તમે તમારા પરિવારને એક સાથે ક્યાંક ફરવા લઈ જવા માંગો છો, તો પહેલા તો તમને અભિનંદન. સમય બદલાઈ ગયો છે જૂની પેઢી પાસે નવી પેઢી સાથે જોડાવા માટે કોઈ વિષય બચ્યો નથી અને નવી પેઢીને જૂની વાતોમાં કોઈ રસ નથી રહ્યો, ત્યારે આ પરિસ્થિતિમાં તમે આખા પરિવારને કશે સાથે ફરવા લઇ જવા માંગો છો તો એ ખૂબ જ સારું છે.
આવી અજીબ પરિસ્થિતિમાં આપસમાં પ્રેમ બનાવી રાખવા માટે એક સાથે ફરવા જવું એવો વિચાર ખૂબ જ શ્રેષ્ઠ છે. જો તમે એક સાથે ફરવા જવા માંગો છો તો એના ફાયદાઓ આ પ્રમાણે છે – એકબીજા સાથે જોડાવાની તક મળે છે, પરસ્પર સંબંધો સુધરે છે. જીવનભર માટે મીઠી યાદો અને રસપ્રદ વાર્તાઓ મળી જાય છે. જો પરિવારમાં કોઈ નવું સભ્ય આવ્યું હોય તો એના માટે બધાને જ જાણવા અને પરિવારમાં ભળી જવામાં સરળતા રહે છે.

પરિવારમાં બધાને જ એક સાથે ફરવા લઇ જવા કોઈ સરળ વાત નથી. ફરવા બાબતે પરિવારના નાના બાળકોથી લઈને વડીલોની દરેકની પસંદગી અલગ હોય છે. આવી સ્થિતિમાં, ફરવા જવા માટે કોઈ એક જ જગ્યાને પસંદ કરવું એક ઘણું અઘરું કામ હોય છે. પણ હવે નહિ, તમારા માટે અહીં લઈને આવ્યા છીએ એવી કેટલીક જગ્યાઓ કે જ્યા આધ્યાત્મ પણ છે અને મસ્તી પણ છે. તો ચાલો જોઈએ –
પુષ્કર –
રાજસ્થાનમાં, જો તમને કશે દેશી અને વિદેશી સંસ્કૃતિનો સંગમ જોવા મળે તો તે પુષ્કરમાં મળશે. પહાડોથી ઘેરાયેલા આ આધ્યાત્મિક શહેરની હવામાં જ કોઈ એવી વસ્તુ છે કે હજારો કિલોમીટર દૂરથી વિદેશી પ્રવાસીઓ માત્ર અહીં ફરવા માટે જ નથી આવતા, પરંતુ ઘણા લોકો પણ સ્થાયી થઇ જાય છે.

પુષ્કરને તીર્થરાજ તરીકે પણ ઓળખાય છે. અહીં સવારની શરૂઆત ભારતના એકમાત્ર બ્રહ્મા મંદિરના મંત્રજાપથી થાય છે, અને વરાહ ઘાટ ખાતે યોજાનારી પ્રખ્યાત આરતી સાથે સાંજને વિદાય કરવામાં આવે છે. જો તમને મંદિરોમાં રુચિ છે, તો અહીં 500 મંદિરો બન્યા છે. પરંતુ જો તમારે ખાસ મંદિરોમાં જવું હોય તો બ્રહ્મા મંદિર સિવાય તમે નજીકના રત્નાગીરી પર્વત પર સાવિત્રી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. જેમને મંદિરના દર્શન કરવા હોય એ દર્શન કરી લે અને જેને પ્રકૃતિનો નજારો જોવો હોય તો એ પર્વત પર હાઇકીંગ માટે પણ જઈ શકે છે.
જો તમે ભારતીય છો, તો તમને જાણીને આશ્ચર્ય થશે કે પુષ્કરમાં એક એવું મંદિર પણ છે કે જ્યાં અંગ્રેજોને પણ અંદર પ્રવેશ કરવા નથી દેતા. આ મંદિરનું નામ છે રંગજીનું મંદિર છે. જો તમને પુષ્કર સારાફા બજારમાં ખરીદી કરવાથી ફુરસદ મળે તો પાસે જ બનેલા આ મંદિરમાં જઈને અહીંની વાર્તા જાણી આવજો. ખૂબ રસપ્રદ છે.
આકર્ષણ: કાલાબેલીયા ડાન્સ, હોટ એર બલૂન રાઇડ, ઇઝરાયલી કાફે, બ્રહ્મા મંદિર
ઋષિકેશ –
યોગ અને આધ્યાત્મ માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ રિષિકેશને કોણ નથી જાણતું. રજાઓ હોય કે થોડો સમય શહેરની ભીડથી દૂર રહેવું હોય તો આસપાસના રાજના લોકો જેમ કે દિલ્હી, પંજાબના લોકો પોતાની ગાડીઓ લઈને જ ગંગાકિનારે વસેલા આ શહેર પહોંચી જાય છે.

જો તમારા પરિવારમાં સાહસિક લોકો છે, તો પછી તેઓને રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, ફ્લાઇંગ ફોક્સ, ક્લિફ ડાઇવિંગ જેવી આકર્ષક વસ્તુઓ કરવા મળશે. ઋષિકેશમાં અહીંના વ્યવસાયિક લોકો સંપૂર્ણ સુરક્ષા સાથે રાફ્ટિંગની વ્યવસ્થા કરે છે, તેથી ડરવાની પણ જરૂર નથી.
આધ્યાત્મમાં રસ ધરાવતા લોકોને અહીં બનેલા ધ્યાન અને યોગ કેન્દ્રોમાં ઘણી શાંતિ મળશે. ગંગાના કાંઠે ત્રિવેણી ઘાટ પર ડૂબકી લગાવીને સાંજે મહાઆરતી જોવી એ એક અલગ આનંદ છે. અહીં રહેવા માટે શ્રેષ્ઠ હોટલથી તંબુ સુધીની દરેક વસ્તુ વાજબી ભાવે ઉપલબ્ધ છે.
આકર્ષણ: યોગ, ધ્યાન, વોટર સ્પોર્ટ્સ, રાફ્ટિંગ, લક્ષ્મણ ઝુલા, કેમ્પિંગ
હમ્પી –
એક સમયે હમ્પી ભારતના સૌથી ધનિક સામ્રાજ્ય વિજયનગરનું એક ગામ હતું. પરિવાર માટે ફરવા લાયક સ્થળની રીતે જોવામાં આવે તો હમ્પી તમને ખૂબ જ પસંદ આવશે, કારણ કે આ ખૂબ જ શાંત જગ્યા છે.

તુંગભદ્રા નદીના કાંઠે વસેલા હમ્પીમાં દૂર-દૂર સુધી ચટ્ટાનો અને પહાડો જોવા મળશે, તો જો પરિવારમાંથી કોઈને રોક કલાઇમ્બિંગનો શોખ હોય તો તે અહીં પૂર્ણ થઈ શકે છે. નદીના બીજા કિનારે તમે જાઓ તો તમે અનેગુંડી નામની હિપ્પીઓની બસ્તીમાં પહેંચી જશો. નજીકના સનાપુર તળાવમાં કોરેકલ બોટમાં બેસીને પરિવારના બધા સભ્યો સાથે તળાવમાં સેર કરી શકાય છે.
પરિવારના જે લોકોને મંદિરો, ઐતિહાસિક સ્થળોની કથાઓમાં રસ છે એમના માટે અહીં મોજ છે. અહીં 50 મીટર ઊંચું વિરુપાક્ષ મંદિર ખૂબ પ્રખ્યાત છે. સાંજે કુટુંબના સભ્યો સાથે મતંગા હિલ જાઓ અને ત્યાંથી સૂર્યાસ્તનો નજારો જુઓ, બધાને જ પસંદ આવશે.
આકર્ષણ: મંદિરના અવશેષો, હાથીઓના તબેલા, ક્લિફ જમ્પિંગ, રોક ક્લાઇમ્બીંગ
મહાબેશ્વર –
મુંબઈથી લગભગ 260 કિમી દૂર સહ્યાદ્રી પર્વતોની હરિયાળીની વચ્ચે મહાબળેશ્વર આવેલું છે. જો તમે સ્ટ્રોબેરીના બાગો માટે પ્રખ્યાત મહાબળેશ્વરમાં એડવેન્ચર અને મોજશોખ કરવા માંગતા હો, તો લિંગામાળા ધોધ સુધી ટ્રેકિંગ કરીને જઈ શકાય છે. જો તમારે પાણી વહેતું જોવું હોય, તો ચોમાસાની ઋતુમાં જાવ. સાથે કહું ખાવા-પીવા લઈને જશો તો પરિવાર માટે પીકનીક જેવું થઇ જશે.

અહીંથી 25 કિમી દૂર પહાડોથી ઘેરાયેલો પ્રતાપગઢનો કિલ્લો છે, જે એક સમયે મરાઠા સામ્રાજ્યનો ખાસ ગઢ હતો. 5 કિમી દૂર રાજાપુરીની ભેદી ગુફાઓ છે જેમાં ભગવાન કાર્તિકેયનું મંદિર પણ છે. જેથી રોમાંચ સાથે આધ્યાત્મ પણ મળશે. સાંજે બધા વિલ્સન પોઇન્ટ પર પહોંચી જાઓ અને ડૂબતા સૂર્યથી કેસરી થયેલા આકાશની તસ્વીરો કેમેરામાં કેદ કરી શકો છો.
આકર્ષણ: વેના તળાવ પર શિકારાની સવારી, પ્રતાપગઢ કિલ્લો, મહાબળેશ્વર શિવ મંદિર, રાજાપુરીની ગુફાઓ, વેલિંગ્ટન પોઇન્ટ, કનોટ પીક
તમને આ સ્થળો વિશે જાણીને સારું લાગ્યું હશે, જ્યા તમે નિશ્ચિન્ત થઈને પરિવાર સાથે આરામથી રજાઓ પસાર શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.