ખબર જ્ઞાન-જાણવા જેવું

આ છે ભારતની સૌથી મોંઘી 10 ગાડીઓ, કિંમત જાણીને હોશ ઉડી જશે, વાંચો શું હોય છે ખાસ?

ભારતીય દરેક બાબતમાં ઘણા શોખીન હોય છે, કપડાથી લઈને કાર સુધીના પોતાના શોખ પુરા કરવા માટે મહેનત પણ કરે છે અને પોતાનો શોખ પણ પુરા કરે છે.

Image Source

કોઈ સેલિબ્રિટીને કે કોઈ મોટા બિઝનેસમેન પાસે આપણે કોઈ લક્ઝુરિયસ કાર જોઈએ ત્યારે મનમાં એ કાર વિશે જાણવાની પણ આપણને ઈચ્છા થાય છે. આજે અમે તમને એવી જ ભારતની 10 સૌથી મોંઘી ગાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંમત અને ગાડીની ક્ષમતા જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જવાના છે.

Image Source
 1. મર્સીડીઝ- બેન્ઝ એસ 600 ગાર્ડ:
  ભારતમાં મર્સીડીઝ ગાડીના શોખીનો ઘણા છે આ કંપનીએ ભારતના બજારમાં પોતાના અલગ અલગ મોડલની ગાડી વેચે છે પરંતુ આ કંપનીની બેન્ઝ એસ 600 ગાર્ડ ભારતની સૌથી મોંઘી ગાડી છે. જેને વિશ્વની સૌથી સુરક્ષિત ગાડી પણ માનવામાં આવે છે. આ ગાડીની અંદર 12વી પેટ્રોલ એન્જીન છે જે 530 BHP નો પાવર અને 830Nm ટૉર્ક જનરેટ કરે છે. ગાડીનું એન્જીન 7જી-ટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ કરવામાં આવ્યું છે.
  આ ગાડીની કિંમત 8.9 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

  Image Source
 2. રોલ્સ રોયસ ફેન્ટમ:
  રોલ્સ રોયસ ભારતીય કાર બજારમાં એક આગવું નામ ધરાવે છે. દેશના મોટા ઉદ્યોગપતિઓ પાસે આ ગાડી જોવા મળે છે. જેમાં રોલ્સ રોયસ ફેન્ટમ ખાસ છે. આ ગાડીની અંદર ટ્વીન ટર્બો 6.6 લીટર વી 2 એન્જીન લાગેલું છે. આ એન્જીનને 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ કરવામાં આવ્યું છે. જે 453 BHP પાવર અને 720Nmનો ટૉર્ક આપે છે. આ ગાડી 0 થી 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ 5.9 સેકેંડમાં ઝડપી લે છે. તેની ટોપ સ્પીડ 240kmp છે.
  આ ગાડીની કિંમત ભારતમાં 8 કરોડ છે.

  Image Source
 3. બેન્ટલે મૂલસૈન:
  બેન્ટલે મૂલસૈન કંપનીની સૌથી મોંઘી ગાડી છે. આ ગાડીની અંદર 6.75 લીટર ટ્વીન ટર્બોચાર્જ્ડ વી8 એન્જીન લાગેલું છે જે 505 BHP નો પાવર અને 2010Nm નો શક્તિશાળી ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જીનને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ કરવામાં આવ્યું છે. આ ગાડી માત્ર 5.3 સેકેંડમાં 100 કિલોમીટરની પ્રતિ કલાકે સ્પીડ ઝડપી લે છે. આ ગાડીની ટોપ સ્પીડ 296 કિલોમીટર પ્રતિ કલાક છે.
  આ ગાડીની કિંમત ભારતના બજારમાં 5.5 કરોડ છે.

  Image Source
 4. લેમ્બોર્ગીની એવેન્ટાડોર:
  લેમ્બોર્ગીની તેના દેખાવના કારણે લોકોને વધુ આકર્ષે છે. તેનું આ મોડલ પણ એટલું જ સુંદર છે જેની અંદર વી12 એન્જીન છે અને જે 690 BHP પાવર અને 690nm ટૉર્ક જનરેટ કરે છે. આ કારના એન્જીનને 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ કરવામાં આવ્યું છે. આ ગાડી માત્ર 3 સેકેંડમાં જ 100 કી.મી. સ્પીડ ધારણ કરી લે છે. જેની સૌથી વધુ સ્પીડ પ્રતિ કલાક 350 કિલોમીટર છે.
  આ ગાડીની કિંમત 5.20 કરોડ છે.

  Image Source
 5. રોલ્સ રોયસ વ્રેથ:
  ભારતની સૌથી મોંઘી ગાડીઓમાં રોલ્સ રોયસની બીજી એક ગાડી પણ છે. રોલ્સ રોયસ વ્રેથની અંદર 6.6 લીટર વી12 એન્જીન લાગેલું છે જે 624 BHP પાવર અને 800Nm કે ટૉર્ક જનરેટ કરે છે. આ ગાડી 4.6 સેકેન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે છે. ગાડીની ટોપ સ્પીડ પ્રતિ કલાક 250 કિલોમીટર છે.
  આ ગાડીની કિંમત 4.6 કરોડ રૂપિયા છે.

  Image Source
 6. એસ્ટન માર્ટિન વૈંકવીશ:
  આ ગાડી ભારતમાં માત્ર ગણતરીના લોકો પાસે જ છે. આ કંપની બ્રિટિશ છે. જેને પોતાની આ ગાડીને ભારતમાં લોન્ચ કરી છે. આ ગાડીની અંદર 6.0 લીટર વી12 એન્જીન લાગેલું છે જે 565 BHP પાવર અને 620Nm કે ટૉર્ક જનરેટ કરે છે. આ ગાડી 6.2 સેકેન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે છે. ગાડીની ટોપ સ્પીડ પ્રતિ કલાક 295 કિલોમીટર છે.
  આ ગાડીની કિંમત 3.8 કરોડ રૂપિયા છે.

  Image Source
 7. ફરારી 488 જીટીબી:
  ફરારીએ હમણાં જ પોતાની પ્રખ્યાત ગાડી 458 ઈટૈલિયા ના રિપ્લેસમેન્ટ તરીકે 488 જીટીબી ભારતમાં લોન્ચ કરી છે. આ શાનદાર ગાડીની અંદર 3.9 લીટર ટર્બોચાર્જ્ડ એન્જીન લાગેલું છે જે 670 BHP પાવર અને 760Nm કે ટૉર્ક જનરેટ કરે છે. આ ગાડી માત્ર 3 સેકેન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે છે. ગાડીની ટોપ સ્પીડ પ્રતિ કલાક 330 કિલોમીટર છે.
  આ ગાડીની કિંમત 3.88 કરોડ રૂપિયા છે.

  Image Source
 8. બેન્ટલે બેંટાયેગા:
  આ કંપનીનું આ મોડલ તેનું સૌથી પહેલું લકઝરી એસયુવી છે. આ વિશ્વની સૌથી પાવરફુલ અને સૌથી કિંમતી એસયુવી માનવામાં આવે છે. આ ગાડીની અંદર ડબ્લ્યુ12 એન્જીન લાગેલું છે જેની મદદથી આ ગાડી માત્ર 4.1 સેકેન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે છે. ગાડીની ટોપ સ્પીડ પ્રતિ કલાક 301 કિલોમીટર છે.
  આ ગાડીની કિંમત 3.85 કરોડ રૂપિયા છે.

  Image Source
 9. ફરારી કેલિફોર્નિયા ટી:
  ઇટાલિયન કંપની ફરારીની વધુ એક લક્ઝરી કાર આ લિસ્ટમાં શામેલ છે. આ ગાડીએ ભારતીય બજારમાં ગયા વર્ષે જ આવી છે. આ ગાડીમાં 3.8 લીટર, વી8 ટ્વીન-ટર્બો એન્જીન લાગેલું છે. આ શક્તિશાળી એન્જીનના મદદથી આ ગાડી માત્ર 3.6 સેકેંડમાં 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
  આ ગાડીની કિંમત 3.45 કરોડ રૂપિયા છે.

  Image Source
 10. લેમ્બોર્ગીની હુરાકૈન:
  આ ગાડીની અંદર પણ એજ એન્જીન લાગેલું છે જેનો વપરાશ આ કંપનીએ લેમ્બોર્ગીની ગેલૈડોમાં કર્યો છે. આ ગાડીમાં 5.2 લીટર, વી8 એન્જીન લાગેલું છે. જે 610 BHP પાવર જનરેટ કરે છે. આ સુપરકાર માત્ર 3.2 સેકેન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે છે. ગાડીની ટોપ સ્પીડ પ્રતિ કલાક 325 કિલોમીટર છે.
  આ ગાડીની કિંમત 3.43 કરોડ રૂપિયા છે.
  Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.