જાહ્નવી કપૂરે પહેર્યો એટલો ટૂંકો ડ્રેસ કે કેમેરા સામે વારંવાર ખેચતી રહી, કહ્યુ- પાછળથી રેકોર્ડ ના કરતા..

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની અદાઓ અને લટકા-ઝટકા માટે જાણીતી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મોની સાથી સાથે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં છે. લોકો તેના ગ્લેમરસ અવતારને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં જ ફરી એકવાર અભિનેત્રી ગ્લેમ લુકમાં જોવા મળી હતી. જો કે આ દરમિયાન લોકોનું ધ્યાન તેની સ્ટાઈલથી વધારે તેના નેક પીસે ખેંચ્યું.

ત્યારે હવે આ દરમિયાનનો વીડિયો જાહ્નવીનો વાયરલ થઈ રહ્યો છે. લુકની વાત કરીએ તો જાહ્નવીએ બ્લેક એન્ડ વ્હાઇટ મીની ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીનો આ ડ્રેસ એટલો ટૂંકો હતો કે તે થોડી અનકંફર્ટેબલ દેખાઇ રહી હતી. તે પેપરાજીને પોઝ આપતા આપતા વારંવાર ડ્રેસને ખેંચી રહી હતી. જો કે, આ પછી તેણે પેપરાજીને પાછળથી વીડિયો રેકોર્ડ ન કરવા કહ્યુ હતુ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી જલ્દી જ ‘દેવરા’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. અભિનેત્રી છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ ‘બવાલ’માં જોવા મળી હતી. આ સિવાય તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ કેમિયો રોલમાં જોવા મળી હતી. જાહ્નવીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે.

તેણે ‘કોફી વિથ કરણ’માં ખુલાસો કર્યો હતો કે તે સારા અને ખરાબ સમયમાં તેની સાથે છે. તેણે એમ પણ કહ્યું કે તેનો પરિવાર પણ શિખરને ઘણો પસંદ કરે છે. અભિનેત્રી ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા શિખર સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ ફિલ્મોમાં તેની એન્ટ્રી સાથે જ બંનેએ બ્રેકઅપ કરી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જાહ્નવીનું નામ બી-ટાઉનના એક-બે કલાકારો સાથે પણ જોડાયું હતું પણ તેમાંથી કોઈની સાથે તેનો સંબંધ લાંબો ચાલ્યો નહિ અને ફરી શિખર સાથે એક્ટ્રેસ રિલેશમાં આવી ગઈ. જાહ્નવી અને શિખરને સાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે શિખરના નામનું એટલે કે શિખુ નેકપીસ પણ અવાર નવાર પહેરેલી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina