વ્હેલની ઉલ્ટીએ નસીબ બદલી દીધું, માછીમારના હાથ લાગ્યો 25 કરોડનો ખજાનો
કયારેક ક્યારેક આપણને એવું મળી જાય છે કે જે વિષે આપણે ક્યારે સપનામાં પણ વિચાર્યું ના હોય. કહેવામાં આવે છે કે, ભગવાન જયારે આપે છે ત્યારે છપ્પર ફાળકે જ આપે છે. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. એક માછીમારને હાથ એવી વસ્તુ લાગી કે, તેનું નસીબ ચળકી ઉઠ્યું છે.

થાઈલેન્ડમાં એક માછીમારી રાતોરાત કરોડપતિ બની ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ માછીમાર વ્હેલ માછલીની ઉલ્ટીથી કરોડપતિ બન્યો છે. વ્હેલની ઉલ્ટી બહુ જ કિંમતી હોય છે. ડેલીમેલના રિપોર્ટ મુજબ, નારીસ નામનો માછીમાર વ્હેલની ઉલટીને મામૂલી ચટાન સમજી રહ્યો હતો. પરંતુ તેની કિંમત 24 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 25 કરોડ રૂપિયા જેટલી થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને એમ્બરગ્રિસ કહેવામાં આવે છે. આ એમ્બરગ્રિસનું વજન લગભગ 100 કિલો છે. આ સાથે જ અત્યાર સુધીનો એમ્બરગ્રિસનો આ સૌથી મોટો ટુક્ડો છે.

ઘણા વૈજ્ઞાનિક તેને વ્હેલની ઉલ્ટી બતાવે છે તો ઘણા લોકો તેને મળ બતાવે છે. આ વ્હેલના શરીરમાંથી નીકળનારો અપશિષ્ટ હોય છે જે બહાર નીકળે છે. વ્હેલ તેને પચાવી શકતી નથી. ઘણી વખત આ પદાર્થ ગુદામાર્ગમાંથી બહાર આવે છે, પરંતુ કેટલીકવાર જ્યારે પદાર્થ મોટો થાય છે ત્યારે વ્હેલ તેને મોઢામાંથી બહાર કાઢે છે. એમ્બરગ્રિસ એ મીણ જેવું જ્વલનશીલ પદાર્થ છે જે વ્હેલની આંતરડામાંથી નીકળતું હોય છે. તે વ્હેલના શરીરની અંદર તેનો બચાવ કરવા ઉત્પન્ન થયું હતું. જેથી તેની આંતરડા સ્ક્વિડ (સમુદ્રના જીવ) ની તીવ્ર ચાંચથી સુરક્ષિત થઈ શકે.

સામાન્ય રીત, વ્હેલ બીચથી ખૂબ દૂર રહે છે. તેથી તેમના શરીરમાંથી આ સામગ્રીને બીચ પર પહોંચવામાં ઘણા વર્ષો લાગે છે. સૂર્યપ્રકાશ અને બ્રિનના સંપર્કમાં હોવાને કારણે આ કચરો ખડક જેવા સરળ અને ભુરો ગઠ્ઠામાં ફેરવાય છે, જે મીણ જેવું લાગે છે. તેમાં ગંધહીન આલ્કોહોલ છે જેનો ઉપયોગ લાંબા સમય સુધી અત્તરની ગંધને જાળવવા માટે કરવામાં આવે છે. થાઇલેન્ડની નરીસ સુવાનાસંગને આ ટુકડો બીચ નજીક મળ્યો. જ્યારે તે તેને ઘરે લઈ ગયો અને તેનો અભ્યાસ કર્યો ત્યારે તેને કંઈક બીજું જ જાણવા મળ્યું હતું.

નરીસ કહે છે કે એક વેપારીએ તેમને વચન આપ્યું છે કે જો એમ્બરગ્રિસની ગુણવત્તા વધુ સારી છે, તો તેને પ્રતિ કિલો 23,740 પાઉન્ડ આપવામાં આવશે. નરીસ હાલમાં નિષ્ણાતોની રાહ જોઇ રહી છે જે તેનું યોગ્ય મૂલ્યાંકન કરશે. આ અંગે તે પોલીસને પણ જાણ કરશે કારણકે ચોરીનું જોખમ વધી ગયું છે.