ટીવીનો સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશાં દર્શકોને હસાવવાનું કામ કરે છે. આ શોમાં દયાબેન અને જેઠાલાલની જોડી ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યારે ચાહકો માટે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી શોથી દૂર રહેલી આ અભિનેત્રી શોમાં વાપસી કરવા જઈ રહી છે.
View this post on Instagram
શોની રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજા શોમાં પરત ફરવા જઇ રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી અભિનેત્રી પ્રિયા આહુજાને ઘણી લોકપ્રિયતા મળી. આ શોમાં તે રીટા રિપોર્ટરની ભૂમિકામાં હતી. પરંતુ તે લાંબા સમયથી આ શોમાંથી ગાયબ હતી. તેની પાછળનું કારણ તેની પ્રેગ્નેન્સી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. તેણે શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી.
View this post on Instagram
પ્રિયા આહુજાના પતિ માલવ રાજદાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. તેણે ચાહકોને હિન્ટ આપતા પ્રિયા આહુજાના શોમાં પાછા ફરવાની ઘોષણા કરી છે. આ શોમાં તે ટૂંક સમયમાં રીટા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળશે. માલવે પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું અને રીટા તેની મેટરનિટી બ્રેકથી પાછી આવી ગઈ છે. એ જોઈને ખૂબ જ સારું લાગે છે કે તેણે મારા આદેશોનું પાલન કરવું પડે છે.
પ્રિયાના શોમાં વાપસી થતાં ચાહકો ખૂબ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે પ્રિયાની એક્ટિંગને શોમાં ખૂબ પસંદ કરવામાં આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.