ખબર

કોરોના બાદ હવે ચીનમાં ફેલાઈ રહ્યો છે આ કીડાથી નવો વાયરસ, કીડો કરડવાથી થાય છે આવા ખરાબ હાલ

આખી દુનિયા આજે ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસ સામે એક જંગ લડી રહી છે ત્યારે ચીનની અંદર એક બીજો જીવલેણ વાયરસે પગ ફેલાવવાની શરૂઆત કરી દીધી છે. ચીનમાં એક કીડા(Tick)ના કરડવાથી નવો વાયરસ ફેલાઈ રહ્યો છે જેમાં અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ થઇ ગયા છે અને 60થી પણ વધારે લોકો સંક્રમિત છે.

Image Source

ટિક-જનિત વાયરસના કારણે થ્રોમ્બોસાઇટોપેનીયા સિન્ડ્રોમ (એફએફટીએસ)ની સાથે ગંભીર તાવે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓની ચિંતામાં વધારો કરી દીધો છે. સ્થાનીય મીડિયાના જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં ચીનના પૂર્વી જિયાંગસુ અને અનહુઈ પ્રાંતોમાં આ વાયરસથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

Image Source

શોધકર્તાઓની ટીમે સમાન લક્ષણો વાળા લોકોના એક સમૂહમાંથી પ્રાપ્ત લોહીના નમુનાની તપાસ કરીને વાયરસની ઓળખ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે વાયરસ સંક્રમિત લોકોમાં 30 ટકા મરીજોના મૃત્યુ થઇ શકે છે. રોગ નિયંત્રણ અને રોકથામ માટે ચીનની સૂચના પ્રણાલી અનુસાર વર્તમાન મામલામાં મૃત્યુદર લગભગ 10થી 30 ટકાની વચ્ચે છે.

Image Source

આ વાયરસ ટીક નામના એક કીડાના કરડવાથી મનુષ્યોમાં ફેલાઈ રહ્યો છે. ચીની વાયરસ વિશેષજ્ઞોએ એ ચેતવણી આપી છે કે વાયરસને માણસથી માણસમાં સંક્રમણને ખારીજ નથી કરી શકાય એમ. SARS-CoV-2ની વિપરીત આ પહેલીવાર નથી જયારે SFTS વાયરસ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. હાલના મામલા ફક્ત બીમારીના ઉભરવાનું પ્રતીક છે.

Image Source

આ વાયરસની ઓળખ સૌથી પહેલા ચીનમાં શોધકર્તાઓની એક ટીમે એક દશક પહેલા કરી હતી. 2009માં હુબેઇ અને હેનાન પ્રાંતના ગ્રામીણ ક્ષેત્રોમાં પહેલા કેટલાક આવા મામલા પણ સામે આવ્યા હતા.

Image Source

વર્ષ 2001માં ચીની શોધકર્તાઓની એક ટિમ દ્વારા કરવામાં આવેલા એક અધ્યયન પ્રમાણે, બીમારીની શરૂઆતનો સમય 7 કે 13 દિવસની વચ્ચે ગમે ત્યારે થઇ શકે છે.વાયરસથી પીડિત લોકોમાં સામાન્ય રીતે ઘણા લક્ષણો નજર આવે છે.

Image Source

પીડિત થવા ઉપર દર્દી તાવ, થાક, ઠંડી લાગવી, માથાનો દુખાવો, લિમ્ફેડેનોપેથી, એનોરેક્સિયા, મંદાગ્નિ, ઉબકા, ઝાડા, ઉલ્ટી, પેટ દર્દ, જડબામાંથી રક્તસ્ત્રાવ જેવી સમસ્યાથી પીડિત થઇ શકે છે. વધારે ગંભીર મામલામાં પીડિતના શરીરમાં ઘણા અંગ કામ કરવાનું બંધ કરી દે છે. દર્દીને બ્લીડીંગ થાય છે અને નર્વસ સિસ્ટમ ઉપર તેની ખરાબ અસર પડે છે. આ વાયરસ જાપાન, દક્ષિણ કોરિયા સહીત અન્ય પૂર્વી એશિયાઈ દેશોમાં મળી ચુક્યા છે.

Image Source

આ બીમારીના ઈલાજ માટે હજુ સુધી કોઈ સફળ વેક્સીન વિકસિત નથી કરવામાં આવી, એન્ટીવાયરલ દવા રિબાવરીનને આ બીમારીના ઈલાજ માટે પ્રભાવી માનવામાં આવે છે. બીમારીથી છુટકારો મેળવવા માટે ચીનના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી) સહીત વિભિન્ન સરકારી પ્રાધિકરણે સામાન્ય લોકોને લાંબા ઘાસ, જંગલ અને કોઈપણ અન્ય વાતાવરણમાંથી પસાર થતા વખતે શોર્ટ ના પહેરવા માટે અપીલ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.