દરેક રંગોનું પોતાનું ખાસ મહત્વ છે. કાંડુ, ગળું અને શરીરના કોઈપણ ભાગમાં કંઈક પહેરવા માટે અલગ અલગ રંગોની વસ્તુઓ ઉપીયોગમાં લેવામાં આવે છે. શાસ્ત્રોના આધારે તે આપણને ખરાબ નજરથી બચાવે છે, અને તેનો સીધો જ સંબંધ આપણા સ્વાસ્થ્ય પર પણ રહે છે. તિલક અને સ્વાસ્થ્યનો ખાસ સંબંધ છે. કોઈપણ ધાર્મિક કાર્ય કરતી વખતે માથા પર તિલક ચોક્કસ લગાવવામાં આવે છે, જે શુભ અસર આપે છે.

કાંડા પર દોરો:
હિંદુ ધર્મમાં પૂજા સમાપ્ત કર્યા પછી કાંડા પર દોરો બાંધવાની પ્રથા છે. જેને ખુબ જ શુભ માનવામાં આવે છે અને તેને રક્ષક સૂત્ર પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેનો આશીર્વાદ મળે છે. કાંડા પર દોરો બાંધવાથી શરીરમાંથી રોગો પણ નષ્ટ થઇ જાય છે.

કાળો રંગ:
કાળો રંગ આપણને ખરાબ શક્તિઓથી બચાવે છે. નાના બાળકોને પણ નજર લાગવા પર કાળા રંગનો દોરો કે ટીકો કરવામાં આવે છે. કાળા રંગના દોરાનો સીધો જ સંબંધ શનિ દેવ અને રાહુ મહારાજ સાથે છે માટે તેને ધારણ કરવાથી ગ્રહ દોષો દૂર થાય છે.

જનોઈ:
જનોઈને હિંદુ માન્યતાના આધારે ખુબ જ શુભ માનવામાં આવે છે. જનોઈનો સીધો જ સંબંધ શુક્ર સાથે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે.

દિવસના આધારે તિલક લગાવવાનું મહત્વ:
સોમવાર-સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભષ્મનો ટીકો લગાવવાથી મન શાંત રહે છે અને સમસ્યાઓ દૂર થાય છે, આ દિવસે તમે શિવલિગ પર જળ પણ ચઢાવી શકો છો.
મંગળવાર:
મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે લાલ સિંદૂર લગાવવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને બુદ્ધિ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે.

બુધવાર:
બુધવાર માં દુર્ગા અને ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માત્ર સિંદુરનું તિલક લગાવવું જોઈએ, જેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે.
ગુરુવાર:
ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ચંદન કે હળદરનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થવાની સાથે સાથે કારોબારમાં પણ વૃદ્ધિ થાય છે.

શુક્રવાર:
શુક્રવાર માં સંતોષી માં નો દિવસ છે માટે આ દિવસે લાલ તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
શનિવાર:
આ દિવસ શનિદેવ અને ભૈરવ દેવનો દિવસ માનવામાં આવે છે. કાળો રંગ શનિદેવને ખુબ જ પ્રિય છે માટે આ દિવસે કાળા રંગનું તિલક લગાવવું જોઈએ.

રવિવાર:
આ દિવસ ભગવાન વિષ્ણુ અને સુર્યદેવનો દિવસ છે માટે આ દિવસે પીળુ કે લાલ ચંદન લગાવવાથી શુભ ફળ મળે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.