ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંતે 115 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાને લઇને ખબર સામે આવી રહી છે, તેમણે 115 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર ભાવનગરમાં અને ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. શ્રી મદનમોહનદાસ બાપુ શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા ગોળીબાર હનુમાનજી મંદિરના વર્ષોથી મહંત રહ્યા હતા. તેમણે 62 વર્ષથી વધુ સમય સેવા બજાવી હતી.

મદનમોહનદાસ બાપુ ખુબ જ બોહળો ભક્ત સમુદાય સમગ્ર સૌરાષ્ટ્રમાં ધરાવતા હતા. ત્યારે આજે એટલે કે 4 મેના રોજ સવારે 7 થી 10 કલાક સુધી તેમના પાર્થિવદેહને ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવ્યો છે. રામજી કી ઇચ્છા સેના એક વાક્યને પોતાના જીવનનો મંત્ર બનાવી નાનકડી દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદનમોહનદાસજી બાપુનો સર્વાધિક હતો.

પૂ.મદનમોહનદાસજી મહારાજનો 115 વર્ષની વયે ગત રોજ રાત્રે 10 કલાકે દેહવિલય થયો હતો.બાપા 100 વર્ષથી વધુ વય ધરાવતા હોય કેટલાક વખતથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા, જો કે તેમ છત્તાં પણ તેઓ સક્રિય હતા. નાની દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ તેમની મહેનતથી થયું હતું.

બાપા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા હતા. જૂની લોકવાયકા પ્રમાણે આજે ભાવનગરની મધ્યમાં આવેલ આ મંદિર લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શનિવાર અને રવિવારના રોજ આ મંદિરે લોકોની ભીડ જોવા મળે છે.

Shah Jina