તારક મહેતાથી ખુલી અબ્દુલની કિસ્મત, સોડા વેચી બની ગયો છે આટલો અમીર, આજે વાંચો સ્પેશિયલ સ્ટોરી
મશહૂર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14-15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા પાત્રોનો દર્શકો ઘણી પસંદ કરે છે. ઘણા એવા કલાકાર છે જે આ શો સાથે શરૂઆતથી જોડાયેલા છે અને ઘણા એવા પણ છે જેઓને અન્ય કલાકારોએ રિપ્લેસ પણ કર્યા છે. આ શોની શરૂઆતથી જ ઘણા કેરેક્ટર જોવા મળે છે પણ એમાં જે હજી સુધી લોકોને હસાવે છે એ કેરેક્ટર છે અબ્દુલનું.
અબ્દુલનું પાત્ર શરદ સાંકલા નિભાવી રહ્યો છે. જણાવી દઇએ કે, શરદને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યાને 27 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે. શરદે અત્યાર સુધી 35થી પણ વધારે ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તારક મહેતાના અબ્દુલને તેની ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તમને જાણીને હેરાની થશે કે શરદની પહેલી કમાણી માત્ર 50 રૂપિયા હતી, પણ હવે આટલા લાંબા સમયના એક્ટિંગ કરિયર બાદ હવે તે 2 રેસ્ટોરન્ટનો માલિક છે.
શરદે પહેલીવાર વર્ષ 1990માં ફિલ્મ ‘વંશ’માં તેની એક્ટિંગનો જાદુ બતાવ્યો હતો. આ ફિલ્મમાં તેણે ચાર્લી ચેપલિનનો રોલ પ્લે કર્યો હતો. જો કે, આ પાત્ર ઘણુ નાનુ હતુ પણ તે સમયે શરદને આ રોલ માટે 50 રૂપિયા મળ્યા હતા. તે બાદ તેણે ઘણી ફિલ્મોમાં લોકોને એન્ટરટેઇન કર્યા. ખિલાડી, બાઝીગર અને બાદશાહ જેવી ઘણી મોટી ફિલ્મોમાં તેની એક્ટિંગ જોવા મળી, પણ તેમ છત્તાં તે આઠ વર્ષ જોબલેસ રહ્યો.
પણ જેવો જ તેણે તારક મહેતા શો જોઇન કર્યો કે તે બાદ તેણે પાછળ વળીને નથી જોયુ. તેને અસલી ઓળખ પણ આ શોથી મળી. તે વર્ષ 2008થી આ શો સાથે જોડાયેલો છે. આ શોની કમાઇની બદોલત અબ્દુલ આજે એટલો અમીર છે કે મુંબઇમાં તેના બે-બે રેસ્ટોરન્ટ છે. એક રેસ્ટોરન્ટ પાર્વે પોઇન્ટ જૂહુ તો બીજુ ચાર્લી કબાબ મુંબઇના અંધેરીમાં છે.
શરદ સાંકલાનું માનીએ તો તેણે રેસ્ટોરન્ટની શરૂઆત એ કારણે કરી કેમ કે જો કાલ ઉઠી એક્ટિંગ છોડવી પડે અથવા તો શો બંધ થઇ જાય તો તેની કમાણી પર કોઇ અસર ન પડે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શરદ સાંકલાને એક એપોસિડના લગભગ 35-40 હજાર રૂપિયા ફી મળે છે. શરદનું મુંબઇમાં પોતાનું ઘર પણ છે.