ગુજરાત જાણવા જેવું દિલધડક સ્ટોરી

શું ક્યારેય સાંભળ્યું છે કે પાપડને વેચીને ડોલરમાં કમાણી થાય? આ ગામ કરે છે ડોલરમાં કમાણી! જો તમને બિઝનેસ માં રસ હોય તો વાંચો આ

તમે વિશ્વના કોઈ પણ ખૂણે જતા રહોને ત્યાં તમને ગુજરાતી તો મળશે જ. એ પણ પોતાની સૂઝબૂઝથી આગળ આવેલો ગુજરાતી. વિદેશની ધરતી પર પણ પોતાના કામથી અને તેમને મેળવેલી સફળતાથી હંમેશા ગુજરાતીઓ પ્રખ્યાત રહયા છે. અને હવે તો ગુજરાતના લોકો દ્વારા ગુજરાતમાં બનતી વસ્તુઓનું પણ વિદેશમાં સારું એવું માર્કેટ ઉભું થઇ ગયું છે.

આવી જ એક વસ્તુ એટલે ખેડા જિલ્લાના ગામ ઉત્તરસંડામાં બનતા પાપડ, મઠિયા અને ચોરાફળી. અથવા તો એમ કહો કે પાપડ-મઠિયાનું નામ પડે એટલે ઉત્તરસંડાનું નામ આવે જ. આ ગામ નકશામાં તો ખૂબ જ નાનું છે પણ તેનું નામ વિદેશોમાં ગુંજી રહ્યું છે. આ ગામના લોકો અઢળક કમાણી કરે છે એ પણ ડોલરમાં.

ઉત્તરસંડા ખેડાનું એવું ગામ છે કે જેની વસ્તી આશરે 20 હજાર હશે. પણ આ ગામમાં પ્રવેશતાની સાથે જ પાપડની સુગંધ તમને ઘેરી વળશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ ગામમાં મોટેભાગે પાપડ અને ચોરાફળીની દુકાનો અને ફેક્ટરીઓ જોવા મળશે. આ ગામ વિદેશોમાં પણ તેના પાપડ, મઠિયા અને ચોરાફળીના કારણે પ્રચલિત છે.

અહીં બનેલા પાપડના વખાણ આખા વિશ્વમાં થાય છે. ગૃહ ઉદ્યોગ તરીકે કામ કરતી આ ગામમાં લગભગ 25 જેટલી પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે. ગુજરાતના ખેડા જિલ્લાનું ઉત્તરસંડા ગામ તેના પાપડ ઉદ્યોગને કારણે પ્રખ્યાત થયું તેની પાછળનું મુખ્ય કારણ ઉત્તરસંડા ગામનું પાણી છે.

વાત એમ છે કે વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પહેલી ફેક્ટરી શરુ થઇ હતી. જોકે એક વર્ષ દરમ્યાન પાપડનું ઉત્પાદન આ કંપની આ જ જિલ્લાના સંધાણા ગામે કરતી હતી. પણ પાપડનું ગુણવત્તા સારી રહે એ માટે લોટમાં વપરાતું પાણી તેઓ ઉત્તરસંડાથી લઇ જતા હતા. પણ એ માટે ખર્ચો વધી જતો હતો. જેથી તેઓએ આ ફેક્ટરીને ઉત્તરસંડા ગામમાં જ શરુ કરવાનો નિર્ણય કર્યો. જે ઉત્તરસંડા ગામની પહેલી પાપડ ફેક્ટરી તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં સારું માર્કેટ હોવાની સાથે જ વિદેશોમાં પણ અહીંના પાપડની માંગ વધારે છે, જેથી હરીફ ધંધાર્થીને પણ કોઈ પણ નુકશાન થતું નથી. આ પાપડના દેશ-વિદેશનાં લોકો વખાણ કરે છે જેથી અહીંની મોટાભાગની કંપનીઓ અઢળક નાણાં કમાય છે અને આ પાપડને વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે, જેથી વિદેશી નાણા કમાવવાની પણ તક મળે છે.

અહીં દર વર્ષે પાપડ અને મઠીયાનાં વેપાર દ્વારા ત્રણથી ચાર કરોડનું ટર્નઓવર થાય છે. જેમાં પાપડ બનાવવા માટેના આધુનિક મશીનોનો પણ મોટો ફાળો છે. મશીનો આવી જતા હવે શ્રમ ઘટી ગયો છે. જેથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન થાય છે. પહેલા હાથથી પાપડ બનાવવામાં આવતા હતા પરંતુ હવે મશીનથી પાપડ બનતા હોવાના કારણે માંગને પણ પહોંચી વળાય છે. કારણકે મશીનમાં પાપડ વણાઈને પૂરો સુકાઈને જ બહાર આવે છે. જેથી માંગ પ્રમાણે ઉત્પાદન કરવામાં ઉત્તરસંડા સમર્થ બની ગયું છે.

ઉત્તરસંડાની એક પાપડ ફેક્ટરી રોજ પાંચસો મણથી બે હજાર મણ પાપડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. જેથી ઉત્તરસંડામાં રોજ હજારો કિલોથી વધુ પાપડ ઉત્પાદન થાય છે. આ ઉપરાંત દિવાળીના સમયે પાપડ સાથે જ મઠિયા, ચોરાફળીની પણ ડિમાન્ડ વધી જાય છે. આ ગામના હવા પાણી પાપડ ઉદ્યોગ માટે ખૂબ અનુકૂળ છે. જે પાપડને સફેદ નરમ, પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે.

ઉતરસંડા ગામના એક રહેવાસી પોતે દુબઈની પાપડ ફેક્ટરીમાં બે વર્ષ સુધી કામ કરીને પરત ફર્યા છે. તેમને ઉત્તરસંડાના રહેવાસી હોવાથી દુબઈમાં પાપડ બનાવતી કંપનીએ વર્કિંગ વિઝા આપીને કામકાજ અર્થે બોલાવ્યા હતા. પાપડ ઉદ્યોગના કારણે આ ગામની અડધીથી વધારે વસ્તી પગભર બની છે. આ ગામની મોટાભાગની સ્ત્રીઓ પાપડ ફેક્ટરીમાં કામ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks