લેખકની કલમે

એ છોકરી દુકાનની બહાર સૂતી હતી અને ત્રણ દિવસથી ભૂખી હતી… જાણો મદદથી પ્રેમ સુધીની કહાની

સાંજની ઠંડી હવાઓ મારા મનને પ્રસન્ન કરતી હતી. આમ તો આખો દિવસ ગરમી પડતી અને એટલે જ સાંજની હવાની મજા કંઈક અલગ હતી! હું મુંબઈમાં એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો અને સાંજે હું ટેરેસ પર જતો. સાંજે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી હું ચાલીસમાં માળે ટેરેસ પર બેસતો. મુંબઈ મારા માટે નવું હતું પણ આ શહેરને મેં હવે પોતાનું બનાવી લીધું હતું! મારી પાસે કાર હતી પણ મને લોકલ ટ્રેનમાં ફરવું ગમતું હતું. રવિવારની રાત્રે હું ક્લબમાં જતો અને અલગ અલગ પાર્ટી એટેન્ડ કરતો. એક દિવસ કોલાબામાં એક કેફેમાં બેઠો હતો અને પાર્ટી પુરી કરીને હું બહાર આવ્યો અને કેફેની બહાર એક છોકરી બેઠી હતી. મને નવાઈ લાગી કે રાતના અઢી વાગ્યે કોઈ છોકરી આટલી ઠંડીમાં શું કરતી હશે? હું એની નજીક ગયો તો એ ઠંડીમાં ધ્રૂજતી હતી! મેં મારી કારમાંથી એક જેકેટ કાઢ્યું અને એને આપ્યું અને એ બોલી, “મને ભૂખ લાગી છે!” હું આશ્ચર્યમાં હતો કારણ કે એ છોકરી સારા ઘરની લાગતી હતી! મેં કહ્યું,
“હેલો… આપકો કહી જાના હો તો મેં કહી છોડ દુ…?”

એણે કંઈ જવાબ ન આપ્યો અને મારી કારમાં બેસી ગઈ અને હું એ છોકરીને એરપોર્ટ લઈ ગયો, કારણ કે ત્યાં જ રાત્રે જમવાનું મળે!

હું એને ડોમિનોઝમાં લઈ ગયો અને એ ત્રણ પીઝ્ઝા ખાઈ ગઈ અને મને લાગ્યું કે આ કેટલા દિવસની ભુખી હશે! મેં પૂછ્યું, “આપ મુંબઈ કી હૈ?” “ના, હું ગુજરાતી જ છું!”“તમને કેમ ખબર પડી કે હું ગુજરાતી છું!” એ બોલી, “સિમ્પલ, તમારી કારમાં ગુજરાતીમાં જય માતાજી લખ્યું છે!”
એ છોકરી ખૂબ જ ઇન્ટેલિજન્ટ લાગતી હતી. મેં પૂછ્યું, ‘તમે કઈ જગ્યાએ રહો છો?”

એ કંઈ વિચારવા લાગી અને બોલી, “ભાવનગર..!” “એટલે મુંબઈમાં ક્યાં રહો છો?” “હું ભાવનગર જ રહું છું.”

“તો મુંબઈમાં ફરવા આવ્યા છો?” એ ઉભી થઈ અને બોલી, “ના, ઘરેથી ભાગીને આવી છું!” અને એ છોકરી મારી કારમાં બેસી ગઈ. હું પણ કારમાં બેઠો, સરતામાં મેં એને પૂછ્યું, “તમારે ક્યાં જાવું છે?”
“તમે લઈ જાઓ ત્યાં..!”એ જવાબ પણ એવા આપતી કે બીજો સવાલ પૂછવાનું મન જ ન થાય… આજે પૂનમ છે, ચાંદની રાતમાં હું એ છોકરીને મારા ઘરે લઈ જતો હતો. ચાંદની ચમક જેવા એના ચહેરા સામે હું વારંવાર જોતો. પણ ખબર નહીં કેમ આ છોકરી ભાગીને આવી હશે! શું એને કંઈ પૈસાનો પ્રોબ્લેમ હશે કે પછી સગાઈ માટે પ્રેશર કરતાં હશે. એ ભણેલી તો લાગતી હતી અને એની પાસે મોબાઈલ હશે? શું હું એને મારા વન બીએચકેના ઘરમાં લઈ જઈ રહ્યો છું! આવા કેટલાય સવાલો મારા મનમાં ગુંજતા હતા. અને આખરે હું મારા એપાર્ટમેન્ટમાં પહોંચી ગયો.

મેં ચાવીથી મારો ફ્લેટનો દરવાજો ખોલ્યો અને એ છોકરી અંદર આવીને ફ્લેટને જોવા લાગી અને બોલી, “નોટ બેડ… ફ્લેટ સારો છે, કેટલામાં પડ્યો?”
“વિસ હજાર રૂપિયા આનું ભાડું છે.”

“અચ્છા તો ભાડે છે.”
“તમે સીઆઇડીના કોઈ એજન્ટ છો?”
“ના, કેમ આવું પૂછ્યું?”

“આટલું બધુ તો એ લોકો જ પૂછે ને!”
એ હસવા લાગી અને બોલી, “આઈ એમ સોરી”

“એ બધુ છોડો, મને એ જણાવો કે તમે ઘરેથી ભાગીને મુંબઈ કેમ આવ્યા?”
“તમારું નામ શું?”
“મારું નામ?”

“હા, તમારું નામ..”
“શૈશવ..”
“ઓહ.. બહુ જ મસ્ત નામ છે, તો મિસ્ટર શૈશવ હું અત્યારે થાકી ગઈ છું તો સવારે વાત કરીએ?”
આટલું કહીને તો એ મારા બેડરૂમમાં જઈને બેડ પર સુઈ ગઈ. મનમાં થયું કે કેવી અજીબ છોકરી છે ને? મારા ઘરમાં જાણે હું જ મહેમાન હોઉં એમ મને ટ્રીટ કરતી હતી. ખબર નહીં એના જીવનમાં એવું તે શું દુ:ખ હશે કે એને ઘર છોડવું પડ્યું. હું સોફા પર લાંબો થઈ ગયો.હું અડધી ઊંઘમાં હતો અને કિચનમાંથી કંઈક અવાજ આવતો હતો. હું ઉભો થયો અને જોયું તો એ છોકરી કિચનમાં કંઈક બનાવતી હતી. મેં પૂછ્યું, “શું બનાવો છો ?”

“થેપલા…!”
“હે… થેપલા… સાચે મને બઉ જ ભાવે!”

એ જે રીતે થેપલા બનાવતી હતી એને જોઈને મને મારી મમ્મીની યાદ આવો ગઈ. આખા કિચનમાં થેપલાનો ધુમાડો અને એ ધુમાડામાં રહેલ થેપલની મેથી અને અજમાની ખુશ્બુ.. અને એવું લાગે કે એ ખુશ્બુ ફેફસા સુધી જઈ રહી છે! હું એની સામે ધ્યાનથી જોતો હતો અને એ બોલી, “શૈશવ… શૈશવ…!”

મેં કહ્યું, “હા..!” “ક્યાં ખોવાઈ ગયા?” “ક્યાંય નહીં.” “મારે ચાય બનાવી છે તો દૂધ લઈ આવશો?” “હા કેમ નહીં !”હું એપાર્ટમેન્ટના નીચે દૂધ લેવા આવ્યો અને ફટાફટ ફ્લેટમાં ગયો અને એને ચાય બનાવી અને અમે બન્ને સાથે ચાય-નાસ્તો કરવા બેઠાં. એના હાથમાં શું સ્વાદ હતો? અસ્સલ મારી મમ્મી જેવો… મનમાં હતું કે કાસ આવા નાસ્તાથી મારી સવાર થાય! એ બોલી,
“શું વિચારો છો ?”

“કંઈ નહીં બસ, તમને લઈને કેટલાક સવાલો છે!”
“હમ્મ… તો સાંભળો હું મારા પરિવાર સાથે ભાવનગરમાં રહું છું. હું શ્રીમંત કુટુંબમાંથી આવું છું અને પપ્પાને કેટલાક ભાગીદારો સાથે ઓછું બનતું અને થોડા દીવસ પહેલા એ ભાગીદારોએ મને કિડનેપ કરવાની ધમકી આપી અને એટલે જ હું મુંબઈ ભાગી આવી!”

મેં કહ્યું, “તો તમારા પપ્પા તમારી ચિંતા નહીં કરે…?”
“ના અત્યારે મેં એમને જણાવી દીધુ છે કે હું તમારી સાથે છું એટલે એ હવે એક બે દિવસમાં મને અહીંથી લઈ જશે!”
“ઓકે, અને તમે મુંબઈ આવી ક્યાં રહ્યા?”

“હું બે દિવસથી બસ આમ ભટકતી જ હતી… હું કેફેના ઓટલા પર સૂતી હતી..!”
મારી આંખમાં આંસુ આવી ગયા, મેં કહ્યું, “ડોન્ટ વરી… બધુ જ ઠીક થઈ જશે, હું હમણાં ઓફીસ જવા નીકળું છું, લો આ મારા ઘરની ચાવી અને આ કેટલાક પૈસા. હું સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવી જઇશ!”

એણે કહ્યું, “સારું”

હું તૈયાર થઈને મારી ઑફિસે ગયો અને આખો દિવસ બસ એ છોકરી વિશે વિચારતો રહ્યો, મને તો એનું નામ પણ નથી ખબર, તોય બધા વિચારો એના વિશેના જ હતાં! હું ઓફિસથી છૂટીને ફટાફટ ઘરે ગયો અને ઘર ખોલીને જોયું, તો ત્યાં કોઈ નહોતું. મેં બૂમ પાડી, “હેલો….મિસ..?”
પણ કોઈએ જવાબ ના આપ્યો, ટેબલ પર એક લેટર પડ્યો હતો અને સાથે એક કવર પણ હતું. મેં લેટર વાંચવાનું શરું કર્યું તો એમાં લખ્યું હતું, “હેલો શૈશવ… મારા પપ્પા અહીં મને લઈ જવા આવ્યા છે, તારો નંબર મારી પાસે નહોતો એટલે ફૉન ન કરી શકી… હું ભાવનગર જાઉં છું અને હા, જ્યારે પણ ભાવનગર આવે તો આ નંબર પર ફૉન કરજે, આ મારો નંબર છે!

તારી પ્રિય
રિમી…!”

તો એનું નામ ‘રિમી’ છે….કવર ખોલીને જોયું તો એમાં દસ હજાર રૂપિયા હતાં અને અંદર એક કાગળમાં લખ્યું હતું કે લેવા જ પડશે! એક સમયે તો લાગ્યું કે મારા જીવનનું ધ્યેય રિમી જ છે કે શું?

લેખક: પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks