કચ્છી કોયલ ગીતાબેન રબારી વર્લ્ડ ટુર પર ! કતારથી શેર કરી ખૂબસુરત તસવીરો- વેસ્ટર્ન કપડામાં ગીતાબેન રબારીનો જોવા મળ્યો નવો અંદાજ

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમને પોતાની સુમધુર ગાયિકથી ના માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશ અને દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. ગીતાબેન રબારી કચ્છી કોયલના હુલામણા નામથી પણ જાણિતા છે. તેમના કાર્યક્રમો જ્યાં પણ હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.

ગીતાબેન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે. ગુજરાત ઉપરાંત તેમના કાર્યક્રમો દેશ અને વિદેશમાં પણ હોય છે, જ્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ગીતાબેન રબારી હાલમાં વર્લ્ડ ટુર પર છે.

ત્યારે તેઓ તાજેતરમાં જ કતારના દોહા પહોંચ્યા હતા અને આ દરમિયાનની તેમણે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેઓ અલગ અલગ જગ્યાએ પોઝ આપતા જોઇ શકાય છે. લુકની વાત કરીએ તો, તેમણે સ્કાય બ્લૂ ડ્રેસ સાથે જીન્સ પહેર્યુ છે અને ચહેરા પર ગોગલ્સ કેરી કર્યા છે.

આ લુક સાથે તેમણે તેમના વાળ પોનીટેલમાં બાંધ્યા છે. આ લુકમાં તેમની સુંદરતા જોવાલાયક છે. ગીતાબેને તેમની તસવીરો સાથે સાથે કતારના દોહાનો તેમના કાર્યક્રમનો વીડિયો પણ શેર કર્યો છે.

જણાવી દઇએ કે, ગુજરાતી ગાયકો તેમના સુમધુર અવાજના કારણે દુનિયાભરમાં જાણીતા બની ગયા છે, ઘણા એવા મોટા ગુજરાતી ગાયકો છે જે આજે દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાનો જલવો બતાવતા હોય છે અને દર્શકોને મન મૂકીને ઝુમાવતા હોય છે, ગીતાબેન રબારી પણ આમાંથી જ એક છે.

Shah Jina