બ્રેકીંગ: દીકરી સોનાક્ષીના ઝહીર ઇકબાલ સાથે લગ્નના 5 જ દિવસ બાદ હોસ્પિટલમાં ભરતી થયા પિતા શત્રુજ્ઞ સિંહા, દીકરી અને જમાઈ પણ હોસ્પિટલ દોડ્યા

લગ્નના 5 જ દિવસ બાદ પતિ ઝહીર ઇકબાલ સાથે હોસ્પિટલ પહોંચી સોનાક્ષી સિંહા, સામે આવ્યો વીડિયો, જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shatrujna Sinha admitted to hospital : સોનાક્ષી સિન્હા હવે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. તેણે 23 જૂને તેના રામાયણ ઘરમાં બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. ગુરુવારે, દંપતીએ તેમના લગ્નનો એક અનસીન વીડિયો શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીના પિતા અભિનેતા શત્રુઘ્ન સિંહા, તેની માતા પૂનમ સિંહા અને અન્ય ઘણા પરિવારના સભ્યો જોવા મળ્યા હતા. હવે લગ્નના પાંચ દિવસ બાદ સિન્હા પરિવારના ચાહકો માટે એક સમાચાર આવી રહ્યા છે, જેને સાંભળીને બધા ચિંતિત થઈ રહ્યા છે.

સોનાક્ષીના લગ્નના પાંચ દિવસ બાદ શત્રુઘ્ન સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કપલની કાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલની બહાર નીકળતી જોવા મળી રહી છે. ઇન્સ્ટન્ટ બોલિવૂડે સોનાક્ષી-ઝહીરનો વિડીયો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

શત્રુઘ્ન સિંહાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શત્રુઘ્નના દાખલ થયાના સમાચાર બહાર આવતા જ તેના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. શત્રુઘ્નને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનાક્ષીના લગ્નની દોડધામમાં  શરીર અને મન પર ઘણું દબાણ છે. આ કારણોસર તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

આવી સ્થિતિમાં, ચિંતા કરવાની જરૂર નથી, તેઓ સંપૂર્ણપણે ઠીક છે. હાલ તેમના સ્વાસ્થ્યને લઈને વધુ કોઈ માહિતી સામે આવી નથી. સોનાક્ષી તેના પતિ ઝહીર ઈકબાલ સાથે પિતા શત્રુઘ્ન સિંહાને જોવા હોસ્પિટલ પહોંચી હતી. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની કારમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel