ધ ગ્રેટ ખલીની પત્નીની ખૂબસુરતી આગળ બોલિવુડ અભિનેત્રીઓ પણ ભરે છે પાણી, તસવીરો જોઇ ચાહકો થઇ રહ્યા છે દીવાના

ધ ગ્રેટ ખલીની પત્ની છે બલાની ખૂબસુરત, રેસલરની કામયાબી પાછળ છે સૌથી મોટો હાથ

edit ખુબ જ સુંદર છે ધ ગ્રેટ ખલીની પત્ની, ફોટો જોઈને આંખો થઈ જશે ચાર

રેસલિંગની દુનિયામાં ‘ધ ગ્રેટ ખલી’નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. મેદાનમાં ખલીએ અંડરટેકર, રોમન રેંસ, જોન સીના અને બટિસ્ટા જેવા વિદેશના મોટા મોટા રેસલરને પટખની આપી છે. ખલીની પર્સનલ લાઇફ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. WWEના પૂર્વ રેસલર રહી ચૂકેલ ધર ગ્રેટ ખલી ઘણા ફાઇટર્સને ધૂળ ચટાવી ચૂક્યો છે.

ત્યારે ઘણા ઓછા લોકો જાણે છે કે ખલીએ લગ્ન કર્યા છે અને તેની પત્ની ખૂબસુરતી મામલે બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે. ખલીની પત્નીનું નામ હરમિંદર કૌર છે અને તેણે દિલ્લી વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન ડિગ્રી હાંસિલ કરી છે. જો કે, ખલી અને હરમિંદર કૌરની કદ કાઠીમાં ઘણુ અંતર જોવા મળે છે, પણ આ કપલ વચ્ચે પ્રેમ ઘણો છે.

ખલી અને તેની પત્નીની પહેલી મુલાકાત પરિવારે કરાવી હતી. તે બાદ બંને વચ્ચે વાતચીત વધી અને વાતચીત આગળ જઇ પ્રેમમાં બદલાઇ ગઇ. જણાવી દઇએ કે, રેસલિંગના બાદશાહ ખલીના લગ્ન 27 ફેબ્રુઆરી 2002ના રોજ થયા હતા. પોતાની સફળતાનો બધો શ્રેય ખલી તેની પત્ની હરમિંદર કૌરને આપે છે. ખલી અને હરમિંદરની એક દીકરી પણ છે,

જેનો જન્મ 2014માં થયો હતો અને તેઓએ તેનું નામ અવલીન રાણા રાખ્યુ છે. લગ્નના 12 વર્ષ પછી તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો. એક ઇન્ટવ્યુ દરમિયાન અલીએ જણાવ્યુ હતુ કે તે તેની પત્ની સાથે ઘણો રોમેન્ટિક છે અને ઘણીવાર તેને સરપ્રાઇઝ આપતો રહે છે. તમને જાણીને હેરાની થશે કે ખલી ભારતનો પહેલો એવો ફાઇટર હતો જેણે WWEમાં વર્લ્ડ હેવીવેટ ચેંપિયનનું ટાઇટલ પોતાના નામે કર્યુ છે.

જણાવી દઇએ કે, ખલીની પત્ની જાલંધરના નૂરમહલની રહેવાસી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે ખલીનું અસલી નામ દલીપ સિંહ રાણા છે અને વર્ષ 2006માં WWEમાં આવ્યા બાદથી ભારતમાં તેની પર્સનાલિટીની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ખલીને ઊંચાઇઓ સુધી પહોંચાડવા પાછળ તેની પત્નીએ ઘણો સંઘર્ષ કરે છે, આ કારણ છે કે બંનેનો સંબંધ ઘણો ઊંડો છે.

Shah Jina