ખબર

સવારે ઉઠીને બ્રશ કરી રહેલા યુવાનના પેટમાં ચાલ્યું ગયું આખું બ્રશ, ડૉક્ટરોએ એક્સ-રેમાં જોયું તો..

નાના બાળકોને આપણે ઘણીવાર ઘણી વસ્તુ મોઢામાં કે નાકમાં નાખી દેતા સાંભળ્યા હશે, પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જાણીને તમે પણ ચોંકી ઉઠશો, એક વ્યક્તિ બ્રશ કરી રહ્યો હતો તે દરમિયાન આખું બ્રશ જ ગળી ગયો, જેના બાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ડોકટરો દ્વારા ખુબ જ મહેનતથી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.

Image Source

આ ઘટના બની છે મહારાષ્ટ્રના ઔરાંગાબાદની અંદર જ્યાં એક 32 વર્ષીય વ્યક્તિ વિજય જનાર્ધન જાધવે બ્રશ કરવા દરમિયાન આખું ટુથબ્રશ જ ગળી ગયો. ત્યારબાદ તેને સારવાર માટે ઔરાંગાબાદની સરકારી મેડિકલ કોલેજમાં લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ સફળતા પૂર્વક ઓપરેશન કરીને ટુથબ્રશ બહાર કાઢ્યું હતું.

Image Source

આ ઘટના બની હતી 26 ડિસેમ્બરના રોજ જ્યારે વિજય સવારે બ્રશ કરી રહ્યો હતો ત્યારે તે બ્રશ ગળી ગયો અને પછી તેને પેટમાં દુઃખાવો થવા લાગ્યો, ત્યારે તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં એક્સ-રે દરમિયાન તેના પેટમાં રહેલા બ્રશની ખબર પડી નહોતી.

Image Source

પરંતુ જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરોને માલુમ પડ્યું કે તેના પેટમાં બ્રશ ફસાયેલું છે. સીટી સ્કેન કર્યા બાદ ડોક્ટરોએ એક ટીમ તૈયાર કરી અને તરત વિજયનું ઓપરેશન કરી અને સફળતા પૂર્વક બ્રશ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.હાલ સર્જરી બાદ વિજયની હાલત એકદમ સારી છે, હાલ તે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે, તેને એક નવું જીવન મળતા વિજય અને તેના પરિવારજનો પણ ખુશ છે.