/frFxSMGXNr
— My Auskar (@my_auskar) September 3, 2019
તબ્બુ આજે પણ ખુબ જ સુંદર અને હોટ છે, તે ઈચ્છે તો કોઈની પણ સાથે લગ્ન કરી શકે તેમ છે. પણ તેને જોઇને એવું લાગે છે કે તે પોતાની લાઈફમાં સિંગલ રહેવા જ માગે છે. જણાવી દઈએ કે તબ્બુની ઉમર 43 વર્ષની થઇ ચુકી છે.
3. રાઈમા સેન:
રાઈમા સેન એક બંગાળી એક્ટ્રેસ છે. તે ખુબ જ સુંદર છે. સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં પણ તે હિન્દી ફિલ્મોમાં સફળ થઇ શકી ન હતી.
— raima sen (@raimasen) May 4, 2019
એવું નથી કે રાઈમાનું કોઈની સાથે અફેઈર નથી રહ્યું કે પછી તેનો કોઈ બોયફ્રેન્ડ નથી બન્યો, છતાં પણ તે કોઈની સાથે લગ્નનાં રીલેશન સુધી પહોંચી શકી ન હતી. પણ, બોલીવુડની આ સુંદર એક્ટ્રેસને અત્યાર સુધી કોઈ સાચો જીવનસાથી નથી મળ્યો.
#10yearchallenge pic.twitter.com/El7BwA9Iwv
— raima sen (@raimasen) January 16, 2019
4. અમીષા પટેલ:
લગ્નની ઉમર બાદ પણ બોલીવુડની કુંવારી એક્ટ્રેસની લીસ્ટમાં જે સૌથી પહેલું નામ આવે છે તે છે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી અમીષા પટેલનું.
ઋત્વિક રોશનની સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અમીષા પટેલ આજે પણ ખુબ જ સુંદર અને બોલ્ડ છે. તે આજે પણ કુંવારી છે. તેની લાઈફ સ્ટાઈલને જોઇને કદાચ કહી શકાય છે કે તે ક્યારેય પણ લગ્ન નહી કરે. અમીષા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે છતાં પણ તે અત્યારે લગ્ન કરવાના મુડમાં નથી.
5. રિમી સેન:

બોલિવૂડની કોમેડી ફિલ્મ હંગામામાં જોવા મળેલી આ અભિનેત્રી રિમી સેન અત્યારે 38 વર્ષની થઇ ચુકી છે, પરંતુ તેને હજુ સુધી લગ્ન કર્યા નથી. બંગાળમાં જન્મેલી આ અભિનેત્રીએ કેટ્લીક હિન્દી ફિલ્મોમાં અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.
તે હાલમાં ફિલ્મોમાં ભલે નજરે નથી આવતી પણ તે લગ્ન કર્યા વિના પણ સંપૂર્ણ રીતે સૂકુન અને શાંતિથી પોતાનું જીવન વિતાવી રહી છે. રિમી સેને પહેલી ફિલ્મ તેલુગુમાં કર્યા બાદ ‘હંગામા’, ‘ધૂમ’, ‘ગરમ મસાલા’, ‘ક્યોંકિ’,
‘દિવાને હુએ પાગલ’, ‘ગોલમાલ’ જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તે ‘બિગબોસ-૯’માં દેખાઇ હતી. એક્ટિંગ માટે તેને માત્ર કોમેડી ફિલ્મોમાં જ રોલ મળતો હોવાથી ફિલ્મોમાં અભિનયને અલવિદા કહી દીધું છે.
6. મોનિકા બેદી:
બોલિવૂડની સૌથી સુંદર અને ગોરી અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે એવી મોનિકા બેદી 44 વર્ષની થઇ ચુકી છે.
પણ આ ઉંમરે પણ તે સિંગલ અને પહેલા જેવી જ સુંદર અને ખુશ દેખાય છે. જયારે મોનિકા બેદી બોલિવૂડમાં નવી આવી હતી ત્યારે તેનું અફેર અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે હતું અને તેની સાથે નકલી પાસપોર્ટ પર બીજા દેશમાં પ્રવેશ મેળવવા માટે તેમને જેલની સજા પણ ભોગવી હતી.
આ પછી તે સ્ટાર પ્લસ પર સરસ્વતીચંદ્ર સીરિયલમાં પણ જોવા મળી હતી. લગ્ન વિશે મોનિકા બેદીનું કહેવું છે કે ‘જયારે મને યોગ્ય પાત્ર મળી જશે કે જેના પર હું એક જીવનસાથી તરીકે વિશ્વાસ કરી શકું, હું લગ્ન કરી લઈશ. પણ અત્યારે મારુ બધું જ ધ્યાન મારા કામ પર છે.’
7. તનિષા મુખર્જી:
બોલિવૂડ સુપરસ્ટાર કાજોલની નાની બહેન તનિષાએ પણ બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે. તનિષાએ પોતાનું બોલીવુડમાં પોતાનું ડેબ્યુ ફમ નીલ એન્ડ નીક્કીથી કર્યું હતું.
Sizzling #TanishaMukherjee pic.twitter.com/q0nae0W8lm
— MoviesUpdatez🎥 (@MoviesBuzzz) August 10, 2018
તેને બોલિવૂડમાં વધુ પ્રસિદ્ધિ નથી મળી પણ તેમ છતાં તેને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ મળ્યું હતું. તેનું નામ ઉદય ચોપરા સાથે પણ જોડાયું હતું.
આ પછી તે બિગ બોસમાં આવી અને પ્રસિદ્ધ થઇ ગઈ હતી. બિગ બોસમાં તેનું નામ અરમાન કોહલી સાથે પણ જોડાયું હતું અને તેઓ લગ્ન પણ કરવાના હતા, પણ આમ થઇ શક્યું નહિ. હાલમાં 41 વર્ષીય તનિષા કોઈની સાથે સંબંધોમાં નથી અને તે લગ્ન વિશે પણ વિચારી રહી નથી.
#Sundays are #fundays! What’s ur fun? Mine is my loved ones #family #friends #babies #puppies #flowers #nature the #ocean ..cool breezes on hot sunny days….#hotchocolate anytime … #travelling #diving #tanishaamukerji pic.twitter.com/h3zDYPnZ5p
— Tanishaa Mukerji (@TanishaaMukerji) March 31, 2019
8. નરગીસ ફખરી:
બોલિવૂડની સુપરહિટ ફિલ્મ રોક્સ્ટારથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર નરગીસ ફખરી મૂળ અમેરિકન અભિનેત્રી અને મોડેલ છે. ફિલ્મ રોકસ્ટાર માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો હતો. 39 વર્ષીય આ અભિનેત્રીનું નામ બોલીવૂડના અભિનેતા ઉદય ચોપરા સાથે જોડાયું હતું.
ચર્ચાઓ હતી કે નરગીસ ઉદય ચોપરા સાથે સંબંધમાં છે. પણ પછીથી બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. નરગીસ હાલમાં સિંગલ છે અને તેને પોતાની આઝાદી વ્હાલી છે. હાલ તેના લગ્ન માટેના કોઈ જ પ્લાન નથી.
9. શમિતા શેટ્ટી:
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બોલિવૂડમાં આવતા પહેલા ડિઝાઈનર મનીષા મલ્હોત્રા સાથે ઇન્ટર્નશિપ કરી રહી હતી, પણ મનીષા મલ્હોત્રાએ તેનામાં સ્પાર્ક જોયો અને બોલિવૂડમાં હાથ અજમાવવા માટે પ્રેરિત કરી. આ તેને ફિલ્મ મોહબ્બતેમાં કામ કર્યું,
અને તેના અભિનય માટે તેને એ વર્ષે સ્ટાર ડેબ્યુ ફિમેલ તરીકે આઈફા એવોર્ડ મળ્યો હતો. આ પછી તેને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તે પોતાની બહેનની જેમ બોલિવૂડમાં સફળતા મેળવી શકી નહિ.

તેની કારકિર્દી દરમ્યાન તેનું નામ અભિનેતા હર્મન બાવેજા, ઉદય ચોપરા અને આફતાબ શિવદાસાની સાથે જોડાઈ ચૂક્યું છે. પણ એકપણ સંબંધ સફળ ન થતા તેને સિંગલ રહેવાનું નક્કી કર્યું છે. પણ હાલ 40 વર્ષની ઉંમરે પણ શમિતા શેટ્ટી સિંગલ છે અને ખુશ છે.
All set to walk the ramp for @swarovskigemstones hair : @ashisbogi @zirconiafromswarovski
@swarovskigemvisions 🎀 #eventdiaries #showstopper #glitterglam #ootd #instafashion #instapic #instastyle #instalove pic.twitter.com/VaLCuGmW0C— Shamita Shetty (@ShamitaShetty) August 9, 2019
10. ગ્રેસી સિંહ:
કેટલીક ટેલિવીઝન સીરિયલમાં કામ કર્યા પછી અભિનેત્રી ગ્રેસી સિંહે બોલિવૂડની સુપરહિટ ફિલ્મમાં લગાનમાં આમિર ખાન સાથે ગૌરીની ભૂમિકા ભજવી હતી. આજે પણ ફિલ્મ લગાનમાં ગૌરીની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

ગ્રેસી સિંહ તાલીમ પામેલી ક્લાસિકલ ડાન્સર છે. અને ઘણા ઓછા લોકો જાણે છે કે ગ્રેસી પિયાનો પણ વગાડે છે. લગાન ફિલ્મ પછી તેમને સંજય દત્ત સાથે ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં પણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મ લગાન માટે તેમને ત્રણ એવોર્ડ પણ મેળવ્યા છે.
જેમાં આઈફા એવૉર્ડ, સ્ક્રીન એવૉર્ડ, ઝી સીને એવૉર્ડનો સમાવેશ થાય છે. 39 વર્ષીય અભિનેત્રી હાલ ફિલ્મોથી દૂર છે અને સિંગલ છે.