ખબર ફિલ્મી દુનિયા

તારક મહેતાની આખી ટિમ આવી ગઈ છે ટેંશનમાં, આ દિગજ્જને થયો કોરોના

કોરોના વાયરસનું સંક્રમણ દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે ત્યારે આ વાયરસની ચપેટમાં સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ આવી ગયા છે. હાલ જ એક એવી ખબર આવી રહી છે જેના કારણે દર્શકોના દિલ ઊંચા થઇ ગઈ છે.

Image Source

ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શોના પ્રોડ્યુસર એવા અસિત મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા શોના કલાકારો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

Image Source

અસિત મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું કે તેમને કેટલાક લક્ષણો અનુભવાયા, જેના કારણે તેમને પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અને હવે તેમની સારવાર ચાલી રહી છે.

Image Source

અસિત મોદીએ પોતાની ટ્વિટની અંદર જણાવ્યું છે કે: “કોરોના વાયરસના લક્ષણો બાદ મેં પોતાનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં પોતાને આઇસોલેટ કરી લીધો છે. હું વિનંતી કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે સાવધાન રહે અને નિયમોનું પાલન કરે.”

વધુમાં તેમને પોતાના ચાહકોને પણ જણાવ્યું છે કે: “તમે મારી ચિંતા ના કરશો, તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે હું જલ્દી જ સાજો થઇ જઈશ. તમે મસ્ત સ્વસ્થ રહો.”

Image Source

તારક મહેતા શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શોએ હાલમાં જ પોતાના 3000 એપિસોડ પણ પુરા કર્યા અને તેની એક ગ્રાન્ડ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શોના તમામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.