જીવનશૈલી મનોરંજન

BMW થી Jaguar સુધી આ 10 ટીવી સ્ટાર્સ પાસે છે મોંઘી ગાડીઓ, જાણો કોની પાસે છે કંઈ કાર

બોલીવુડના સેલેબ્સ પાસે લકઝરી કાર કલેક્શન તો જોયું જ હશે પરંતુ આ મામલે ટીવી સ્ટાર્સ પર ઓછા ઉતરે એમ નથી. નાના પડદાના એક્ટ્રેસ કે એક્ટરની કમાણી ભલે મોટા પડદાના એક્ટ્રેસ કે એક્ટર જેવી ના હોય પરંતુ એટલું મહેનતાણું તો હોય જ છે કે તે લકઝરી લાઈફ જીવી શકે. ટીવીના ઘણા સિતારાઓ પાસે મોટી-મોટી બ્રાન્ડની કાર છે જેમાં હવે પાર્થ સમથાનનું નામ પણ શામેલ થઇ ગયું છે.

આવો જાણીએ ક્યાં સિતારાઓ પાસે કંઈ કાર છે.

1. સિદ્ધાર્થ શુકલા

Image Source

બિગબોસ 13ના સ્પર્ધક સિદ્ધાર્થ શુકલા ઘણી લકઝરી લાઈફ જીવે છે. સિદ્ધાર્થ પાસે BMW X5 કાર છે. સિદ્ધાર્થની કારનો અકસ્માત થતા તેના વિરુધ્દ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

2. પાર્થ સમથાન

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

કસોટી જિંદગી કી માં અનુરાગનો રોલ નિભાવતા પાર્થે હાલમાં જ મર્સીડીઝ બેન્ઝ લીધી છે.સફેદ કલરની આ લકઝરી કારની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3. દીપિકા કક્ક્ડ

Image Source

બિગ બોસમાં વિનર રહી ચુકેલી દીપિકા પાસે રેડ કલરની BMW X4 છે. આ કાર તેના પતિ શોએબ સાથે મળીને ખરીદી હતી. આ બાદ દીપિકાએ ખુદ માટે એક બ્લુ કલરની બીએમડબ્લ્યુ કાર ખરીદી હતી.

4. શિવાંગી જોશી

Image Source

ટેલિવિઝનની મશહૂર એક્ટ્રેસ શિવાંગી જોશી ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં નાયરાનો રોલ નિભાવે છે. હાલમાં જ શિવાંગીએ ખુદની જગુઆરની લેટેસ્ટ મોડેલ કાર ખરીદી છે. આ કારની કિંમત આશરે 1 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. શિવાંગીએ આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

5. ભારતીસિંહ

Image Source

કોમેડિયન કવિન  ભારતીસિંહ પાસે પણ બ્લેક કલરની BMW X7 છે. આ સિવાય તેની પાસે Mercedez Benz GL-350 પણ છે. ભારતી હાલના સમયમાં ટીવીમાં ફેમિલી કોમેડિયનથી સૌથી વધુ કમાણી કરે છે.

6. દિવ્યાંકા ત્રિપાઠી

Image Source

દિવ્યાંકા ત્રિપાઠી પાસે પણ મર્સીડીઝ કાર છે. આ કાર તેને પતિ વિવેક સાથે 2018માં મળીને ખરીદી હતી.

7. મોનાલીસા

Image Source

મોનાલીસાએ થોડા સમય પહેલા કે વ્હાઇટ કલરની ઓડી કાર ખરીદી છે. આ કારને ખરીદવા પર તેને સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી હતી.

8. કપિલ શર્મા

Image Source

કોમેડી કિંગ કપિલ શર્મા પાસે SUV- Range Rover Evoque કાર છે. આ બાદ તેન કોઈ કાર ખરીદી નથી.

9. નેહા પેંડસે

Image Source

નેહા પેંડસેના બોય ફ્રેન્ડે થોડા સમય પહેલા જ સફેદ કલરની મર્સીડીઝ બેન્ઝ કાર તેના બોયફ્રેન્ડે ગિફ્ટ કરી હતી. આ સાથે જ સ્ટાઈલિશ પોઝ દેતા નેહાએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી.

10. રોનિત રોય

Image Source

રોનિત રોય એક્ટિંગ એક્ટિવ હોવાની સાથે-સાથે તેને ખુદની એક કંપની પણ છે. રોનિત પાસે સૌથી મોંઘી કાર Audi R8 છે. જેની કીંમત 3.3 કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.