રસ્તા કિનારે બેસેલી એક નાની સ્ટ્રીટ વેન્ડરને વ્યક્તિએ આપ્યુ સરપ્રાઇઝ, ગિફ્ટમાં આપી નવી ઘડિયાળ, બાળકીની ખુશી જોઇ દિલ ખુશીથી ઝૂમી ઉઠશે
બેંગલુરુના રસ્તાઓ પર કપડાં વેચતી એક નાની છોકરીને યુટ્યુબરે જે રીતે સરપ્રાઇઝ કરી તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. યુવતીની આંખોમાં ખુશી જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા અને યુટ્યુબરના વખાણ કરવા લાગ્યા. પ્રહદિશ બાલાસુબ્રમણ્યમ નામના યુટ્યુબરે આ ખાસ ક્ષણ સાથે જોડાયેલ વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક છોકરી રસ્તા પર કપડા વેચી રહી છે. તેને જોઈ પ્રહદીશ ત્યાં આવ્યો. તેણે તેને પૂછ્યું કે શું તેને મિસ્ટ્રી બોક્સમાં દિલચસ્પી છે.
પ્રહદીશે પૂછ્યુ- શું તમને આ મિસ્ટ્રી બોક્સ 10 રૂપિયામાં જોઇએ ?. નાની છોકરીએ નિર્દોષતાથી તેનું પર્સ ચેક કર્યું અને કહ્યું કે તેની પાસે એટલા પૈસા નથી. પ્રહદીશે કહ્યું કે જો તેની પાસે એક રૂપિયો પણ હોય તો તે તેને આ મિસ્ટ્રી બોક્સ આપી દેશે. યુવતીએ ફરીથી તેનું પર્સ ચેક કર્યું પરંતુ તેની પાસે એક પણ રૂપિયો નહોતો. પ્રહદીશે કહ્યુ- કંઇ વાંધો નહિ અને આ પછી તેણે તેને મિસ્ટ્રી બોક્સ આપી દીધું. પ્રહદીશે કહ્યું- બોક્સ ખોલો અને જુઓ અંદર શું છે. છોકરીએ જોયુ તો બોક્સમાં ફાસ્ટ્રેક ઘડિયાળ હતી.
આ જોઈને છોકરી ઘણી ખુશ થઈ ગઈ. આ જોઈને પ્રહદીશ પણ ખુશ થઈ ગયો. જ્યારે પ્રહદીશે કહ્યું કે તે આ ઘડિયાળ તેના માટે લાવ્યો છે, ત્યારે છોકરીનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. પ્રહદીશના આ વીડિયોને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે, લાખો લોકોએ આ વીડિયો જોયો અને સેંકડો લોકોએ પ્રહદીશના વખાણ કર્યા. પ્રહદીશે વીડિયો શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “નાના કાર્ય, મોટી અસર: સીક્રેટ સરપ્રાઇઝ સાથે દયાળુતા ફેલાવવી.”
પ્રહદીશ ઘણીવાર શોપિંગ મોલ્સ અને આવા અન્ય સ્થળોએ ‘મિસ્ટ્રી બોક્સ’ વડે અજાણ્યાઓને આશ્ચર્યચકિત કરે છે. કારણ કે, તેના ચાહકો અને ફોલોઅર્સે તેને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા વિનંતી કરી હતી. આ વીડિયો પર એક યુઝરે કહ્યું, “તેની સ્માઇલ જોયા પછી આ બધું તેના લાયક છે.” બીજાએ લખ્યું, “હું તમારા દયાળુ વર્તનની ખરેખર પ્રશંસા કરું છું. તે ખૂબ જ પ્રેરણાદાયક અને હૃદય સ્પર્શી છે. ”
View this post on Instagram