IPLની 16મી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને એ સમયે મોટો ઝાટકો લાગ્યો હતો, જ્યારે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર બેક ઇન્જરીને કારણે પૂરા સિઝન માટે બહાર થઇ ગયો. IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી રહેલા યુઝવેન્દ્ર ચહલની પત્ની છેલ્લા કેટલાક સમયથી શ્રેયસ અય્યરને લઇને ચર્ચામાં રહે છે. બંનેને એકસાથે પાર્ટીમાં કે પછી એકસાથે રીલમાં ડાન્સ કરતા સ્પોટ કરવામાં આવે છે.
ત્યારે હાલમાં જ ધનશ્રી તેના પતિને સપોર્ટ કરવા સ્ટેડિયમ જવાને બદલે એક કોમન ફ્રેેંડની ઇફ્તાર પાર્ટીમાં સામેલ થઇ હતી. ખાસ વાત તો એ હતી કે આ પાર્ટીમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર શ્રેયસ અય્યર પણ હાજર હતો. અય્યર આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન હતો પણ ઇજાને કારણે તે આ સિઝનમાંથી બહાર થઇ ગયો છે. જણાવી દઇએ કે, શ્રેયસ અય્યર અને યુઝી ચહલની પત્ની ધનશ્રી બંને ઘણા સારા મિત્રો છે.
બંનેને આ પહેલા શાર્દુલ ઠાકુરના લગ્નમાં પણ સાથે જોવામાં આવ્યા હતા. આ કારણે સોશિયલ મીડિયા પર બંનેને લઇને અલગ અલગ રીતની વાતો થતી હતી. જો કે, હકિકતમાં એવું કંઇ નથી. ધનશ્રી વર્માએ કોમન ફ્રેંડની ઇફ્તાર પાર્ટી બાદ ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં એક તસવીર શેર કરી તેણે એક ખૂબસુરત કેપ્શન લખ્યુ હતુ કે મને ચાંદ પર લઇ જાવ. ધનશ્રી વર્મા ઉપરાંત શ્રેયસની બહેન શ્રેષ્ઠા પણ ઈફ્તાર પાર્ટીમાં નજર આવી હતી.
ઇફ્તાર પાર્ટી પછી કેટલાક મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી જેમાં ધનશ્રી સાથે શ્રેષ્ઠા અને શ્રેયસ અય્યર જોવા મળ્યા હતા. ત્યાં યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન રોયલ્સ માટે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વ્યસ્ત હોવાને કારણે ઈફ્તાર પાર્ટીમાં સામેલ થઈ શક્યો ન હતો. એક ગ્રુપ ફોટોમાં શ્રેયસને જોઇને ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીર સાથે ધનશ્રીએ ફોટો પર હાર્ટ સાથે કિસ ઇમોજી પણ લગાવી હતી અને તે બાદ તો સોશિયલ મીડિયામાં ધમાલ જ મચી ગઇ.
આ જોયા બાદ ધનશ્રીને યુઝર્સ સતત ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- ચહલ ભાઈ, ઘર પર પણ ધ્યાન આપો, માત્ર રમવાથી ઘર નહીં ચાલે. તો બીજી તરફ બીજા એક યુઝરે બંને વચ્ચેની મિત્રતાની સરખામણી દિનેશ કાર્તિકની પૂર્વ પત્ની અને મુરલી વિજય સાથે કરી. એકે તો એવું પણ લખ્યુ કે ચહલની હાલત દિનેશ કાર્તિક જેવી થશે.