મનોરંજન

જુઓ તસ્વીરોમાં કે પહેલા કેવી દેખાતી હતી આ ફેમસ સિંગર, આંખો પર વિશ્વાસ નહિ આવે 10 PHOTOS જોઈને

હાલના સમયની ખૂબ જ પ્રખ્યાત ગાયિકાઓમાં એક નેહા કક્કર, જે હાલમાં લાખો દિલો પર રાજ કરે છે, સોશિયલ મીડિયા પર પણ સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા ભારતીય સેલ્બ્સમાંથી એક છે. એક સમયે રિયાલિટી શોમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી નેહા કક્કર હવે એ જ શો જજ કરે છે. આજે તે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે.

Image Source

નેહાનો જન્મ 6 જૂન 1988ના રોજ ઋષિકેશમાં થયો હતો અને પછીથી તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થઇ ગયો હતો. નેહાની મોટી બહેન સોનુ કક્કર અને ભાઈ ટોની કક્કર પણ સિંગર છે. નેહાએ 4 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરુ કરી દીધું હતું, શરૂઆતમાં એ માતાજીના જાગરણમાં પોતાની બહેન સાથે ભજનો ગાતી હતી.

Image Source

એ પછી તેને વર્ષ 2006માં ઇન્ડિયન આઈડલમાં ભાગ લીધો પણ તે હારી ગઈ. એ પછી તેને ખરી ઓળખ યુટ્યુબથી મળી અને આજે એ વિશ્વની પ્રખ્યાત સેલેબ્સમાંથી એક છે. તેને પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે. તે અવારનવાર ચર્ચાઓમાં આવતી રહે છે. તે બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપ વખતે પણ ખૂબ જ ચર્ચાઓમાં રહી હતી.

Image Source

એ સમયે એ ખૂબ જ તૂટી ગઈ હતી અને ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. તેને ઘણા ઉતારચઢાવ જોયા પણ તેને કદી હાર નથી માની. તે પોતાના બબલી નેચર અને તેની સ્ટાઇલ માટે ખૂબ જ જાણીતી છે. પણ વર્ષો પહેલા જયારે તે સેલિબ્રિટી બની ન હતી, ત્યારે તે આવી દેખાતી ન હતી.

Image Source

તેના હાલના અને પહેલાના ફોટોસ જોઈને કોઈ પણ ચોંકી જશે કે એ પહેલા કેવી દેખાતી હતી અને આજે કેવી દેખાય છે. ઇન્ડિયન આઈડલમાં ભાગ લીધા પછી તેને ખૂબ જ સંઘર્ષ કર્યો અને ધીરે ધીરે લોકોએ તેના કામની નોંધ લેવા માંડી અને હવે તો એવું છે કે બોલિવૂડની નવી રિલીઝ થનારી ફિલ્મોમાં મોટેભાગે બધી જ ફિલ્મોમાં એક ગીત તો તેના અવાજમાં ગવાયેલું જ હોય છે.

Image Source

નેહા કક્ક્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. યુટ્યુબ પર નેહાના 7 મિલિયન સબસ્ક્રાઈબર છે, જયારે ઇન્સ્ટાગ્રામ પર પણ તેના લાખો ફોલોવર્સ છે.

Image Source