ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓમાં રિલાયન્સ ઈન્ડરસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું જ નામ પહેલું આવે પરંતુ વર્ષ 2019ના કૈપિટલાઇનના આંકડા મુજબ ભારત દેશની અંદર 10 એવા ઉઅદ્યોગપતિઓ છે જેમનું વાર્ષિક પેકેજ મુકેશ અંબાણી કરતા પણ વધુ છે. જાણી ને તમને પણ નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે, ચાલો જોઈએ તેના વિશે.
View this post on Instagram
પવન મુંજાલ:
હીરો મોટોકોર્પના સીએમડી પવન મુંજાલ આ લિસ્ટમાં સૌ પ્રથમ આવે છે. જેમનો વાર્ષિક પગાર સૌથી વધુ છે. તેમનું એકવર્ષનું પેકેજ 80.41 કરોડ રૂપિયાનું છે. જે મુકેશ અંબાણી કરતા ઘણું જ વધારે છે.

એસ એન સુબ્રમણ્યમ:
વર્ષ 2017થી એલ & ટી કંપનીની ભાગદોર સાંભળવા વાળા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર એસ એન સુબ્રમણ્યમનું વાર્ષિક પેકેજ 48.45 કરોડ રૂપિયા છે. જે ઔદ્યોગિક સર્કલમાં એસેનેસ અને એસએન ના નામથી પ્રખ્યાત છે.
View this post on Instagram
રાજીવ બજાજ:
જે આ કંપનીની ગાડીઓ દુનિયાભરના 70 દેશોમાં વેચાઈ રહી છે એવી બજાજ કંપનીના એમ.ડી. રાજીવ બજાજનું વાર્ષિક પેકેજ 32.31 કરોડ રૂપિયા છે.
View this post on Instagram
સુનિલ ભારતી મિત્તલ:
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના ચેરમેન સુનિલ મિત્તલનું વાર્ષિક પેકેજ 31 કરોડ રૂપિયા છે. ટેલિકોમ સિવાય તેઓ વીમા, મોલ, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ જેવામાં પણ તમેનો વ્યવસાય ફેલાયેલો છે.

નવીન અગ્રવાલ:
વેદાંતના કાર્યકારી નિર્દેશક નવીન અગ્રવાલનું વાર્ષિક પેકેજ 30.71 કરોડ રૂપિયા છે. તેઓ એક ચાર્ટડ એકાઉન્ટટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ છે.

આર. શંકર રમન:
એલ એન્ડ ટી કંપનીના સીએફઓ આર. શંકર રમન પણ પગારની બાબતમાં મુકેશ અંબાણી કરતા પણ આગળ છે તેમનું વાર્ષિક પેકેજ 25.08 કરોડ રૂપિયા છે.
View this post on Instagram
સલિલ પારેખ:
ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખણું પણ વાર્ષિક પેકેજ 24.67 કરોડ રૂપિયાનું છે.

વેણુ શ્રીનિવાસન:
1979માં જયારે વેણુ શ્રીનિવાસને ટીવીએસ કંપનીની કમાન સાંભળી હતી ત્યાર બાદ જ કંપની પ્રગતિના રસ્તા ઉપર આવી હતી. હાલમાં પણ તેઓ ટીવીએસ સાથે જ જોડાયેલા છે તેઓ કંપનીના સીએમડી છે અને તેમનું વાર્ષિક પેકેજ 23.77 કરોડ રૂપિયા છે.

નિખિલ મેસવાની:
રિલાયન્સ કંપનીના ઇડી નિખિલ મેસવાનીનો પગાર પણ મુકેશ અંબાણી કરતા વધારે છે. તેમનું વાર્ષિક પેકેજ 20.57 કરોડ રૂપિયા છે તેમજ રિલાયન્સ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિટલ મીસવાનીનું પણ વાર્ષિક પેકેજ 20.57 કરોડ છે.
View this post on Instagram
મુકેશ અંબાણી:
તમને જાણીને નવાઈ લાગશે પણ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનું વાર્ષિક પેકેજ માત્ર 15 કરોડ રૂપિયા જ છે. વર્ષ 2018-19ના પોતાના વાર્ષિક રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણીએ પોતાના વાર્ષિક પેકેજમાં છેલ્લા 11 વર્ષથી કોઈ વધારો કર્યો નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.