પાતળું થવું કોને પસંદ નથી? દરેક લોકોની એ જ કોશિશ હોય છે કે તેનું વજન કયારેય વધે નહીં તેનું શરીર પાતળું રહે અને તે વ્યક્તિ સુંદર દેખાય. આજકાલ ટીવી, સીરિયલમાં દેખાતા હીરો હિરોઇનને જોઈ પાતળા થવાનો જુનૂન બધાને ચઢે છે. અને હવે પાતળા થવા માટે અને વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે… આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. એ બધું તો ઠીક પણ વધુ પાતળું થવું પણ સારું નથી. શરીર ઉંમર મુજબ વધવું જ જોઈએ. પણ ફાસ્ટફૂડ ખાઈને વધુ પડતું શરીર ફુલાવી લેવું પણ સારું નહીં. તો તમારું વજન કેટલું હોવું જોઈએ?

તમે હોસ્પિટલમાં જોયું હશે જ્યારે કોઈ માતા બાળકને જન્મ આપે ત્યારે ડોકટર કહેતા હશે કે તમારા બાળકનું વજન 3 કિલોની આજુબાજુ હોવું જોઈએ. જન્મતા વખતે 3 કિલોનું બાળક હેલ્ધી કેહવાય છે. પણ જ્યારે બાળક થોડું મોટું થઈ જાય છે લગભગ 5-6 મહિનાનું ત્યારે તેનો વજન 7 કિલોની આસપાસ હોવું જોઈએ. અને જ્યારે બાળક એક વર્ષનું થઈ જાય ત્યારે તેનો વજન કંઈક 9 થી 10 કિલો જેટલું હોવું જોઈએ.

આવી જ રીતે ઉંમર મુજબ વજન વધવું જોઈએ. પણ જેમ જેમ ઉંમર વધે એમ છોકરાઓનું વજન છોકરીઓ કરતા થોડું વધુ હોવું જરૂરી છે. 2-3 વર્ષના છોકરા-છોકરીઓના વજનમાં અડધા કિલા જેટલો ફરક હોવો જોઈએ. છોકરાઓનું વજન વધુ જ હોવું જોઈએ.

બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યારે તેનું વજન 17 થી 18 કિલો હોવું જોઈએ. 5 વર્ષની છોકરીઓનું વજન ઓછામાં ઓછું 17 કિલો હોવું જોઈએ. જ્યારે બાળક 7 વર્ષનું થાય ત્યારે તેનું વજન 21 થી 23 કિલો જેટલું હોવું જરૂરી છે. અને બાળક જ્યારે બાર તેર વર્ષનું થઈ જાય ત્યારે તેનું વજન 40 થી 44 કિલો હોવું જરૂરી છે. આટલા વજનવાળું બાળક જાડું નહીં પણ હેલ્ધી કહેવાય છે.

પણ આ આંકડાઓ કંટ્રોલમાં આવતા જાય છે જેમ બાળક નનામાંથી મોટું થતું જાય છે. ટીનએજર્સ થયા સુધી બાળકનું વજન વધુમાં વધુ 52 થી 56 કિલો થઈ જવું જોઈએ. તેનાથી થોડું વધુ હોય તો ચાલે પણ ઓછું ન હોવું જોઈએ. વજન વધવુ એટલે ચરબી વધવી એમ નહીં પણ શરીરમાં પૂરતા પોષકતત્વો મળી રહેવા. 19 થી 20 વર્ષ સુધીમાં 2-3 કિલો વજન વધવુ જોઈએ.

અને ત્યાર બાદ આ આંકડો બંને તેટલો ઓછો વધવો જોઈએ. બે- ત્રણ વર્ષમાં એ કિલો વજન વધવુ સામાન્ય ગણાય છે. 20 થી 40 વર્ષ સુધીમાં વજન 65 થી 75 કિલો જેટલું થવું જોઈએ. અને ઘડપણમાં વજન 80 જેટલું. આ છે સરેરાશ વજન. સામાન્ય રીતે આટલું વજન રહેશે તો ક્યારેય કોઈ શરીર સંબંધિત સમસ્યાઓ નહીં થાય. પણ જો તમારું વજન આનાથી ઓછું કે વધુ છે તો તમારે તમારા વજન પર કામ કરવાની જરૂર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks